Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવી 20 ઈ-બસનું લોકાર્પણ, સંખ્યા 50 થઈ:જૂની ડીઝલ-સીએનજી બસો તબક્કાવાર બંધ કરાશે; ઓક્ટોબર, 2026 સુધીમાં વધુ 50 ઈ-બસો આવશે

    8 hours ago

    વડોદરા શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ સુવિધાને વધુ મજબૂત અને પર્યાવરણ અનુકૂળ બનાવવાના હેતુથી નવી 20 પીએમ ઈ-બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્યના મંત્રી મનિષાબેન વકીલના હસ્તે અને સાંસદ ડો. હેમાંગ જોષી, ધારાસભ્યો તેમજ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશની ઉપસ્થિતિમાં આ બસોનું લોકાર્પણ કરાયું હતું. આ સાથે જ શહેરમાં હવે ઈ-બસોની કુલ સંખ્યા વધીને 50 થઈ ગઈ છે. અગાઉની 30 બસોને મળ્યો સારો પ્રતિસાદ અગાઉ મુખ્યમંત્રીના હસ્તે પ્રથમ તબક્કામાં શરૂ કરાયેલી 30 ઈ-બસોને નાગરિકો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, આ બસો થકી એક જ મહિનામાં રૂ. 29 લાખની આવક થઈ છે. આગામી સમયમાં આ સુવિધાનો વ્યાપ વધારીને ગ્રામ્ય વિસ્તારો સુધી પણ કનેક્ટિવિટી લંબાવવામાં આવશે. ઓક્ટોબર, 2026 સુધીમાં વધુ 50 ઈ-બસો આવશે શહેરમાં ચાલી રહેલી જૂની ડીઝલ અને સીએનજી બસોને તબક્કાવાર બંધ કરી તેમના સ્થાને ઈ-બસો ચલાવાશે. સાથે જ મુસાફરો માટે નવા આધુનિક બસ સ્ટોપ પણ બનાવાશે. મ્યુનિસિપલ કમિશનરે ઉમેર્યું હતું કે આગામી ઓક્ટોબર 2026 સુધીમાં વડોદરાને વધુ 50 નવી પીએમ ઈ-બસો મળશે. પ્રદૂષણમાં ઘટાડો અને ટ્રાફિક સમસ્યામાં રાહત મળશે ઈ-બસોની સંખ્યા વધવાથી શહેરમાં વાયુ અને ધ્વનિ પ્રદૂષણમાં ઘટાડો થશે. નાગરિકોને પરવડે તેવી અને સુવિધાસભર સાર્વજનિક પરિવહન સેવા મળવાથી ખાનગી વાહનોનો વપરાશ ઘટશે, જેનાથી ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે અને વડોદરાને ગ્રીન-ક્લીન બનાવવામાં મદદ મળશે.
    Click here to Read More
    Previous Article
    Rahul Gandhi on E-20 : BJP ने राहुल को कहा- Pappu Ji! Video में सरकार को सुना रहे थे Congress सांसद
    Next Article
    ચોટીલા હાઇવે પર ગેરકાયદે રેતી વહન કરતા 2 ડમ્પર જપ્ત:રોયલ્ટી વગર ઓવરલોડ ખનિજ, 80 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment