Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વીજ સંકટ વચ્ચે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગનો મહત્વનો નિર્ણય:માર્કેટમાં દિવાળી પર 20ને બદલે માત્ર 5 દિવસ જ રોશની કરાશે; કાપડના ભાવમાં 20%નો વધારો થતાં વેપાર પ્રભાવિત

    19 hours ago

    સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગે વર્તમાન વીજ સંકટ વચ્ચે એક મોટો નિર્ણય લીધો છે. DGVCL દ્વારા 1 દિવસના વીજળી કાપ (8 કલાકનો કાપ)ની જાહેરાત બાદ વેપારીઓએ પોતાની રીતે વીજળી બચાવવાની કવાયત હાથ ધરી છે. સામાન્ય રીતે દર વર્ષે દિવાળીના તહેવાર ટાણે કાપડ માર્કેટોમાં 20 દિવસ સુધી ભવ્ય રોશની અને શણગાર કરવામાં આવતો હતો, પરંતુ આ વખતે વીજળીની બચત કરવા માત્ર 5 દિવસ જ લાઇટિંગ કરવાનો નિર્ણય લેવાયો છે. બીજી તરફ, દિવાળી પૂર્વે કાપડ બજારના ટ્રેડર્સ ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યા છે. ક્રૂડ, કોલસો અને યાર્નમાં આવેલી તેજીના કારણે કાપડના ઉત્પાદન ખર્ચમાં 20% સુધીનો તોતિંગ વધારો થયો છે, જેનાથી બજારમાં ગ્રાહકી અને વેપાર પ્રભાવિત થયા છે. વીજળી બચાવવા 20ને બદલે માત્ર 5 દિવસ રોશની કરાશે દિવાળી પર્વ પર સુરતના રિંગરોડ સહિતના ટેક્સટાઇલ માર્કેટો અગાઉ 15 થી 20 દિવસ સુધી રંગબેરંગી લાઈટોથી ઝળહળી ઉઠતા હતા. જોકે, વર્તમાન સમયમાં પાવર કટોકટીને કારણે અનેક માર્કેટ દ્વારા સ્વૈચ્છિક નિર્ણય લેવામાં આવ્યો છે કે, તહેવારની પરંપરા પણ જળવાઈ રહે અને વીજળીનો ખોટો બગાડ પણ ન થાય તે માટે ધનતેરસથી લઈને લાભપાંચમ સુધીના માત્ર 5 દિવસ જ રોશની ચાલુ રાખવામાં આવશે. વેપારીઓનું માનવું છે કે, જ્યારે રાજ્ય કે દેશમાં વીજળીની તંગી જેવી સ્થિતિ ઊભી થાય, ત્યારે ઉદ્યોગ જગતે આગળ આવીને સહયોગ આપવો જોઈએ. 'દેશહિત માટે સહયોગ જરૂરી': ફોસ્ટા ચેરમેન કૈલાશ હકીમ ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન (FOSTTA) ના ચેરમેન કૈલાશ હકીમે આ નિર્ણય અંગે જણાવ્યું હતું કે, "જે 8 કલાકનો કાપ છે, તેને ધ્યાનમાં રાખીને આપણે વિચારવું જોઈએ કે દેશમાં જ્યારે પણ આવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય, ત્યારે આપણે દેશને ટેકો આપવો જોઈએ. પેટ્રોલ-ડીઝલના સમયે પણ આપણે સોસાયટીમાંથી કારપૂલિંગ કરીને માર્કેટ કે ફેક્ટરી જવાનું શરૂ કર્યું હતું, જેથી દેશને બળ મળ્યું હતું. તેવી જ રીતે વીજકાપ વચ્ચે માર્કેટો 20 દિવસના બદલે 5 દિવસ શણગાર કરવાનો નિર્ણય લે તો એ ખૂબ સરાહનીય છે. વધારાનો સ્ટોક બંધ, ફેક્ટરીઓમાં 20% થી 40% પ્રોડક્શન કટ દિવાળી પહેલાં ટ્રેડર્સની સ્થિતિ અંગે વાત કરતા કૈલાશ હકીમે સ્પષ્ટતા કરી કે, માર્કેટમાં આ વખતે ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે. ભૂતકાળમાં વેપારીઓ દિવાળી સીઝનને ધ્યાનમાં રાખીને અગાઉથી કાપડનો સ્ટોક કરી લેતા હતા, પરંતુ આ વખતે વેપારીઓએ બિનજરૂરી સ્ટોક કરવાનું બંધ કર્યું છે. બજારમાં જેટલી જરૂરિયાત છે અને જેટલો માલ તાત્કાલિક વેચાઈ શકે તેમ છે તેટલો જ સ્ટોક રાખવામાં આવી રહ્યો છે. સ્ટોક ન થવાને કારણે વીવિંગ એકમો અને ફેક્ટરીઓએ 20% થી લઈને 40% સુધી ઉત્પાદન ઘટાડવું પડ્યું છે. કાચો માલ મોંઘો થતાં કાપડની પડતરમાં 20%નો ઉછાળો કાપડના ભાવવધારા પાછળનું ગણિત સમજાવતા તેમણે ઉમેર્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ, કેમિકલ અને કોલસાના ભાવ વધવાથી પ્રોસેસિંગ મિલોના ચાર્જિસ વધ્યા છે. આ સિવાય યાર્નમાં તેજી આવતા ગ્રે કાપડના ભાવ પણ વધી ગયા છે. કાચા માલમાં સરેરાશ 20% ની તેજી આવવાથી ટ્રેડર્સ માટે પણ ભાવવધારો કરવો અનિવાર્ય બની ગયો છે. બહારના બજારોમાં ડિમાન્ડ ઘટતાં સુરતનું વેપાર ચક્ર ધીમું છેવાડાના ગ્રાહકો, રિટેલર્સ અને હોલસેલર્સ તરફથી ઉપાડ ઓછો થતાં તેની સીધી અસર સુરતના ઉત્પાદકો પર પડી રહી છે. બહારના વેપારીઓએ સુરતથી માલ મંગાવવાનું ઓછું કરતાં ફેક્ટરીઓમાં આપોઆપ પ્રોડક્શન કટ આવી ગયો છે. આમ, એક તરફ વીજળી કાપનો સામનો કરવા માટે રોશનીમાં કાપ મૂકવામાં આવ્યો છે, તો બીજી તરફ મોંઘા કાચા માલ અને નબળી ડિમાન્ડ વચ્ચે સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ સાવચેતીભર્યા પગલાં ભરીને દિવાળી સીઝન પસાર કરી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સૌરવ દાસ-આશુતોષ રાંકાએ હાઈકોર્ટમાંથી અરજી પાછી ખેંચી:કસ્ટડી વધારવાના વિરોધમાં અરજી કરી હતી; કોર્ટે કહ્યું- તમારે રિવિઝન પિટિશન દાખલ કરવાની હતી
    Next Article
    હવે માત્ર રૂ.1500માં હોસ્ટેલમાં થતાં આપઘાત અટકશે:10 કિલોથી વધુ વજન પડશે તો પાવર કટ, સ્પ્રિંગ ખૂલી જશે, પંખો નીચેની તરફ ખેંચાઈ આવશે, VCએ લાઈવ ડેમો કરી બતાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment