Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હવે માત્ર રૂ.1500માં હોસ્ટેલમાં થતાં આપઘાત અટકશે:10 કિલોથી વધુ વજન પડશે તો પાવર કટ, સ્પ્રિંગ ખૂલી જશે, પંખો નીચેની તરફ ખેંચાઈ આવશે, VCએ લાઈવ ડેમો કરી બતાવ્યો

    18 hours ago

    ગુજરાતમાં વિદ્યાર્થીઓના આપઘાતની ઘટનાઓને અટકાવવા માટે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા એક પહેલ કરવામાં આવી છે. રાજ્યમાં પ્રથમવાર યુનિવર્સિટીની હોસ્ટેલમાં કોઈપણ વિદ્યાર્થી આપઘાત ન કરે તે હેતુથી 'એન્ટી સુસાઇડ ફેન' એટલે કે સ્પ્રિંગવાળા પંખા લગાવવામાં આવ્યા છે. સૌથી વિશેષ વાત એ છે કે, આ પંખો કઈ રીતે વિદ્યાર્થીઓનો જીવ બચાવશે તેનો લાઈવ ડેમો ખુદ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાએ કરીને બતાવ્યો હતો. તેઓએ હોસ્ટેલના એક રૂમમાં જઈને પંખા પર એક ચાદર નાખીને વજન આપ્યું, જેના કારણે તરત જ પંખાની સ્પ્રિંગ ખૂલી ગઈ અને પંખો નીચે આવી ગયો હતો. આ ડેમો જોઈને ત્યાં હાજર સૌ કોઈ આ નવીન ટેકનોલોજીથી પ્રભાવિત થયા હતા. કેવી રીતે કામ કરે છે આ 'એન્ટી સુસાઇડ ફેન'? આ એન્ટી સુસાઇડ પંખાની ટેકનોલોજી ખૂબ જ સરળ છતાં અત્યંત અસરકારક છે. સામાન્ય પંખાની સરખામણીમાં આ પંખાના ઉપરના ભાગમાં એક ખાસ પ્રકારની સ્પ્રિંગ લગાવવામાં આવી છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ પંખા સાથે દુપટ્ટો, ચાદર કે અન્ય કોઈ કાપડ બાંધીને લટકવાનો કે ફાંસો ખાવાનો પ્રયાસ કરે છે, ત્યારે વજન પડતાં જ પંખાની અંદર રહેલી સ્પ્રિંગ એક્ટિવ થઈ જાય છે. સ્પ્રિંગ ખૂલી જવાના કારણે પંખો છત સાથે ચોંટી રહેવાના બદલે તરત જ નીચેની તરફ ખેંચાઈ આવે છે. આટલું જ નહીં, પંખો નીચે આવવાની સાથે જ તેનું ઇલેક્ટ્રિક કનેક્શન પણ ઓટોમેટિકલી કટ થઈ જાય છે, જેથી શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ દુર્ઘટનાનો ખતરો પણ રહેતો નથી. માત્ર 10 કિલોથી વધુ વજન પડશે તો સ્પ્રિંગ નીચે આવશે આ પંખાની ક્ષમતા અને ટેકનિકલ પાસાંઓ વિશે વાત કરીએ તો, તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે તે માનવીય વજનને સહન કરી શકે જ નહીં. આ અંગે માહિતી આપતા જણાવાયું છે કે, સામાન્ય સંજોગોમાં જો પંખા પર 10 કિલોથી વધારે કોઈપણ વજન પડે તો તરત જ આ સ્પ્રિંગ બહાર આવી જતી હોય છે. એટલે કે કોઈ યુવાન કે વિદ્યાર્થીનો જીવ જાય તેટલું વજન આ પંખો ખેંચી જ શકતો નથી. આ ખાસ મિકેનિઝમના કારણે ફાંસો ખાવાની પ્રક્રિયા નિષ્ફળ જાય છે અને આત્યંતિક પગલું ભરવા જઈ રહેલા વિદ્યાર્થીને બચાવી શકાય છે. UGCની ગાઈડલાઈન મુજબ લગાવવામાં આવ્યા 354 પંખા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા દેશભરની શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે વિવિધ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી છે. આ ગાઇડલાઇન અનુસાર જ VNSGU દ્વારા આ મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી બોય્ઝ અને ગર્લ્સ હોસ્ટેલના રૂમોમાં કુલ 354 જેટલા એન્ટી સુસાઇડ પંખા લગાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ એક પંખાની કિંમત અંદાજે 1500 રૂપિયા જેટલી થાય છે. ગુજરાતની અંદર સુરતની યુનિવર્સિટીનો આ પ્રથમ પ્રયાસ છે, જેણે હોસ્ટેલમાં રહીને ભણતા હજારો વિદ્યાર્થીઓના વાલીઓને પણ એક મોટી રાહત આપી છે. આત્મહત્યાની એ બે મિનિટની ક્ષણમાંથી વિદ્યાર્થી બચી જશે: કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડા આ સમગ્ર પ્રોજેક્ટ વિશે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ એન. ચાવડાએ જણાવ્યું હતું કે, આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બોય્ઝ અને ગર્લ્સની હોસ્ટેલની અંદર 354 જેટલા પંખા લગાવવામાં આવ્યા છે. આ પંખાઓની સ્પ્રિંગ UGCની ગાઇડલાઇન અનુસાર લગાવવામાં આવી છે. આ પંખાની વિશેષતા એ છે કે, જ્યારે કોઈપણ વિદ્યાર્થી કે વ્યક્તિ દુપટ્ટો કે કોઈપણ પ્રકારનું કાપડ લગાવીને લટકવાનો પ્રયાસ કરે છે કે તરત જ એ સ્પ્રિંગ નીચે આવી જતી હોય છે, તરત પાવર કટ થઈ જતો હોય છે અને જે આ બે મિનિટ જે છે આત્મહત્યાની જે ક્ષણ, એમાંથી એ બચી જતો હોય છે અને આત્મહત્યાથી એ બચી જાય છે. અન્ય યુનિવર્સિટીઓ માટે પણ બનશે પ્રેરણારૂપ VNSGU ની આ પહેલ સમગ્ર ગુજરાત રાજ્યની અન્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે એક મોડેલ સમાન બની ગઈ છે. આજકાલ અભ્યાસના દબાણ, કરિયરની ચિંતા કે અન્ય માનસિક તણાવના કારણે યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે આવા સમયે ટેકનોલોજીનો આ સકારાત્મક ઉપયોગ જિંદગી બચાવવા માટે આશીર્વાદરૂપ સાબિત થશે. વીર નર્મદ યુનિવર્સિટીના આ સફળ પ્રયોગ અને ખુદ કુલપતિના લાઈવ ડેમોન્સ્ટ્રેશન બાદ, હવે એવી આશા સેવાઈ રહી છે કે ગુજરાતની અન્ય સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ તેમજ મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજોની હોસ્ટેલોમાં પણ આ પ્રકારના 'એન્ટી સુસાઇડ ફેન' લગાવવાની કામગીરી સત્વરે હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વીજ સંકટ વચ્ચે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગનો મહત્વનો નિર્ણય:માર્કેટમાં દિવાળી પર 20ને બદલે માત્ર 5 દિવસ જ રોશની કરાશે; કાપડના ભાવમાં 20%નો વધારો થતાં વેપાર પ્રભાવિત
    Next Article
    Rajkot Cilvil Hospital News |રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 5 નવા ડ્રાઇવરોની ભરતી કરાઈ | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment