Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાવાગઢમાં ચૈત્રી નવરાત્રી: ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું સઘન ચેકિંગ:20 ખાદ્ય પદાર્થોના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલાયા

    14 hours ago

    પાવાગઢમાં ચૈત્રી નવરાત્રી પર્વ નિમિત્તે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. લાખો શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, ગોધરાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આ વિશેષ તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત, વિભાગની ચાર ટીમોએ પાવાગઢ તળેટી અને ડુંગર વિસ્તારમાં આવેલી વિવિધ ખાણી-પીણીની દુકાનો અને હોટલોમાં આકસ્મિક તપાસ કરી હતી. તપાસ દરમિયાન, તેલ, પાણી, મીઠું અને માવા જેવા પદાર્થોનું સ્થળ પર જ પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, તૈયાર ખોરાક અને મીઠાઈના કુલ 20 નમૂનાઓ મેળવીને તેમને પૃથક્કરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કે ગુણવત્તાનો અભાવ જણાશે, તો સંબંધિત વિક્રેતાઓ વિરુદ્ધ 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ' હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ચેકિંગ દરમિયાન, વેપારીઓને દુકાન અને રસોડામાં સંપૂર્ણ સ્વચ્છતા જાળવવા, ખોરાક બનાવતી અને પીરસતી વખતે સ્વચ્છતાનું ધ્યાન રાખવા, તેમજ ભવિષ્યમાં માત્ર શુદ્ધ અને ગુણવત્તાસભર ચીજવસ્તુઓનું જ વેચાણ કરવા સૂચના આપવામાં આવી હતી. આ ડ્રાઇવનો મુખ્ય ઉદ્દેશ્ય નવરાત્રી દરમિયાન માઈભક્તોને શુદ્ધ અને આરોગ્યપ્રદ આહાર મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.
    Click here to Read More
    Previous Article
    હોર્મુઝ સ્ટ્રેટનું તાળું ખોલાવું ટ્રમ્પ માટે લોઢાના ચણા:ઈરાન સાંકડા રસ્તાનો ફાયદો ઉઠાવી રહ્યું છે, અમેરિકી યુદ્ધ જહાજો પણ અહીં સુરક્ષિત નથી
    Next Article
    BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલમાં IVF સેન્ટર શરૂ કરાયું:ડોક્ટર સ્વામીએ પૂજાપાઠ કરીને ઉદ્ઘાટન કર્યું, સ્પેશિયાલિસ્ટએ કહ્યું, દર્દીઓને વર્લ્ડ ક્લાસ ટ્રીટમેન્ટ પૂરી પાડીશું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment