Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિ બરોબર જમવાનું ન આપતા પત્નીનું 20 કિલો વજન ઘટ્યું:દહેજમાં 35 તોલા સોનું લીધા બાદ 32 લાખ બીજા લીધા, છતાં પરિણીતાને સતત ત્રાસ આપતા

    8 hours ago

    અમદાવાદ સેટેલાઈટમાં રહેતી મહિલાના લગ્નજીવન સુખમય બનવાના બદલે સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. પતિ બરોબર જમવાનું આપતો નહોતો, જેના કારણે 8 મહિનામાં જ 20 કિલો વજન ઘટી ગયું હતું. મહિલાના પતિએ લગ્નમાં 35 તોલા સોનું દહેજમાં લીધું હતું. આ ઉપરાંત 32 લાખ સસરા પાસેથી ઉછીના લઈને દહેજમાં ગણી લેવાનું કહ્યું હતું છતાં પતિ પત્નીને બરોબર જમવાનું આપતો નહતો અને માનસિક શારીરિક ત્રાસ આપતો હતો.પતિ અને સાસુના ત્રાસથી મહિલા મોકો જોઈને સાસરીમાંથી નાસી ગયા હતા.આનંદનગર પોલીસે મહિલાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. મહિલાનો મોબાઇલ છીનવી લીધો, ઘરની બહાર જવા નહોતા દેતા સેટેલાઈટમાં રહેતું સુખી સંપન્ન પરિવારની 45 વર્ષિય મહિલાએ 9 મહિના અગાઉ સમાજના રીતરિવાજ મુજબ લગ્ન કર્યા હતા.લગ્નના બે મહિના બાદ જ પતિએ હેરાનગતિ શરૂ કરી હતી. મહિલાનો મોબાઇલ છીનવી લેવામાં આવતો, માતા-પિતા સાથે વાત કરવા દેવામાં આવતી નહોતી અને તેને ઘરની બહાર પણ જવા દેવામાં આવતી નહોતી. પતિ બરોબર જમવાનું ન આપતા પત્નીનું 20 કિલો વજન ઘટ્યું પતિ પોતે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતો હોવાનું કહી લગ્ન કર્યા હતા, પરંતુ બાદમાં તે બેરોજગાર હોવાનું સામે આવ્યું હતું. મહિલાનો પતિ પોલીસ અને ગુંડાઓમાં મોટી ઓળખાણ હોવાનો દાવો કરીને મહિલા તથા તેના પરિવારને સતત ધમકાવતો હતો. સતતના માનસિક તણાવ અને ત્રાસના કારણે મહિલાનું વજન આશરે 20 કિલો ઘટી ગયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. દહેજમાં 35 તોલા સોનું અને 32 લાખ લીધા એટલું જ નહીં, કરિયાવરમાં મળેલા 35 તોલા સોનાના દાગીના પણ લઈ લેવાયા હોવાનો આક્ષેપ છે. ઉપરાંત મહિલાના પિતાએ પરત આપવાની શરતે આપેલા 32 લાખ રૂપિયામાંથી 17.66 લાખના ચેક બાઉન્સ થયા હતા,જ્યારે બાકીની રકમ દહેજમાં ગણી લેવાનું કહેવામાં આવ્યું હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. પોલીસ પહોંચતા જ આરોપી ફરાર થઈ ગયો એક દિવસ પતિ અને સાસુ રૂમમાં વાતચીતમાં વ્યસ્ત હતા ત્યારે મહિલાએ તકનો લાભ લઈ ઘર છોડ્યું અને માતા-પિતાના ઘરે પહોંચી ગઈ હતી. બાદમાં પતિ ત્યાં પહોંચતાં તેણે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. પોલીસ પહોંચતા જ આરોપી ફરાર થઈ ગયો હતો.પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    D કંપની સ્ટાઇલથી મનપસંદ જીમખાના ક્લબમાં જુગાર રમાતો:મેમ્બરશીપ, આંગડિયા પેઢીમાં પૈસાની લેવડદેવડ, હાર-જીત માટે કોડવર્ડ;અમદાવાદમાં ગોવાના કેસિનો જેવો માહોલ
    Next Article
    દિવાળી - ઉનાળુ વેકેશન ટૂંકાવી ભણવાના દિવસો વધારો:ગુજરાતમાં ધો.11- 12 સાયન્સના વિદ્યાર્થીઓને અભ્યાસના ઘટતા 40 દિવસ, રાજ્યના છાત્રોને ટોપ 100 માં લાવવા હોય તો શૈક્ષણિક કેલેન્ડર સુધારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment