Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી - ઉનાળુ વેકેશન ટૂંકાવી ભણવાના દિવસો વધારો:ગુજરાતમાં ધો.11- 12 સાયન્સના વિદ્યાર્થીઓને અભ્યાસના ઘટતા 40 દિવસ, રાજ્યના છાત્રોને ટોપ 100 માં લાવવા હોય તો શૈક્ષણિક કેલેન્ડર સુધારો

    7 hours ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે વાર્ષિક શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવે છે તે મૂજબ અભ્યાસના દિવસો વિજ્ઞાન પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ઓછા પડે છે. ધોરણ 11 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓને ભણવાના 40 દિવસ ઓછા પડે છે. જો ગુજરાતના વિદ્યાર્થીઓને NEET અને JEE જેવી નેશનલ એક્ઝામમાં ટોપ 100 માં લાવવા હોય તો શૈક્ષણિક દિવસો વધારવા પડે તેમ છે. જે દિવસો દિવાળી અને ઉનાળુ વેકેશન ટૂંકાવીને આપી શકાય તેમ છે. આ અંગે રાજકોટના શિક્ષણવિદ અને સ્કૂલ સંચાલક દ્વારા શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને રજૂઆત કરવામાં આવી છે. રાજકોટના શાળા સંચાલકની શિક્ષણમંત્રીને રજૂઆત રાજકોટની પ્રીમિયર સ્કૂલના કેમેસ્ટ્રી શિક્ષક મનન જોશીએ જણાવ્યું હતું કે, હું 25 વર્ષથી કેમિસ્ટ્રી વિષય શિક્ષક છું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર દર વર્ષે એડવાન્સમાં આપવામાં આવે છે. વર્ષ 2026- 27 નું આ જ પ્રકારનું કેલેન્ડર બહાર પડ્યું છે. પરંતુ આ કેલેન્ડર છે એ ધોરણ 1 થી 9 માટે યોગ્ય છે. પ્રોપર કેલેન્ડર છે. બધા દિવસો, રજાઓની તારીખો બધું જાહેર કર્યું હોય. પ્રથમ સત્ર, દ્વિતીય સત્ર, વાર્ષિક પરીક્ષા, દિવાળી વેકેશન, ઉનાળુ વેકેશન એ બધી માહિતી સાથે કમ્પ્લીટ કેલેન્ડર અમને મળે છે પરંતુ આ કેલેન્ડર જોતાં બે પ્રશ્નો થાય છે. એક તો આ કેલેન્ડર છે એ ધોરણ 10 સુધી ચાલે. ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહમાં આ કેલેન્ડર માટે થોડાક પ્રશ્નો થાય છે. આ કેલેન્ડરમાં 11 મા ધોરણની આપણે વાત કરીએ તો 244 દિવસ ટોટલ વર્કિંગ ડેઝ કેલેન્ડરમાં મળે છે. પણ એમાંથી તમારે 30 દિવસો પરીક્ષાઓના બાદ કરી દેવા પડે (પ્રથમ સત્ર, દ્વિતીય સત્ર, એન્યુઅલ એક્ઝામ) તો 210 દિવસ મળે. જ્યારે ધોરણ 12મા 110 દિવસ જ મળે છે. એનું કારણ એ છે કે 12મા ધોરણમાં માની લો બાળક 'A' ગ્રુપમાં છે તો એનું JEE ની પરીક્ષા જાન્યુઆરીથી સ્ટાર્ટ થઈ જાય. જાન્યુઆરીમાં JEE ની પરીક્ષા દે, પછી ફેબ્રુઆરીથી પ્રેક્ટિકલ પરીક્ષા સ્ટાર્ટ થઈ જાય, ફેબ્રુઆરી એન્ડથી વાર્ષિક બોર્ડ એક્ઝામ ચાલુ થઈ જાય. ધોરણ 12 મા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી માટે, ખાસ કરીને 'A' ગ્રુપના વિદ્યાર્થી માટે જેવી બોર્ડની પરીક્ષા પૂરી થાય એટલે GUJCET ની પરીક્ષા ચાલુ થઈ જાય. GUJCET ની પરીક્ષા પતે પછી સેકન્ડ રાઉન્ડ JEE Mains લેવાય. આ સમય દરમિયાન બાળકને 12મા ધોરણના શૈક્ષણિક કેલેન્ડરમાં, 12મા ધોરણના વિદ્યાર્થી જે વિજ્ઞાન પ્રવાહ 'A' ગ્રુપમાં હોય ખાસ કરીને, એને 110 દિવસ જ મળે છે.હવે એની સામે અમારે 40 દિવસની ઘટ પડે છે મિનિમમ. જેથી શિક્ષણ મંત્રીને વિનંતી છે કે બાળકો આપણા ગુજરાત રાજ્યના બાળકોને જો સ્કૂલમાં પ્રોપર દિવસો નહીં મળે તો અભ્યાસક્રમ અમારે એક લેવલથી વધારે સ્પીડમાં ચલાવવો પડે. બાળકો 'A' ગ્રુપમાં હોય તો એને ખાસ કરીને GUJCET પણ દેવાની હોય. તેને JEE પણ દેવાની હોય. JEE માં Mains માં બે રાઉન્ડ આવે, Advanced નો રાઉન્ડ આવે જો Mains માં ક્વોલિફાય થાય તો એના માટે જે તૈયારી કરાવવી પડે એમાં અમને આ સમય ઓછો પડે છે. વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા સાથે નેશનલ લેવલની JEE માં સારા માર્ક્સે પાસ થવું હોય ટોપ 100 માં આવવું હોય, IITs કે NITs માં જવું હોય તો આ સમય આપણને 11-12 ધોરણના દિવસો ઓછા પડે છે.એટલે આના માટે અમારે એવું માનવું છે કે જો સરકાર આપણને કોઈ આમાં મદદરૂપ થાય, એમની થિંક ટેન્ક કે એના કોઈ પણ વિષય શિક્ષક હોય કે શિક્ષણ ખાતામાંથી કોઈ પણ તજજ્ઞ હોય, એના પાસે એક વાર રિવાઈવ કરાવે અને દિવાળી તેમજ ઉનાળા વેકેશનના દિવસો થોડા કાપી દેવામાં આવે તો અમને આ બહુ સારો સહકાર મળશે. પ્રીમિયર સ્કૂલના સંચાલક મનન જોશીએ શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અપાતુ શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર 2026 - 2027 મુજબ ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહ વિદ્યાર્થીઓને 330 દિવસો 2 વર્ષમાં અભ્યાસ માટે મળે છે. જેની સામે 385 દિવસની જરૂરીયાત હોવાથી બાળકોને રાષ્ટ્રીય કક્ષાની પરિક્ષાઓ જેમ કે JEE (MAIN), JEE (ADV) અને NEET ની તૈયારી માં સમય ઓછો મળે છે. આપણા રાજયનાં બાળકોના રીઝલ્ટને જો રાષ્ટ્રીય કક્ષાએ લઈ જવું હોય તો ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહ માટે શૈક્ષણિક કેલેન્ડરમાં દિવાળી અને ઉનાળુ વેકેશન ના દીવસો માં થોડો ઘટાડો કરવો પડે તેમ છે. આ સાથે આપને વિનંતી છે કે અમારા આ પ્રશ્નોમાં આપ અમને મદદરૂપ થાઓ. જેથી કરીને ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહ વિદ્યાર્થીઓને બિજા રાજયોની જેમ રાષ્ટ્રીય કક્ષાએ સફળ થવાની સમાન તક મળે અને સાથે સાથે બાળકો અને તેમના વાલીઓને પ્રાઈવેટ કોચીંગ, ડમી સ્કુલ અને ઓનલાઈન કલાસીસમાથી મુક્તિ મળે અને સંપૂર્ણ તૈયારી શાળામા જ થઈ શકે. આનાથી વાલીઓ ઉપર આવતો આર્થિક બોજો ઘટે અને સમય પણ બચી શકે.
    Click here to Read More
    Previous Article
    પતિ બરોબર જમવાનું ન આપતા પત્નીનું 20 કિલો વજન ઘટ્યું:દહેજમાં 35 તોલા સોનું લીધા બાદ 32 લાખ બીજા લીધા, છતાં પરિણીતાને સતત ત્રાસ આપતા
    Next Article
    Akhilesh Yadav, Arvind Kejriwal, Sanjay Singh ने Bankipur में BJP की हार पर कही बड़ी बात | PK Wins

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment