Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્લોબલ પેટન્ટ રેન્કિંગમાં જિયો ટૉપ-20માં પહોંચી:સિદ્ધિ હાસલ કરનારી એકમાત્ર ભારતીય ટેક કંપની બની; 320 સ્થાનની છલાંગ લગાવી

    10 hours ago

    જિયો પ્લેટફોર્મ્સે ગ્લોબલ પેટન્ટ રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન એટલે કે WIPOની તાજેતરની પેટન્ટ કોઓપરેશન ટ્રીટી એટલે કે PCT રેન્કિંગમાં જિયો પ્લેટફોર્મ્સ ગ્લોબલ ટોપ-20માં પહોંચી ગયું છે. કંપની 2025ની યાદીમાં 320 સ્થાન ઉપર ચઢીને 20મા સ્થાને પહોંચી છે. જિયો પ્લેટફોર્મ્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું ટેકનોલોજી યુનિટ છે. નવી રેન્કિંગ સાથે જિયો ગ્લોબલ ટોપ-20માં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય ટેક ઇનોવેટર બની ગયું છે. કંપની હવે 'હ્યુઆવેઇ', 'સેમસંગ', 'ક્વોલકોમ', 'એલજી', 'પેનાસોનિક', 'નોકિયા', 'ગૂગલ', 'એપલ' અને 'માઇક્રોસોફ્ટ' જેવી મોટી ગ્લોબલ ટેક કંપનીઓના સમૂહમાં સામેલ થઈ ગઈ છે. જિયોની પેટન્ટ ફાઇલિંગ આગામી પેઢીની ડિજિટલ ટેકનોલોજી પર ફોકસ જિયોની પેટન્ટ ફાઇલિંગ આગળની પેઢીની ડિજિટલ ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આમાં 5G, 5G એડવાન્સ્ડ, 6G, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, AI-નેટિવ નેટવર્ક, ક્લાઉડ-નેટિવ પ્લેટફોર્મ, ઇન્ટેલિજન્ટ ઓટોમેશન, રેડિયો એક્સેસ, કોર નેટવર્ક સોફ્ટવેર, એજ ઇન્ટેલિજન્સ, ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ, નેટવર્ક સ્લાઇસિંગ અને ડિજિટલ સર્વિસિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આકાશ અંબાણીએ કહ્યું- 'અમારી વર્ષોની મહેનતને દર્શાવે છે' આ સિદ્ધિ પર જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, 'WIPO PCT રેન્કિંગમાં જિયો પ્લેટફોર્મ્સનું ગ્લોબલ ટોપ-20માં આવવું અમારી ડીપ-ટેક કંપની બનવાની દિશામાં ઘણા વર્ષોની મહેનત દર્શાવે છે. આ જિયોમાં ઘણી અદ્યતન ટેક્નોલોજી પર થઈ રહેલા શાનદાર ઇનોવેશનનો પુરાવો છે, જે આવનારા વર્ષોમાં વધુ વધશે.' 'આ સિદ્ધિ વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના વિઝનને સમર્પિત' આકાશ અંબાણીએ વધુમાં જણાવ્યું હતું કે, તે આ સિદ્ધિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને સમર્પિત કરે છે. તેમના મતે, આ વિઝન ભારતને વિશ્વ માટે ટેકનોલોજીનો નિર્માતા, માલિક અને નિકાસકાર બનાવવાની દિશામાં આગળ ધપાવે છે. તેમણે કહ્યું કે જિયો ભારતને ગ્લોબલ ડીપ-ટેક પાવરહાઉસ બનાવવાની યાત્રામાં યોગદાન આપીને ગર્વ અનુભવે છે. ખાસ વાત એ છે કે, જિયોની 320 સ્થાનની છલાંગ એવા સમયે આવી છે, જ્યારે વૈશ્વિક સ્તરે PCT ફાઇલિંગની વૃદ્ધિ 1% થી પણ ઓછી રહી છે. WIPO ની આ રેન્કિંગ જિયો પ્લેટફોર્મ્સની RD ક્ષમતા અને તેના બૌદ્ધિક સંપદા પોર્ટફોલિયોની મજબૂતીને વૈશ્વિક સ્તરે માન્યતા આપે છે. 31 માર્ચ 2026 સુધીમાં જિયો પ્લેટફોર્મ્સે કુલ 6,817 પેટન્ટ ફાઇલ કર્યા 31 માર્ચ 2026 સુધીમાં જિયો પ્લેટફોર્મ્સે કુલ 6,817 પેટન્ટ ફાઇલ કર્યા છે. આમાંથી 2,393 પેટન્ટ ભારતમાં અને 4,424 પેટન્ટ વિદેશી બજારોમાં ફાઇલ કરવામાં આવ્યા છે. કંપનીના 1,009 પેટન્ટ અત્યાર સુધી વૈશ્વિક સ્તરે મંજૂર થઈ ચૂક્યા છે, જેમાં 538 ભારતમાં અને 471 આંતરરાષ્ટ્રીય બજારોમાં મળ્યા છે. જિયોએ કહ્યું છે કે, તેનું ઇનોવેશન એવી ટેકનોલોજી અને પ્લેટફોર્મ પર આધારિત છે, જેને કંપનીએ મોટા પાયે વિકસાવ્યા અને કોમર્શિયલાઇઝ કર્યા છે. કંપની 5G/6G રેડિયો, 5G/6G કોર, સેટેલાઇટ કમ્યુનિકેશન અને એજન્ટિક-AIની આગામી દિશા- જિયોબ્રેન જેવી ઉભરતી ટેકનોલોજી પર પણ કામ કરી રહી છે. આ સિદ્ધિ ભારતના ટેકનોલોજી સેક્ટરમાં એક મોટા બદલાવનો સંકેત જિયોની આ સિદ્ધિ ભારતના ટેકનોલોજી સેક્ટરમાં એક મોટા બદલાવનો સંકેત આપે છે. આ બદલાવ ફક્ત મોટા પાયે ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી આગળ વધીને ભારતમાં મૂળ ટેકનોલોજી તૈયાર કરવા અને તેને દુનિયા સુધી લઈ જવાની દિશામાં છે.
    Click here to Read More
    Previous Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- શેરબજારમાં સોમવારે તેજી રહી:શેરબજારમાં ઉછાળે સાવચેતીનો માહોલ, મામ મુખ્ય સેક્ટરોમાં મજબૂતી જોવા મળી
    Next Article
    આદિત્ય બની વિધવાઓને ફસાવતા કરીમના મોબાઈલમાંથી 100 મહિલાનો ડેટા મળ્યો:મેટ્રિમોનિયલ સાઈટ પરથી સંપર્ક કરતો, આરોપી પાછળ મોટું સંગઠન હોવાની આશંકા

    Related Utility Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment