Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    20ની ઉંમરે ચોરી કરી ભાગી ગયેલો નોકર 31 વર્ષે પકડાયો:માલિકે પગાર ન આપતાં કરી હતી ચોરી, ઓળખ છુપાવી લગ્ન પણ કરી લીધા, હવે 51 વર્ષની ઉંમરે રાંદેર પોલીસના સકંજામાં

    12 hours ago

    સુરત શહેર પોલીસ દ્વારા ગુનેગારોને પકડી પાડવા માટે શરૂ કરાયેલા ખાસ ઓપરેશન કારાવાસ અંતર્ગત રાંદેર પોલીસ સ્ટેશનની ટીમને સફળતા મળી છે. વર્ષ 1995માં રાંદેર વિસ્તારમાં થયેલી એક નોકર ચોરીના ગુનામાં છેલ્લા 31 વર્ષથી પોલીસને થાપ આપી નાસતો-ફરતો સી.આર.પી.સી. કલમ-70 મુજબનો વોન્ટેડ આરોપી આખરે ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપાઈ ગયો છે. ચોરીની આ ઘટના પાછળનું મુખ્ય કારણ એ હતું કે, તત્કાલીન સમયે માલિક દ્વારા નોકરને સમયસર પગાર આપવામાં આવતો નહોતો, જેના કારણે આર્થિક ભીંસ અને ગુસ્સામાં આવીને માત્ર 20 વર્ષની નાની ઉંમરે તેણે ચોરીનો ગુનો આચર્યો હતો. આજે જ્યારે તે પોલીસના સકંજામાં આવ્યો ત્યારે તેની ઉંમર 51 વર્ષ થઈ ચૂકી છે એટલે કે તેની જિંદગીના અમૂલ્ય 31 વર્ષ પોલીસ અને કાયદાથી ભાગવામાં જ વીતી ગયા છે. આરોપી પોતાની અસલ ઓળખ છુપાવીને ઉતરપ્રદેશમાં વસ્યો હતો સુરત શહેરના રાંદેર પોલીસ સ્ટેશનની નાસતા ફરતા સ્કોડના એ.એસ.આઈ. કિરીટસિંહ રામસંગભાઈ અને તેમની ટીમને ચોક્કસ અને ખાનગી રાહે એક મહત્વની બાતમી મળી હતી. આ બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે, વર્ષ 1995માં રાંદેર પોલીસ મથકમાં નોંધાયેલા નોકર ચોરીના ગુનાનો મુખ્ય આરોપી શ્રીચંદ રામદયાલ શાહુ, જે મૂળ ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લાના જમાલપુર ગામનો વતની છે, તે હાલમાં પોતાના વતનમાં હાજર છે. તે ત્યાં પોતાની અસલી ઓળખ છુપાવીને અલગ-અલગ જગ્યાએ છૂટક પ્લમ્બર તરીકેનું કામકાજ કરી રહ્યો છે અને ત્યાં જ સ્થાયી થયો છે. આ ચોક્કસ માહિતી મળતા જ સુરત પોલીસની એક વિશેષ ટીમ તાત્કાલિક ઉત્તરપ્રદેશ જવા રવાના થઈ હતી. સુરત પોલીસે સ્થાનિક પોલીસની મદદથી આરોપીને ઝડપી પાડ્યો ઉત્તરપ્રદેશ પહોંચેલી રાંદેર પોલીસની ટીમે સ્થાનિક કોતવાલી દેહાત પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો અને સ્થાનિક પોલીસની મદદ મેળવીને બાતમીવાળા સ્થળે એટલે કે જમાલપુર ગામમાં વોચ ગોઠવી હતી. પોલીસે અત્યંત સાવધાનીપૂર્વક દરોડો પાડીને આરોપી શ્રીચંદ રામદયાલ શાહુને તેના ઘરેથી જ આબાદ ઝડપી પાડ્યો હતો. નામદાર કોર્ટ દ્વારા આ આરોપી વિરુદ્ધ સી.આર.પી.સી. કલમ-70 મુજબનું પકડવાનું વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. આરોપી લાંબા સમયથી નાસતો-ફરતો હોવાથી પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ શરૂ કરી હતી, જેમાં તેણે પોતાના ગુનાની કબૂલાત કરી હતી.વર્ષ 1995 માં રાંદેર દીપમાલા કોમ્પ્લેક્સ, આનંદવિલા એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 1102માંથી સોનાની સાંકળ (કિંમત રૂ. 10,000), સોનાની બુટ્ટી (કિંમત રૂ. 5,000) અને રોકડા રૂ. 10,000 મળી કુલ રૂ. 25,000 ની મત્તાની ચોરી થઈ હતી. માલિકે સમયસર પગાર ન આપતા ચોરી કરીને ફરાર થઈ ગયો હતો પોલીસની આકરી પૂછપરછ દરમિયાન આરોપી શ્રીચંદ શાહુએ જણાવ્યું કે, વર્ષ 1995 માં તે સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા દીપમાલા કોમ્પ્લેક્સ, આનંદવિલા એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર-1102માં ઘરના નોકર તરીકે કામ કરતો હતો. તે સમયે તેનો માલિક તેને નિયમિત કે સમયસર પગાર આપતો ન હોવાથી તે ખૂબ જ પરેશાન હતો. એક દિવસ ઘર ખુલ્લું જોઈને તેણે બેડરૂમના કબાટનો નકુચો તોડી નાખ્યો હતો અને અંદર રાખેલી રૂપિયા 10,000 ની કિંમતની સોનાની સાંકળ, રૂપિયા 5,000 ની કિંમતની સોનાની બે બુટ્ટીઓ તથા રૂપિયા 10,000 રોકડા મળી કુલ રૂપિયા 25,000 ની મત્તા ચોરી કરીને સુરતથી રાતોરાત ફરાર થઈ ગયો હતો. 31 વર્ષની અંદર આરોપીએ લગ્ન કરીને ઘર પણ વસાવી લીધુ હતું સુરતથી ભાગી ગયા પછી આરોપી સીધો પોતાના વતન ઉત્તરપ્રદેશ પહોંચી ગયો હતો. પોલીસ તેના સુધી ન પહોંચી શકે તે માટે તેણે થોડા સમય સુધી સુરતના પાંડેસરા ગણેશનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પણ આશરો લીધો હોવાનું સામે આવ્યું છે. 31 વર્ષના લાંબા ગાળા દરમિયાન આરોપીએ પોતાના વતનમાં લગ્ન પણ કરી લીધા હતા અને પોતાનો નવો સંસાર વસાવી લીધો હતો. તે પ્લમ્બરનું કામ કરીને સામાન્ય નાગરિકની જેમ જીવન જીવતો હતો અને તેને એમ હતું કે હવે 3 દાયકા પછી પોલીસ તેને ક્યારેય શોધી શકશે નહીં પરંતુ, કાયદાના હાથ લાંબા હોય છે તે વાત અહીં સાબિત થઈ છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરા મનપાના 136 કર્મચારીઓને યુનિફોર્મ અપાયા:વર્ગ 1થી 4ના તમામ કર્મચારીઓ માટે યુનિફોર્મ ફરજિયાત, અલગ ઓળખ છતી કરવા ડ્રેસ કોડ
    Next Article
    રાધનપુરમાં બંધ મકાનમાંથી ₹1.90 લાખની ચોરી:લોકડાયરામાં ગયેલા પરિવારના ઘરમાંથી સોના-ચાંદી, રોકડની ઉઠાંતરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment