Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગા ભાણેજે છેતરપિંડી આચરી:મહિલા પાસેથી 20 લાખના 31 તોલા સોનાના ઘરેણા લઈ પરત ન આપ્યા

    20 hours ago

    શહેરના ગોંડલ રોડ ઉપર નહેરુનગર શેરી નંબર - 8 માં મોહન તારી માયા મકાનમાં રહેતા મનીષાબેન રામભાઇ રાઠોડે બનેવી અમિત ડાંગર, ભાણેજ પ્રિયંક અને ભાણેજ વહુ નીતાબેન સામે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ભાણેજે અલગ અલગ સમયે સોનાની બુંટી એક જોડ જે આશરે એક તોલાની, સોનાની માળા બુંટી સાથેનો સેટ જે આશરે ચાર તોલાની, સોનાનું નાનુ મંગળસુત્ર આશરે એક તોલાનું, હાથમાં પહેરવાની કડલી એક જોડ આશરે બે તોલાની, હાથમાં પહેરવાના પાટલા જે એક પાટલો આશરે પાંચ તોલાનો મળી કુલ દશ તોલાનો એ રીતેના કુલ 18 તોલાના સોનાના ઘરેણા લઇ જઈ અને ઘરેણા સામે અરજદારને આપેલ રોકડા કુલ રૂ.2.50 લાખમાંથી કુલ રૂ.2 લાખ પણ લઇ ગયા હતા. આ ઉપરાંત ભાણેજ વહુ નીતાબેન અને બનેવી અમિતભાઈએ સોનાના ઘરેણા જેમા સોનાનુ પઠીયાર (મોટું મંગલસુત્ર) આશરે 14 તોલાનું તથા 2 સોનાનુ મોટુ મંગલસુત્ર આશરે છ તોલાનુ એમ કુલ 20 તોલાના સોનાના ઘરેણા લઇ જઇ તેની સામે ફક્ત સોનાનું એક મંગળસુત્ર આશરે એક તોલાનું, કડલી એક જોડ આશરે બે તોલાની અને સોનાની માળા આશરે ચાર તોલાની એમ કુલ 7 તોલાના સોનાના ઘરેણા બનાવી આપ્યા હતા. જ્યારે બાકીના 13 તોલા સોનાના ઘરેણા પરત આપ્યા ન હતા. રૂ.20 લાખની કિંમતના 31 તોલાના સોનાના ઘરેણા પરત નહીં આપી છેતરપિંડી કરી હતી. જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સગીરાનું અપહરણ કરી જતો શખ્સ મહારાષ્ટ્રથી ઝડપાયો રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં 17 વર્ષની સગીરાનું એક અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયો હોવાની FIR નોંધાઈ હતી. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા માલવિયાનગર પોલીસ મથક સાથે સંકલનમાં રહી તપાસ કરતા સગીરા મહારાષ્ટ્રના પુના ખાતે હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસની ટીમ મહારાષ્ટ્ર પહોંચી હતી અને પુના ખાતેથી ઝડપી પાડી સગીરાને મુક્ત કરાવવામાં આવી હતી. પાણી ભરવા બાબતે મહિલાને જાનથી મારી નાખવાની ધમકી શહેરના કાળીપાટ ગામે રહેતા વર્ષાબેન લુણાશીયાએ જેન્તીભાઈ લુણાશીયા, પ્રકાશભાઇ જેન્તીભાઈ લુણાશીયા અને રેખાબેન પ્રકાશભાઇ લુણાશીયા સામે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યુ હતુ કે,26 જૂનના પોતે પોતાના ઘરે હતા ત્યારે આરોપીઓએ ઘરના પાણીના બોર માથી પાણી ભરવા બાબતે જેમફાવે તેમ ભૂંડી ગાળો આપી હતી અને બોલાચાલી તેમજ ઝઘડો કરી કર્યો હતો અને પ્રકાશે ફરીયાદીને જાનથી પતાવી દેવાની ધમકી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    Behind ongoing heatwave in the US, a combination of heat dome and climate change
    Next Article
    ગીર અને એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે પર્યાવરણવિદોનું મહાસંમેલન:ગીરમાં ગેરકાયદેસર રિસોર્ટ, જમીન ફાળવણી અને માઇનિંગ પ્રવૃત્તિઓ સામે ગુજરાતની 70 જેટલી પ્રકૃતિપ્રેમી સંસ્થાઓ એક થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment