Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણી પંચને ભૂમિકા સ્પષ્ટ કરવા શુક્રવાર સુધીની મુદત અપાઈ:20 જિલ્લા પરિષદ, 211 પંચાયત સમિતીની ચૂંટણી ક્યારે? સુપ્રીમ

    18 hours ago

    મહારાષ્ટ્રની 20 જિલ્લા પરિષદ અને 211 પંચાયત સમિતીની વિલંબિત ચૂંટણી લેવા બાબતે સુપ્રીમ કોર્ટે રાજ્ય ચૂંટણી પંચને પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવા શુક્રવાર સુધીનો સમય આપ્યો છે. પ્રકરણની આગામી સુનાવણી શુક્રવારે રાખવામાં આવી છે. સરન્યાયાધીશ જજ સૂર્યકાંત, જજ જોયમલ્લા બાગચી અને જજ વિપુલ એમ. પંચોલીની ત્રણ સભ્યોની ખંડપીઠ સમક્ષ આ સંદર્ભની 50 થી વધારે અરજી પર સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ ગોપાલ શંકર નારાયણને ઓબીસીના રાજકીય આરક્ષણ માટે સમાજના પછાતપણાનો શાસ્ત્રીય અભ્યાસ પૂરો થવો જરૂરી હોવાનું જણાવ્યું. એના પર અરજદાર તરફથી એડવોકેટ દેવદત્ત પાલોદકરે આવો અભ્યાસ પૂરો થાય ત્યાં સુધી ચૂંટણી ઠેલવી યોગ્ય નથી એમ જણાવતા રાજ્ય ચૂંટણી પંચે વહેલાસર ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવી એવી વિનંતી કરી હતી. એડવોકેટ અમોલ કારંડેએ ચૂંટણી લેવી હોય તો 50 ટકાની આરક્ષણ મર્યાદા ઓળંગી શકાશે નહીં એવી દલીલ કરી. વરિષ્ઠ વકીલ ઈંદિરા જયસિંગે પહેલાં મુજબ ઓબીસી આરક્ષણ યથાવત રાખીને ચૂંટણી યોજવાની ભૂમિકા રજૂ કરી. એ પછી સુપ્રીમ કોર્ટે પૂછતા રાજ્ય ચૂંટણી પંચ તરફથી વરિષ્ઠ વકીલ બલવીર સિંહે અત્યારે એસઆઈઆરની પ્રક્રિયા ચાલુ હોવાથી ચૂંટણી યંત્રણાના અધિકારીઓ એમાં વ્યસ્ત છે. ઉપરથી ચોમાસુ અને એ પછી સ્કૂલોની પરીક્ષાઓના લીધે તરત ચૂંટણી લેવી શક્ય નથી. માર્ચ 2027 પછી જ યોજી શકાશે એમ કોર્ટને જણાવ્યું હતું. એનો એડવોકેટ પાલોદકરે વિરોધ કરતા આ પહેલાં પણ આવી જ પરિસ્થિતિમાં સુપ્રીમ કોર્ટે જરૂરી ઉપાયયોજના કરવાનો નિર્દેશ આપ્યા બાદ મહાપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીઓ સમયસર પાર પડી હોવાનું ધ્યાનમાં લાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    BJPના કાર્યકરોએ પ્રમુખને ધક્કે ચડાવ્યા, મેયર હસી પડ્યા:ગાડીનો હપ્તો વસૂલવા MLA પાસે રોડ ઉપર ઉઘરાણી; એક સોફા ઉપર ચાર-ચાર કામગરા મંત્રી!
    Next Article
    'જયેશ રાદડિયાને લાગ્યું હશે હું તેને રાજકારણમાં નડું છું':ખોડલધામના ચેરમેન નરેશ પટેલનો સ્ફોટક ઇન્ટરવ્યૂ, કહ્યું- જેણે આનંદીબેનને હટાવ્યા તેને કુદરત છોડશે નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment