Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના ખેડૂતો માટે બાગાયત યોજનાઓ:આઈ-ખેડૂત 2.0 પોર્ટલ પર 20 થી 26 ઓગસ્ટ સુધી અરજી કરો

    8 hours ago

    પાટણ જિલ્લાના ખેડૂતો માટે બાગાયત વિભાગની વિવિધ સહાય યોજનાઓ હેઠળ ઓનલાઈન અરજી કરવાની તક ઉપલબ્ધ છે. ખેડૂતો 20 થી 26 ઓગસ્ટ, 2026 દરમિયાન આઈ-ખેડૂત પોર્ટલ 2.0 પર અરજી કરી શકશે. અરજી કરતા પહેલા, ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ 2.0 પર નોંધણી કરાવવી અને આધાર ઓથેન્ટિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત છે. આ પ્રક્રિયા વિના અરજી માન્ય ગણાશે નહીં. અરજી માટે જરૂરી દસ્તાવેજોમાં મોબાઈલ નંબર, અદ્યતન 7/12 અને 8-અની નકલ, આધાર કાર્ડની નકલ, બેન્ક ખાતાની પાસબુક અથવા કેન્સલ ચેકનો સમાવેશ થાય છે. અનુસૂચિત જાતિ કે જનજાતિના ખેડૂતોએ જાતિનું પ્રમાણપત્ર પણ રજૂ કરવું પડશે. આ યોજના હેઠળ સરગવાની ખેતી, આંબા અને જામફળના ફળપાકની ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમ તથા ટીસ્યુકલ્ચર ખારેકની ખેતી જેવા ઘટકો માટે સહાય ઉપલબ્ધ છે. અનુસૂચિત જાતિના ખેડૂતો ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા અને પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ હેઠળ વજનકાંટા તથા પ્લાસ્ટિક ક્રેટ્સ માટે પણ અરજી કરી શકશે. ખેડૂતોએ પોર્ટલ પર ઓનલાઈન અરજી ભર્યા બાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. અરજી કન્ફર્મ કર્યા પછી તેની પ્રિન્ટ પોતાની પાસે રાખવી અનિવાર્ય છે. અરજી મંજૂર થયા બાદ જ માન્ય થયેલ ઇનપુટ, સાધન કે સામગ્રીની ખરીદી કરવાની રહેશે. ખરીદી પૂર્ણ થયા પછી, ઓનલાઈન અરજી, સંમતિપત્રક, ખરીદીના બીલો અને સાધનિક દસ્તાવેજો અપલોડ કરીને નિયત સમયમાં ઓનલાઈન ક્લેમ સબમિટ કરવાનો રહેશે. ખેડૂતોએ તમામ અસલ દસ્તાવેજો સાચવી રાખવા પડશે.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્ર યુનિ.માં બી.કોમ.સેમ.2 માં 50% વિદ્યાર્થીઓ નાપાસ થતા ઊહાપોહ:17 હજાર છાત્રોનું સાડા ત્રણ મહિને છબરડાંવાળું પરિણામ જાહેર, નવેસરથી રિઝલ્ટ જાહેર નહીં થાય તો ભૂખ હડતાલની ચિમકી
    Next Article
    અમદાવાદ સિવિલ હોસ્પિટલનું સિક્યુરિટી ટેન્ડર વિવાદમાં:ટર્નઓવર ₹13 કરોડથી વધારી ₹69.82 કરોડ કરાતાં ચોક્કસ એજન્સીને લાભ કરાવવાના આક્ષેપ, સુપ્રિટેન્ડન્ટે ખરીદ નીતિ મુજબ ગણાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment