Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચરસની હેરાફેરીના કેસમાં એક આરોપીને 20 વર્ષની સજા:પાલનપુરની એડિશનલ સેશન્સ કોર્ટે રૂ. 2 લાખનો દંડ પણ ફટકાર્યો; અન્ય એક આરોપી હાલ ફરાર

    12 hours ago

    પાલનપુરની એડિશનલ સેશન્સ કોર્ટે ચરસની હેરાફેરીના એક કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે એક આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને રૂ. 2 લાખનો દંડ ફટકાર્યો છે. આ કેસનો અન્ય એક આરોપી હાલ ફરાર જાહેર કરાયો છે. આ ઘટના 13 ઓક્ટોબર, 2022ના રોજ બની હતી. અમદાવાદ એટીએસને બાતમી મળી હતી કે પંજાબના લુધિયાણાથી ફહીમ અજીમ બેગ અને સમીર અહેમદ શેખ ચરસનો મોટો જથ્થો લઈને મુંબઈ જઈ રહ્યા છે. તેઓ આબુરોડ થઈને પાલનપુર તરફ આવી રહ્યા હોવાની ચોક્કસ માહિતી હતી. આ બાતમીના આધારે, અમદાવાદ એટીએસની ટીમે પાલનપુર ટોલનાકા પાસે છટકું ગોઠવ્યું હતું. બાતમીવાળી મારુતિ વેગનઆર કાર આવતા તેને રોકવામાં આવી હતી અને તેની તલાશી લેવાઈ હતી. તલાશી દરમિયાન, કારમાંથી ફહીમ અજીમ બેગ અને સમીર અહેમદ શેખના કબજામાંથી 16 કિલો 760 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થાની બજાર કિંમત આશરે રૂ. 1 કરોડ 51 લાખ 800 અંદાજવામાં આવી હતી. પુરાવા એકત્રિત કર્યા બાદ બંને આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કેસની સુનાવણી પાલનપુરની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી હતી. એડિશનલ સેશન્સ જજ ડી.એસ. ત્રિવેદીએ NDPS એક્ટ હેઠળ આરોપી સમીર અહેમદ શેખને 20 વર્ષની સખત કેદ અને રૂ. 2 લાખના દંડની સજા ફટકારી હતી. આ કેસનો અન્ય આરોપી ફહીમ અજીમ બેગ ટ્રાયલ દરમિયાન વચગાળાના જામીન લઈને ફરાર થઈ ગયો હતો. કોર્ટે તેને નાસતો ફરતો જાહેર કર્યો છે અને તેની સામે વોરંટનો હુકમ પણ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભારે વરસાદે વરાછામાં મહાકાય વૃક્ષ ધરાશાયી:મિનીબજારમાં ચાલુ બાઈક પર ઝાડ પડતાં 2 લોકોના કમકમાટીભર્યા મોત, 3 ઈજાગ્રસ્ત
    Next Article
    સુરતના કામરેજમાં 16 અને પલસાણામાં 14 ઈંચ વરસાદ:શહેરના રસ્તાઓ પર વાહનોના બદલે બોટ ચલાવવી પડી, આવતીકાલે શહેર-જિલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment