Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેર બજારમાં રોકાણના નામે આર્કિટેક સાથે ઠગાઈ:20 દિવસમાં 19 ટ્રાન્જેક્શન કરાવી વધુ નફો આપવાની લાલચ આપી 1.25 કરોડ પડાવ્યા, યુવકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી

    2 days ago

    શેરબજારમાં રોકાણના નામે રોજ અનેક લોકો સાથે લાખોની ઠગાઈ થાય છે. ત્યારે અમદાવાદના આર્કિટેક યુવક સાથે રોકાણના નામે 1.25 કરોડની ઠગાઈ છે. યુવકને શેર બજારમાં રોકાણ કરી વધુ નફો અપાવવાની લાલચ આપી 20 દિવસમાં 19 બેંક ટ્રાન્ઝેક્શન દ્વારા 1.25 કરોડથી વધુ રકમ પડાવી છે. જે મામલે યુવકે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. ઈન્સ્ટાગ્રામ પર ઇન્વેસ્ટમેન્ટની જાહેરાત જોઈ ગ્રુપમાં એડ થયો સરખેજમાં રહેતો 38 વર્ષીય યુવક આર્કિટેક તરીકે બિલ્ડીંગ ડિઝાઇનિંગનું કામ કરે છે. યુવક નિયમિત શેર બજાર માર્કેટમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. 5 ફેબ્રુઆરીના રોજ યુવકે ઈન્સ્ટાગ્રામ પર ઇન્વેસ્ટમેન્ટ બાબતની જાહેરાત જોઈ હતી. જેમાં ઓછા સમયમાં સારા વળતરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. યુવકે ઇન્કવાયરી કરીને સંપર્ક કર્યો ત્યારે અજાણી મહિલાએ યુવક સાથે વાતચીત કરી હતી અને ગ્રુપમાં એડ કર્યો હતો. આ ગ્રુપમાં અન્ય લોકો પણ એડ હતા જેમણે માર્કેટમાં ઇન્વેસ્ટ કરતાં મળેલા પ્રોફિટના ફોટો અને વીડિયો ગ્રુપમાં શેર કર્યા હતા, જેથી યુવકને વિશ્વાસ આવ્યો હતો. 1.25 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યા બાદ છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડ્યું યુવકે એડમીન યુવતી સાથે ઇન્વેન્સમેન્ટની વાતચીત કરી હતી. જેથી ગ્રુપ એડમીન યુવતીએ યુવક પાસે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં વિગત ભરાવી હતી. યુવકને આઇપીઓને લગતી ટિપ્સ આપીને ઇન્વેસ્ટ કરવાનું કહ્યું હતું. યુવકે શરૂઆતમાં ઈન્વેસ્ટ કરતાં પ્રોફિટ અને લોસ પણ બતાવતા હતા, જેથી યુવકને વધુ વિશ્વાસ આવતા યુવકે તેના પરિચિત અને સગા સંબંધીઓ પાસેથી પૈસા લઈ 19 ટ્રાન્જેક્શન દ્વારા 1.25 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. જે બાદ યુવકે જ્યારે પૈસા ઉપાડવાનો પ્રયત્ન કર્યો તો પૈસા ઉપડ્યા નહોતા. જેથી યુવકને તેની સાથે છેતરપિંડી થયાની જાણ થઈ હતી. આ અંગે યુવકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    RRU ખાતે બે દિવસીય ડિફેન્સ કોન્ફરન્સ:26 ડિફેન્સ મેન્યુફેક્ચરીંગ કંપનીએ ભાગ લીધો, ઝિમ્બાબ્વે, શ્રીલંકા સહિત 24 દેશના 29 અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં
    Next Article
    5 જજને તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્ત કરાયા:મોરબીના 2, પોરબંદર-1, રાજકોટ-1 અને મોડાસા-1ના જજને રાજ્યપાલ ને હાઈકોર્ટના આદેશથી રિટાયર કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment