Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેલામાં ફોનવાલે શો-રૂમના મેનેજરે રૂ. 20 લાખની ઉચાપત કરી:રૂ. 14 લાખના 16 મોંઘા સ્માર્ટફોન બારોબાર વેચી માર્યા, રૂ. 6 લાખનું બેન્કિંગ શોર્ટ આવ્યું

    7 hours ago

    અમદાવાદના શેલા ગામ સ્થિત 'ફોનવાલે' મોબાઇલ શો-રૂમના સ્ટોર મેનેજરે રૂ. 20.70 લાખની ઉચાપત આચરી હોવાની ઘટના સામે આવી છે. આરોપી મેનેજરે શો-રૂમમાંથી સેમસંગ અને ઓપો કંપનીના રૂ. 14.49 લાખની કિંમતના 16 મોંઘા સ્માર્ટફોન બારોબાર વેચી માર્યા હતા અને બિલના નાણાં જમા કરાવાયા નહોતા. આ ઉપરાંત રૂ. 6.20 લાખનું બેન્કિંગ શોર્ટ પણ સામે આવ્યું હતું. આ અંગે શો-રૂમના માલિકની ફરિયાદના આધારે બોપલ પોલીસે મેનેજર સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બેન્કિંગ ઓડિટ દરમિયાન રૂ. 6.20 લાખનું શોર્ટ મળ્યું મેમનગરના રહેવાસી મનીષભાઈ ગહેલોતે શેલાના કવીશા અટ્રીયા ખાતે ફોનવાલેની ફ્રેન્ચાઈઝી શરૂ કરી હતી, જેમાં સ્ટોર મેનેજર તરીકે શેલાના જય દિનેશભાઈ જોષીને રાખવામાં આવ્યો હતો. સ્ટોરના ખરીદ-વેચાણની તમામ જવાબદારી જય પાસે હતી. હેડ ઓફિસથી ઓડિટ દરમિયાન સ્ટોરના મોબાઈલ ફોનના બાકી બિલના રૂ. 6.20 લાખ જમા ન થયા હોવાનું સામે આવતાં માલિકે પૂછપરછ કરી હતી. આરોપી મેનેજરે બે દિવસમાં રકમ જમા કરાવી દેવાની ખાતરી આપી હતી. તપાસમાં 16 મોંઘા સ્માર્ટફોન ગાયબ હોવાનું ખુલ્યું નિયત સમયમાં નાણાં જમા ન થતાં હેડ ઓફિસના અધિકારીએ શેલા સ્થિત સ્ટોર પર રૂબરૂ આવીને સ્ટોકની તપાસ કરી હતી. તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે, રોકડ રકમ ન આપવા ઉપરાંત આરોપી મેનેજરે સેમસંગ ગેલેક્સી S26 અને ઓપો રેનો 16 સીરીઝના રૂ. 14.49 લાખની કિંમતના 16 મોંઘા સ્માર્ટફોન પણ બારોબાર વેચી મારીને રકમ પોતાની પાસે રાખી લીધી હતી. બોપલ પોલીસ મથકે મેનેજર સામે ગુનો નોંધાયો આમ, મેનેજર જય જોષીએ કુલ રૂ. 20.70 લાખની વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાનું સપાટી પર આવ્યું હતું. આ સમગ્ર મામલે શો-રૂમ માલિક મનીષભાઈ ગહેલોતે બોપલ પોલીસ સ્ટેશનમાં આરોપી જય દિનેશભાઈ જોષી સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    યુવતીએ બાળકને ખાટલામાંથી ઉઠાવ્યો, CCTV:એજન્ટ સાથે 10 લાખમાં સોદ્દો, 1 મહિનાના બોયનો ટાર્ગેટ રાખતા; બાળ તસ્કરી રેકેટમાં અમદાવાદી યુવતી-સગીર સહિત 4 ઝડપાયા
    Next Article
    નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીના મંડાણ:ભાજપે મેન્ડેડ આપ્યા, 12 ઉમેદવારે ફોર્મ ભર્યા; 21 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment