Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીના મંડાણ:ભાજપે મેન્ડેડ આપ્યા, 12 ઉમેદવારે ફોર્મ ભર્યા; 21 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે

    7 hours ago

    વડોદરા મનપા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભાસદોની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા વહીવટી પ્રક્રિયા ઝડપી બનાવી દેવામાં આવી છે. ગુજરાત પ્રાઇમરી એજ્યુકેશન એક્ટની કલમ-4 અને તે હેઠળના નિયમો અન્વયે યોજાઈ રહેલી આ ચૂંટણી માટે દાવેદારો પાસેથી ઉમેદવારી પત્રો સ્વીકારવાની કામગીરી સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે. નિર્ધારિત ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત દાવેદારો દ્વારા ઉત્સાહપૂર્વક ઉમેદવારી ફોર્મ ઉપાડવામાં અને જમા કરાવવામાં આવ્યા હતા. શાંતિમય માહોલમાં ચૂંટણી યોજવા તંત્ર સજ્જ પ્રથમ તબક્કાની આ પ્રક્રિયા દરમિયાન અત્યાર સુધીમાં કુલ 12 જેટલા ઉમેદવારી પત્રો સત્તાવાર રીતે જમા થયા છે. સમગ્ર ચૂંટણી આયોજન અને વહીવટી તૈયારીઓ અંગે માહિતી આપતાં વડોદરા મનપાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને ચૂંટણી અધિકારી વી. એન. રાજપૂતે જણાવ્યું કે, શિક્ષણ સમિતિની ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે તંત્ર દ્વારા તમામ કાનૂની અને વહીવટી પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. ભાજપે 12 ઉમેદવારોને મેન્ડેડ આપ્યા શિક્ષણ સમિતિના સભાસદોની આ ચૂંટણી જાહેર થતાં જ વડોદરાના રાજકીય ક્ષેત્રે ભારે ગરમાવો આવી ગયો છે. પ્રાથમિક શિક્ષણનું સંચાલન કરતી આ મહત્વપૂર્ણ સમિતિમાં સ્થાન મેળવવા માટે દાવેદારોમાં મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવનારા દિવસોમાં ચકાસણી અને ફોર્મ ખેંચવાની મુદત બાદ ચૂંટણીનું ચિત્ર વધુ સ્પષ્ટ બનશે. કોને ઉમેદવારી નોંધાવી? સરકાર નિયુક્ત ત્રણ સભ્ય એક જ વોર્ડમાંથી ચાર સભ્યોને મેન્ડેડ વડોદરા મનપા અંતર્ગત આવતા વોર્ડ 12માંથી ચાર ઉમેદવારોને મેન્ડેડ આપવામાં આવ્યું છે. એક જ વોર્ડમાંથી ચાર ઉમેદવારો આવતા પાલિકામાં ચર્ચાનો વિષય બન્યો હતો. જો કે એવી પણ ચર્ચા છે કે જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે તેમાં મોટાભાગના ઉમેદવારો પૂર્વ શહેર પ્રમુખ, પૂર્વ મેયર તેમજ કેટલાક ધારાસભ્યોના માનીતા છે. ત્યારે પોતાના રાજકીય આકારોના જોરે મહત્વના હોદ્દા મેળવવા માટે ઉમેદવારોએ ચૂંટણી જાહેર થયા બાદ તુરત જ એડી ચોટીનું જોર લગાવવા માંડ્યું હતું અને તે કેટલાક અંશે ફળ્યું પણ છે. 21 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે આગામી 21 ઓક્ટોબરના રોજ શિક્ષણ સમિતિની ચૂંટણી યોજવામાં આવશે. આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી. જે બાદ 13 ઓક્ટોબરે ફોર્મની ચકાસણી કરવામાં આવશે. અને ત્યાર બાદ 21 ઓક્ટોબરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મહાનગરપાલિકાની કચેરી ખાતે ચૂંટાયેલા કોર્પોરેટર મતદાન પ્રક્રિયામાં ભાગ લેશે. અને તે જ દિવસે સાંજે 3.30 વાગે મતગણતરી કરવામાં આવશે. ત્યાર બાદ સાંજે જ પરિણામ જાહેર કરી દેવામાં આવશે. હાલ તો ઉમેદવારી ભરતા સાથે જ ચેરમેન કોણ બનશે તે માટેના પણ રાજકીય ગણિત શરૂ થઈ ગયા છે.
    Click here to Read More
    Previous Article
    શેલામાં ફોનવાલે શો-રૂમના મેનેજરે રૂ. 20 લાખની ઉચાપત કરી:રૂ. 14 લાખના 16 મોંઘા સ્માર્ટફોન બારોબાર વેચી માર્યા, રૂ. 6 લાખનું બેન્કિંગ શોર્ટ આવ્યું
    Next Article
    વલસાડમાં પ્રાથમિક શાળાના આચાર્યએ આત્મહત્યા કરી:ઓનલાઈન કામગીરીના ભારણથી તણાવમાં હતા, સ્યુસાઇડ નોટ લખી ગળે ફાંસો ખાંધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment