Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીરા પર દુષ્કર્મ કેસ: આરોપીને 20 વર્ષની સખત કેદ:પાટણ પોક્સો કોર્ટનો ચુકાદો, 1.05 લાખનો દંડ અને પીડિતાને 1 લાખ વળતર ચૂકવવા આદેશ

    2 days ago

    સિદ્ધપુર તાલુકાના કાકોશી પંથકના ગામની સગીરાનું અપહરણ કરી અલગ-અલગ સ્થળોએ લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચરવાના કેસમાં પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી અલ્કેશજી સમરાજી ઠાકોરને 20 વર્ષની સખત કેદ અને કુલ રૂ. 1,05,000નો દંડ ફટકાર્યો છે. કોર્ટે દંડની રકમમાંથી રૂ. 1 લાખ ભોગ બનનારને વળતર પેટે આપવાનો આદેશ કર્યો છે તેમજ વધુ વળતર માટે પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભલામણ કરી છે. બનાવની વિગત અનુસાર, 07/12/2023ના રોજ સિદ્ધપુર તાલુકાના એક ગામની કિશોરીને સરસ્વતી તાલુકાના વધાસર ગામના રહેવાસી આરોપી અલ્કેશજી સમરાજી ઠાકોરે ફોન કરીને બોલાવી હતી. ત્યાર બાદ આરોપી તેને ગાડીમાં બેસાડી એક ગામના પાટિયા તરફ લઈ ગયો હતો. ત્યાંથી બંને પાટણ આવ્યા હતા અને ત્યાર બાદ આઈસરમાં અમદાવાદ ગયા હતા. ત્યાંથી ચોટીલા, મહેસાણા, સુરત અને ચીખલી ખાતે 10 દિવસ સુધી રહ્યા હતા. બંને જણા એક તબેલામાં હતા ત્યારે પોલીસે ત્યાં પહોંચી બંનેને ઝડપી પાડી પોલીસ સ્ટેશનમાં રજૂ કર્યા હતા. કિશોરીએ પોલીસ સમક્ષ આરોપીએ તેને આટલા દિવસો સુધી સાથે રાખીને તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસે સમગ્ર મામલે તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસ પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ એમ. એ. શેખ સમક્ષ ચાલવા પર આવ્યો હતો. સુનાવણી દરમિયાન સરકારી વકીલ જીતેન્દ્ર જે. બારોટે દલીલો રજૂ કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળીને આરોપી અલ્કેશજી ઠાકોરને આઈપીસી કલમ 363 હેઠળ 3 વર્ષની સખત કેદ, આઈપીસી કલમ 366 હેઠળ 5 વર્ષની સખત કેદ અને રૂ. 5,000નો દંડ, કલમ 3(અ) અને 4 હેઠળ 10 વર્ષની સખત કેદ અને રૂ. 30,000નો દંડ તેમજ પોક્સો એક્ટની કલમ 5(એલ) સાથે કલમ 6 ના ગુના હેઠળ 20 વર્ષની સખત કેદ અને રૂ. 50,000નો દંડ ફટકાર્યો હતો. ચુકાદો આપતી વખતે કોર્ટે નોંધ્યું હતું કે ભોગ બનનાર સગીરા હતી અને કાયદા મુજબ તે સંમતિ આપવાને લાયક નહોતી તેમજ પોતાનું સારું-નરસું વિચારી શકે તેવી સ્થિતિમાં નહોતી. આરોપી ભોગ બનનારની ઉંમર જાણતો હોવા છતાં તેને અલગ-અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાથી તે દયાને પાત્ર જણાતો નથી, જેના પગલે કોર્ટે આ સજાનો હુકમ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    કામચોરી કરતા કાયમી સફાઈકર્મીઓ સામે કડક કાર્યવાહી:બદલીમાં અન્ય લોકોને કામે મોકલતા કર્મીઓને ડિસમિસ કરાશે, એકને નોટિસ ફટકારાઈ
    Next Article
    જામનગર જિલ્લા અને શહેર સમસ્ત બ્રહ્મસમાજ (સૌરાષ્ટ્ર-કચ્છ) દ્વારા શરદપૂર્ણિમા નિમિત્તે:સમગ્ર બ્રહ્મસમાજ માટે શરદ પુનમ રાસોત્સવનું ભવ્ય આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment