Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2 ઓક્ટોબરે 'નો UPI ડે'નો નિર્ણય પાછો ખેંચાયો:નાણાં મંત્રી સાથે મુલાકાત બાદ વેપારી સંગઠનોનો નિર્ણય, UPI ચાર્જ ટાળવાની માંગ રજૂ કરી

    7 hours ago

    વેપારી સંગઠનોએ 2 ઑક્ટોબરે ‘નો UPI ડે’ મનાવવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. બુધવારે નવી દિલ્હીમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણ સાથેની બેઠક બાદ વેપારી સંગઠનોએ આ વાત જણાવી હતી. વેપારી સંગઠનોએ તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને UPI ચાર્જ ટાળવાની માંગ પણ કરી છે. ₹2000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ 15 ઑક્ટોબરથી લાગુ થવાનો છે. અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા આશરે 20 મોટા વેપારી નેતાઓએ નાણાંમંત્રી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકનું નેતૃત્વ ચાંદની ચોકના સાંસદ અને કન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કર્યું હતું. પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું કે સરકાર તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે કે વેપારી સંગઠનોની માંગણીઓ અને ચિંતાઓ પર વિચાર કરવામાં આવશે. ત્યારબાદ જ આ નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો હતો. વેપારી સંગઠનોની નાણામંત્રી સમક્ષ માંગણીઓ 'નો-UPI-ડે'ના સમાચારોને CAITએ ફેક ગણાવ્યા હતા 4 દિવસ પહેલાં CAITએ 'નો UPI ડે' મનાવવાના મીડિયા અહેવાલોને ખોટા ગણાવ્યા હતા. તેના 2 દિવસ પહેલાં સમાચાર આવ્યા હતા કે દેશભરના વેપારીઓ અને દુકાનદારો 2 ઑક્ટોબરે UPIથી પેમેન્ટ નહીં સ્વીકારે. સરકારના UPI ટ્રાન્ઝેક્શન ચાર્જના વિરોધમાં વેપારી સંગઠનોએ આ દિવસે નો UPI ડે મનાવવાની જાહેરાત કરી છે. આ અંગે મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ કોમર્સ, ઇન્ડસ્ટ્રી એન્ડ એગ્રીકલ્ચર (MACCIA)ના અધ્યક્ષ રવિન્દ્ર મંગવેએ કહ્યું હતું કે આ આંદોલન માત્ર મહારાષ્ટ્ર સુધી સીમિત નહીં રહે, પરંતુ દેશભરના 500થી વધુ અગ્રણી વેપારી સંગઠનો તેમાં ભાગ લેશે. વેપારી સંગઠનોનો UPI ચાર્જના વિરોધમાં શું તર્ક છે UPI MDR ચાર્જના નવા નિયમો અને વેપારીઓ પર અસર મોટા વેપારીઓ પર 0.4% ચાર્જ: મહિનામાં ₹1 લાખથી વધુ કમાણી કરતા વેપારીઓને ₹2,000થી વધુની દરેક પેમેન્ટ સ્વીકારવા પર 0.4% MDR+GST ચૂકવવો પડશે. GST, MDR ચાર્જના 18%ના દરે લાગશે. નાના વેપારીઓને રાહત: જે વેપારીઓની મહિનામાં UPI દ્વારા કુલ કમાણી ₹1 લાખ સુધી છે, તેમના પર કોઈ ચાર્જ લાગશે નહીં, ભલે ટ્રાન્ઝેક્શન ₹2,000થી વધુ હોય. કેટેગરી બદલવાનો નિયમ: જો કોઈ નાનો વેપારી સતત 3 મહિના સુધી ₹1 લાખથી વધુનું UPI કલેક્શન મેળવે છે, તો બેંક તેને આપમેળે મોટા વેપારીઓની કેટેગરીમાં સ્થાનાંતરિત કરી દેશે. ત્યારબાદ તેને પણ ચાર્જ ચૂકવવો પડશે. ₹2,000 સુધીનું વેચાણ મફત: મોટા વેપારીઓને પણ ₹2,000 અથવા તેનાથી ઓછી રકમની નાની ચુકવણીઓ પર કોઈ ફી ચૂકવવી પડશે નહીં. મહત્તમ ચાર્જની મર્યાદા: ₹75,000 અથવા તેનાથી વધુના ટ્રાન્ઝેક્શન પર વેપારી પાસેથી મહત્તમ ₹300+GST જ ચાર્જ લેવામાં આવશે. મર્યાદા દરેક ટ્રાન્ઝેક્શન પર લાગુ: ₹2,000ની મર્યાદા આખા દિવસના કુલ વેચાણ પર નહીં, પરંતુ દરેક ચુકવણી પર લાગુ થશે. ચોક્કસ ક્ષેત્રો માટે માત્ર ₹5ની ફ્લેટ ફી: પેટ્રોલ પંપ, રેલવે, બિલ પેમેન્ટ, ટેલિકોમ, ઇન્શ્યોરન્સ અને શિક્ષણ સાથે જોડાયેલા વેપારીઓને ₹2,000થી વધુની ચુકવણી પર 0.40%ને બદલે ફ્લેટ ₹5 ચૂકવવા પડશે. કાર્ડની સરખામણીએ હજુ પણ સસ્તું: ક્રેડિટ કાર્ડ (1.5%-2.5%) અને ડેબિટ કાર્ડ (0.90% સુધી)ની સરખામણીએ UPI પર MDR ચાર્જ ઘણો ઓછો છે. મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ શું હોય છે? મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે MDR, આ એવી ફી હોય છે જે કોઈ વેપારી અથવા દુકાનદાર ડેબિટ/ક્રેડિટ કાર્ડ અથવા ડિજિટલ પેમેન્ટ (UPI)ની સુવિધા એટલે કે પોઈન્ટ ઑફ સેલ મશીન અથવા પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરવા બદલ બેંક અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને આપે છે. આ ફી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સફર નેટવર્કને યોગ્ય રીતે ચલાવવાના ખર્ચને પહોંચી વળવા માટે લેવામાં આવે છે. આ ચાર્જ વેપારીએ ચૂકવવાનો હોય છે, ગ્રાહકે નહીં.
    Click here to Read More
    Previous Article
    વેસ્ટ ઇન્ડીઝે ભારતને 406 રનનો ટાર્ગેટ આપ્યો:વન-ડેમાં પોતાનો સૌથી હાઇએસ્ટ સ્કોર બનાવ્યો; રનચેઝમાં ઈન્ડિયાની ઝડપી બેટિંગ
    Next Article
    'તૈયાર રહેજો! મોંઘવારી આવી રહી છે':ભાજપ-કોંગ્રેસની લડાઈમાં તમે મરશો, પેટ્રોલ, તેલ, અનાજ માથે 4Fનું સંકટ, જાણો ઈકોનોમીની ઈનસાઈડ સ્ટોરી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment