Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બારડોલી પાસે મહારાષ્ટ્રની 2 ST બસની ટક્કર, 7ના મોત:એક બસમાં પલટી માર્યા બાદ આગ, મુસાફરો જીવતાં ભૂંજાયા, મૃત્યુ આંક વધી શકે; પાણીના ટેન્કરના કારણે અકસ્માત

    13 hours ago

    સુરત જિલ્લાના બારડોલી તાલુકામાંથી એક અત્યંત ગોઝારો અકસ્માત સર્જાયો છે. બારડોલીના ઉવા ગામ નજીક મહારાષ્ટ્ર પાસિંગની બે સરકારી એસ.ટી. બસો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 7 મુસાફરોના કરુણ મોત થયા હોવાની પ્રાથમિક માહિતી આવી છે. 17 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં 7 જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચી હોવાથી સુરત રિફર કરવામાં આવ્યા છે. રસ્તા પર પલટી મારી ગયેલા એક પાણીના ટ્રેક્ટરવાળા ટેન્કરને બચાવવા જતાં આ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બસમાં ટક્કર બાદ તુરંત જ ભીષણ આગ ફાટી નીકળી હતી. બેભાન થયો ત્યાં સુધી લોકોને બહાર કાઢ્યા જામનેરથી સુરત જતી મહારાષ્ટ્ર એસટી બસના સફન્ડે નામદેવ ચિત્રા નામના ઈજાગ્રસ્ત કંડક્ટરે જણાવ્યું હતું કે, આગળની ગાડીવાળીએ ટક્કર મારી હતી. જેથી બસ રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. બસમાં 35 જેટલા મુસાફર હતા. ડીઝલ બસમાં આગ લાગી ગઈ હતી. બસમાં સવાર મુસાફરોને બચાવ્યા હતા અને બાદમાં પોતે બેહોશ થઈ ગયો હતો. મારાથી જેટલો પ્રયાસ થઈ શક્યો એટલા લોકોને કાઢ્યા હતા, મહિલા, બાળકો સહિતને બહાર નીકળ્યા હતા. પરંતુ આગ લાગી ગઈ, મને માથામાં વાગ્યું હતું, બેભાન થયા પછી શું થયું એ ખબર નથી. ડ્રાઈવરને કાઢીને રોડ પર લઈ ગયો હતો. પરંતુ મને વાગ્યું એટલે પછી કંઈ ખબર નથી. 7ના મોતની કલેક્ટરે પુષ્ટિ કરી સુરત કલેક્ટર તેજસ પટેલે જણાવ્યું હતું કે, અમારી પાસે હાલ આંકડો છે, તે મુજબ 7ની ડેથ થઈ છે. તમામ ડેથબોડીની લિગલ પ્રોસેસ કરવામાં આવશે. અત્યારે અમારી પ્રાથમિકતા ઈજાગ્રસ્તોને સારવાર મળે, જેથી મૃત્યુ આંક વધુ ન થાય. પરિવારજનોને જાણ થાય તેમને સોંપવાની કામગીરી કરીશું. ધૂળેના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાથે આ અંગે વાતચીત થઈ છે. બંને બસોના નંબર આપી દેવાયા છે.પ્રશાસન, પોલીસ અને મેડિકલ ટીમે કોઓર્ડિનેશનમાં રહીને કામગીરી કરી છે. ઈજાગ્રસ્તોની 3 હોસ્પિટલમાં સારવાર સુરત કલેક્ટર તેજસ પટેલે દુર્ઘટના અંગે જણાવ્યું હતું કે, બપોર બાદ સાડા ચાર વાગ્યે અકસ્માત થયો હતો. એક ટેન્કર સાથે બસ અથડાઈ હતી અને તે જ બસ સાથે બીજી અથડાઈ હતી. અકસ્માતની બારડોલીના ફાયર વિભાગને જાણ કરાતા ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જ્યાં ફાયર ટીમે સળગેલી બસની આગ કાબૂમાં લેવા કામગીરી કરી હતી. ત્યાંથી ડેથબોડીને હોસ્પિટલ લાવવામાં આવી છે. જ્યારે ઈજાગ્રસ્તોને 3 જુદીજુદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે જઈને કાર્યવાહી કરી હતી. મામલતદાર, એસડીએમ અને એસપી દોડી ગયા હતા. પોતે હજીરા ખાતેથી મિટિંગમાં મેસેજ મળતાં દોડી આવ્યા હતા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર બારડોલી સીએચસી હોસ્પિટલ ખાતે 17 જેટલા ઈજાગ્રસ્તોને ટ્રિટમેન્ટ આપવામાં આવી રહી છે અને કોઈની સ્થિતિ ગંભીર નથી. તમામને સીએચસીના ડોક્ટર્સ અને સ્ટાફ નર્સ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. 7 જેટલા ઈજાગ્રસ્તોને સુરત સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે. જેમાં ત્રણેક ગંભીર હાલતમાં છે. મહારાષ્ટ્ર જતી બસમાં આગ લાગી સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, એક બસ સુરત આવતી હતી અને બીજી બસ મહારાષ્ટ્ર જઈ રહી હતી. જેમાં મહારાષ્ટ્ર જતી બસ એક ટ્રેક્ટરના પાણીના ટેન્કર સાથે ટકરાઈ ગઈ હતી. જેથી બેલેન્સ બગડતા સુરત જતી બસ સાથે ટકરાઈ હતી. આ બસ ડિવાઈડર કૂદીને સામે જતી રહી હતી, ટક્કર બાદ મહારાષ્ટ્રથી સુરત આવતી બસ પલટી ગઈ હતી અને આગ લાગી હતી. વ્યારા અને સુરત ગ્રામ્યની પોલીસ, રેસ્ક્યુ ટીમ, ફાયરની ટીમ દોડી આવી હતી. મહારાષ્ટ્રના જે લોકોના મોત થયા છે એમની સાથે અમારી ટીમ કોન્ટેક્ટમાં છે. અહીં આવે ત્યારે તેમને તકલીફ ન થાય. જેથી ઈન્વેસ્ટિગેશન સ્મૂથ કરી શકીએ. એક બસના ડ્રાઈવરનું મોત થયું છે, બાકીને ઈજા પહોંચી છે. ક્લિનરને પૂછીશું કે પેસેન્જર કેટલા હતા. ટેન્કરને બચાવવા જતાં દુર્ઘટના મળતી માહિતી મુજબ, બારડોલીના ઉવા ગામ નજીક હાઈવે પર એક ટેન્કર સાથે બસ અથડાઈ હતું. ટેન્કર સાથે અથડામણ બાદ મહારાષ્ટ્ર પાસિંગની સરકારી બસના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાબૂ ગુમાવતા જ બસ ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ધસી ગઈ હતી અને સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની જ અન્ય એક સરકારી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. બસમાં આગ ફાટી નીકળી આ સામસામેની ટક્કર એટલી પ્રચંડ હતી કે બસ રસ્તા પર જ પલટી મારી ગઈ હતી. અકસ્માતગ્રસ્ત બસો પૈકી એક બસ ટક્કરની ગણતરીની સેકન્ડોમાં જ તેમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતાંમાં આગે આખી બસને લપેટમાં લઈ લેતા મુસાફરોમાં ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદે દોડી આવ્યા હતા. આ સાથે જ બારડોલી ફાયર વિભાગની ટીમ અને બારડોલી ટાઉન પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરો દ્વારા ભારે જહેમત બાદ બસમાં લાગેલી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મુસાફરો દાઝ્યા અને ગંભીર ઈજા આ ગંભીર દુર્ઘટનામાં અનેક મુસાફરો દાઝી જવાથી અને ઈજા થવાથી ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં ડૉક્ટરોની ટીમ દ્વારા તેમને સઘન સારવાર આપવામાં આવી રહી છે. અકસ્માતને કારણે ટ્રાફિકજામ હાલમાં ઘટના સ્થળે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે. હાઈવે પર અકસ્માતને કારણે સર્જાયેલા ભારે ચક્કાજામને હળવો કરવા પોલીસ ટ્રાફિક નિયમન કરી રહી છે. વહીવટી તંત્ર સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સખત કેદ:જામનગર પોક્સો કોર્ટનો ચુકાદો, પીડિતાને રૂ. 4 લાખ વળતર ચૂકવવાનો પણ આદેશ
    Next Article
    BPL સીઝન-2માં એલેમ્બિક વોરિયર્સનો સતત બીજો વિજય:ધ્રુવ પટેલે 49 બોલમાં 76 રનની તોફાની ઇનિંગ્સ રમી, IPLની 4 ટીમ CSK, DC, RCB અને KKRના સ્કાઉટ્સે ખેલાડીઓના પ્રદર્શન પર નજર રાખી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment