Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેડીયા પાસે બસ-ટ્રક વચ્ચે ટક્કરમાં બે લોકોના મોત:ટ્રક ચાલક સહિત 2 લોકોએ જીવ ગુમાવ્યો, ST ડ્રાઈવર ગંભીર; 16 ઈજાગ્રસ્ત

    1 day ago

    ગીર ગઢડા તાલુકાના બેડીયા ગામે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ ઘટનામાં ટ્રક ચાલક રાજુ સામત રાઠોડ (રહે. ઉના) અને ટ્રકમાં બેઠેલા શ્રમિક રવિ જીવા પરમાર (રહે. ભાચા)નું મોત થયું હતું. ઝાલોદ ઉનાની બસ ઉના તરફ આવતી હતી, એ વખતે બેડીયા નજીક પેટ્રોલ પંપ પાસે ટ્રક સાથે અકસ્માત સર્જતા બે ના મોત થયા છે. જ્યારે ST બસના ડ્રાઈવરને ગંભીર ઈજા થઈ હતી, તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બસમાં સવાર મુસાફરો તેમજ ટ્રકમાં સવાર મજુરોને ઈજા પહોંચી છે. આ ઘટનામાં 16 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને ઉનાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અકસ્માતને કારણે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. હાલ પોલીસ અને STના અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર હાજર છે અને વધુ તપાસ ચાલી રહી છે. ઉના હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. મૃતકના પરિવારજનો પર આભ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ છે.
    Click here to Read More
    Previous Article
    પાક એરસ્પેસનો વિકલ્પ બનશે લેહ-હોતાન રૂટ; ચીન સાથે વાતચીત:નવા રૂટથી ભારતીય વિમાનો સીધા પશ્ચિમી દેશો જઈ શકશે; પાકિસ્તાનની એરસ્પેસ 17 મહિનાથી બંધ
    Next Article
    મોડાસામાં ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીએ યોગાભ્યાસ કરાવ્યો:સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત અધિકારીઓ અને નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment