Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં 2 કરોડના ખર્ચે ફ્લાઈટ સિમ્યુલેટર શરૂ:₹50ની રાઈડમાં ચંદ્ર-મંગળ પર ફરવાનો અહેસાસ થશે,ગુજરાત સ્થાપના દિવસે સાયન્સ સેન્ટર ખાતે લોકાર્પણ

    9 hours ago

    ગુજરાત સ્થાપના દિવસના અવસરે પાટણના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર (રિજનલ સાયન્સ સેન્ટર) ખાતે રાજ્યના પ્રથમ ફ્લાઇટ સિમ્યુલેટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અંદાજિત 2 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ અત્યાધુનિક સિમ્યુલેટરને કલેક્ટર તુષાર ભટ્ટે ખુલ્લું મૂક્યું હતું. સરસ્વતી તાલુકા કચેરી સામે 100 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સાયન્સ સેન્ટરમાં આ નવું આકર્ષણ મુલાકાતીઓ માટે ઉમેરાયું છે. 3D ટેકનોલોજી અને હાઇડ્રોલિક સિસ્ટમનો સમન્વય આ રાઈડ દ્વારા મુલાકાતીઓ 3D ટેકનોલોજીના માધ્યમથી ચંદ્ર અને મંગળની સપાટી પર ફરવાનો વાસ્તવિક અનુભવ મેળવી શકશે. આ ફ્લાઇટ સિમ્યુલેટર હાઇડ્રોલિક અને ન્યુમેટિક સિસ્ટમ પર કાર્યરત છે, જે મોશન કંટ્રોલ દ્વારા હેલિકોપ્ટર કે વિમાનમાં બેઠા હોય તેવું આબેહૂબ હલનચલન પેદા કરે છે. રાઈડની અંદર અનુભવને વધુ જીવંત બનાવવા માટે 3D પ્રોજેક્ટર, ફોગ (ધુમ્મસ), ઠંડર અને લાઈટનિંગ જેવી સ્પેશિયલ ઇફેક્ટ્સ ગોઠવવામાં આવી છે. મુલાકાતીઓને 3D લેન્સ પહેરાવી ખાસ મૂવેબલ ખુરશીઓ પર બેસાડી 5 થી 6 મિનિટનો શો બતાવવામાં આવે છે. પાંચ અલગ-અલગ થીમ પર આધારિત શો સિમ્યુલેટરમાં કુલ 5 થીમ આધારિત શો પ્રદર્શિત કરવામાં આવશે: ચંદ્ર અને મંગળના મિશનમાં ભવિષ્યમાં માનવ વસવાટ, ખેતી અને ટેકનોલોજીનો વિકાસ કેવી રીતે થશે તેની ફ્યુચરિસ્ટિક કલ્પનાઓ દર્શાવવામાં આવી છે. આ પ્રોજેક્ટનું સંચાલન 'ગુજકોસ્ટ' દ્વારા કરવામાં આવે છે અને આગામી 10 વર્ષ માટે તેના ઓપરેશન અને મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ટિકિટ દર અને સમય સાયન્સ સેન્ટરમાં સોમવાર સિવાયના તમામ દિવસોએ આ રાઈડનો લાભ લઈ શકાશે. આ રાઈડ માટેનો ટિકિટ દર વ્યક્તિ દીઠ 50 રૂપિયા રાખવામાં આવ્યો છે. એકસાથે 20થી 30 લોકો આ શો માણી શકે તેવી ક્ષમતા મશીન ધરાવે છે. તુષાર ભટ્ટ (કલેક્ટર, પાટણ): "ગુજરાતમાં આ પ્રકારનું આ બીજું સિમ્યુલેટર છે. અન્ય રાજ્યોની સરખામણીએ આપણા વિદ્યાર્થીઓમાં STEM એજ્યુકેશનનું પ્રમાણ 10% જેટલું જ છે, જે ઓછું છે. આ સેન્ટર અને રાઈડની મુલાકાતથી વિદ્યાર્થીઓને વિજ્ઞાનના ક્ષેત્રમાં આગળ વધવાની પ્રેરણા મળશે." ડો. સુમિત શાસ્ત્રી (પ્રોજેક્ટ ડાયરેક્ટર): "ઉત્તર ગુજરાતમાં આ પ્રકારની આ પહેલી રાઈડ છે. અહીં ઇસરોના લોન્ચિંગ સ્ટેજ અને ભવિષ્યની કોલોની વિશેની કલ્પનાઓ જોઈ શકાય છે. ટેકનોલોજીમાં થતા ફેરફાર મુજબ આ સિસ્ટમને સમયાંતરે અપડેટ પણ કરવામાં આવશે." વિવેક પટેલ (વર્ચ્યુઅલ સ્ટુડિયો): "આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ માત્ર મનોરંજન નથી પણ શિક્ષણ (Education) પણ છે. 50 રૂપિયાની ટિકિટમાં લોકોને વાસ્તવિક અવકાશી સફરનો અનુભવ આપવાનો અમારો પ્રયાસ છે."
    Click here to Read More
    Previous Article
    બાલાજી વેફર્સનો મૌકે પે ચોકા, 'ઝાલમુરી' પ્રોડક્ટ લોન્ચ કરી:બંગાળમાં પીએમ મોદીએ સ્વાદ માણ્યો ને દેશભરમાં ચર્ચા, MD ચંદુભાઈ વિરાણીએ કહ્યું, બંગાળમાં પણ નવો પ્લાન્ટ શરૂ કરીશું
    Next Article
    અલકા ટોકીઝ પાસે જાહેરમાં જુગાર રમતા 7 શખસો ઝડપાયા:પોલીસે ગંજીપતા તથા રોકડા રૂ. 22,800 કબ્જે કર્યા, જુગારધારા હેઠળ ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment