Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'જેલર 2' પહેલા દિવસે ₹125 કરોડ કમાણી:સુપરસ્ટાર રજનીકાંતના સ્વેગ સામે રણબીર-રણવીર ટૂંકા પડ્યા! 'એનિમલ'-'ધુરંધર 2'ના રેકોર્ડ તોડ્યા

    2 days ago

    સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની એક્શન-ડ્રામા ફિલ્મ 'જેલર 2'એ બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેકિંગ શરૂઆત કરી છે. નેલ્સન દિલીપકુમારના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મે 15 ઑક્ટોબરે રિલીઝના પહેલા દિવસે ભારતમાં 59.70 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. ટ્રેડ વેબસાઇટ સૅકનિલ્કના જણાવ્યા મુજબ, ફિલ્મે દેશભરમાં 16,599 શોમાંથી 70.25 કરોડ રૂપિયાનું ડોમેસ્ટિક ગ્રોસ અને 55 કરોડ રૂપિયાનું ઓવરસીઝ ગ્રોસ કલેક્શન કર્યું છે. આ સાથે જ ફિલ્મનું પહેલા દિવસનું વર્લ્ડવાઇડ કલેક્શન 125.25 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. ‘ધુરંધર 2’ અને 'એનિમલ'ને પાછળ છોડ્યા વિદેશોમાં કમાણીના મામલે 'જેલર 2'એ આ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ધુરંધર 2'નો રેકોર્ડ તોડી દીધો છે. 'ધુરંધર 2'એ પહેલા દિવસે ઓવરસીઝમાં 52 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું હતું, જ્યારે 'જેલર 2'એ 55 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કરી લીધું છે. વળી, 125.25 કરોડ રૂપિયાના કુલ વર્લ્ડવાઇડ કલેક્શન સાથે તેણે રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ' (116 કરોડ રૂપિયા વર્લ્ડવાઇડ ઓપનિંગ)નો રેકોર્ડ પણ પાછળ છોડી દીધો છે. ફિલ્મને પહેલા દિવસે સિનેમાઘરોમાં આશરે 37.46 લાખ (37,46,734) દર્શકો મળ્યા. તમિલમાંથી મળ્યા 43 કરોડ, હિન્દીમાં કમાયા 3.50 કરોડ ફિલ્મની ચાર ભાષાઓના આંકડાઓ પર નજર કરીએ તો તમિલ વર્ઝનનો દબદબો સૌથી વધુ રહ્યો. તમિલમાં ફિલ્મે 9,326 શોથી 43.35 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું, જ્યાં કુલ ઓક્યુપન્સી 70.8% નોંધાઈ. તેલુગુ વર્ઝને 2,792 શોથી 12.50 કરોડ રૂપિયા કમાયા. જ્યારે હિન્દી વર્ઝનથી 4,371 શોમાં 3.50 કરોડ રૂપિયા અને કન્નડ વર્ઝનથી 110 શોમાં 35 લાખ રૂપિયાનું નેટ કલેક્શન થયું. આ ચારેય ભાષાઓને મળીને ભારતમાં કુલ નેટ કમાણી 59.70 કરોડ રૂપિયા રહી. નિવૃત્ત જેલર 'ટાઇગર મુથુવેલ પાંડિયન'ની વાર્તા નેલ્સન દિલીપકુમારના ડિરેક્શનમાં બનેલી 'જેલર 2'માં રજનીકાંત ફરી એકવાર નિવૃત્ત જેલર ટાઇગર મુથુવેલ પાંડિયનના પાત્રમાં જોવા મળી રહ્યા છે. વાર્તામાં અંડરવર્લ્ડ તરફથી નવી પડકાર સામે આવ્યા બાદ તેમને પોતાના પરિવાર અને વારસાની રક્ષા માટે જૂનો હિંસક રસ્તો અપનાવવો પડે છે. આ એક્શન થ્રિલર ફિલ્મમાં રજનીકાંત સાથે મોહનલાલ અને વિદ્યા બાલને મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. આ સમાચાર પણ વાંચો 'જેલર-2'માં રજનીકાંતનો સ્વેગ યથાવત:એક્શન અને સેલેબ્સનો મેળાવડો, પણ નબળી વાર્તા અને ઢીલાં સ્ક્રીનપ્લેએ મજા બગાડી રજનીકાંત સ્ક્રીન પર આવે અને દુશ્મનોની હવા ટાઇટ ન થાય, એવું કેવી રીતે બની શકે! તેમનો ચશ્મો પહેરવાનો અંદાજ હોય, ચાલવાની સ્ટાઇલ હોય કે પછી વિલનને વધુ કંઈ બોલ્યા વિના પાઠ ભણાવવાનો સ્વેગ, થલાઇવાના ચાહકો માટે આ બધું કોઈ ટ્રીટથી ઓછું નથી. ફિલ્મ 'જેલર 2'માં પણ રજનીકાંતનો દબદબો યથાવત્ છે. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    Yes Bank AT-1 Bond Case: Lender Says Evaluating Legal Options After SC Judgement, Retains Capital Flexibility
    Next Article
    પીએમ મોદી 11 ડિસેમ્બરે કેનેડા જશે:વેપાર સમજૂતી પર વાટાઘાટ થશે; ટ્રમ્પના ટેરિફ દબાણ વચ્ચે કેનેડા નવા બજારો શોધી રહ્યું છે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment