Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ધુરંધર 2'એ રિલીઝ પહેલાં જ ₹100 કરોડ કમાયા:વર્લ્ડવાઇડ એડવાન્સ બુકિંગમાં 'બાહુબલી 2'નો રેકોર્ડ તોડ્યો; વિદેશમાં થિયેટરો અત્યારથી જ હાઉસફુલ

    8 hours ago

    રણવીર સિંહ સ્ટારર 'ધુરંધર: ધ રિવેન્જ' એ બોક્સ ઓફિસ પર રિલીઝ થાય તે પહેલા જ 100 કરોડ રૂપિયા કમાઈ લીધા છે. ફિલ્મે વર્લ્ડવાઈડ એડવાન્સ બુકિંગ (પ્રી-સેલ્સ)માં 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. રિલીઝ પહેલા જ 100 કરોડ કમાઈ લીધા શનિવારના કારોબારના અંત સુધીમાં ફિલ્મનું કુલ ગ્લોબલ એડવાન્સ કલેક્શન લગભગ 101 કરોડ રૂપિયા રહ્યું. જેમાં ભારતમાંથી 44 કરોડ અને વિદેશી બજારો (ઓવરસીઝ)માંથી 57 કરોડ રૂપિયા આવ્યા છે. ‘બાહુબલી 2’નો રેકોર્ડ તોડ્યો વિદેશી બજારોમાં ફિલ્મનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. 'ધુરંધર' એ માત્ર બોલિવૂડ જ નહીં, પરંતુ ભારતીય સિનેમાના પ્રી-સેલ્સ રેકોર્ડ્સ બદલી નાખ્યા છે. ઓસ્ટ્રેલિયામાં ફિલ્મે 1.05 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરની કમાણી કરીને 'બાહુબલી: ધ કન્ક્લુઝન' નો વર્ષો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ઓવરસીઝ માર્કેટમાં ભારે ડિમાન્ડ વિદેશી માર્કેટ્સમાં ફિલ્મની ડિમાન્ડ એટલી વધારે છે કે, ઘણી જગ્યાએ સિનેમાઘરો પહેલાથી જ ફૂલ (હાઉસફુલ) થઈ ચૂક્યા છે. નોર્થ અમેરિકામાં એડવાન્સ બુકિંગ લગભગ 3.40 મિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે. ટ્રેડ જાણકારોનું માનવું છે કે, તે જલ્દી જ 4 થી 5 મિલિયન ડોલરના આંકડાને સ્પર્શી જશે. દર્શકોની ભારે ભીડને જોતા ડિસ્ટ્રીબ્યુટર્સ અને એક્ઝિબિટર્સ સોમવાર અને મંગળવારે ફિલ્મના વધુ શો વધારવાની તૈયારી કરી રહ્યા છે. 200 કરોડના ક્લબ પર નજર વૈશ્વિક સ્તર પર ફિલ્મની એડવાન્સ બુકિંગ સરળતાથી 150 કરોડ રૂપિયાને પાર કરી જશે. જો ભારતમાં ફિલ્મનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું, તો પ્રી-સેલ્સનો આંકડો 200 કરોડ સુધી પહોંચવો પણ શક્ય લાગી રહ્યું છે. આ પહેલા 'પુષ્પા 2', 'લિયો' અને 'RRR' જેવી ફિલ્મો આ આંકડાની નજીક રહી છે. જોકે, જો 'ધુરંધર' ત્યાં સુધી પહોંચે છે, તો તે આ મુકામ હાંસલ કરનારી પ્રથમ એવી ફિલ્મ હશે. 'ધુરંધર'ને પણ શાનદાર રિસ્પોન્સ મળ્યો હતો આ પહેલા ફિલ્મ 'ધુરંધર'ના પહેલા પાર્ટે ભારતની સાથે-સાથે આંતરરાષ્ટ્રીય બોક્સ ઓફિસ પર પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફિલ્મે દુનિયાભરમાં લગભગ ₹1,303 કરોડની કમાણી કરી. ભારતમાં ફિલ્મનું ગ્રોસ કલેક્શન ₹1,005.85 કરોડ રહ્યું, જ્યારે નેટ કલેક્શન લગભગ ₹836.95 કરોડ થયું. આ સાથે જ તે ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી હિન્દી સિંગલ-લેંગ્વેજ ફિલ્મ બની ગઈ. વિદેશી બજારોમાં પણ ફિલ્મ 'ધુરંધર'ને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. ઓવરસીઝમાં તેણે લગભગ ₹299.5 કરોડનો કારોબાર કર્યો. ખાસ કરીને અમેરિકા અને કેનેડામાં ફિલ્મે ₹193.06 કરોડથી વધુની કમાણી કરીને 'બાહુબલી 2'નો રેકોર્ડ પણ પાછળ છોડી દીધો. રસપ્રદ વાત એ છે કે, આ મોટી સફળતા ફિલ્મને ત્યારે મળી, જ્યારે તેને ખાડી દેશોમાં રિલીઝ કરવાની મંજૂરી મળી ન હતી. આ ઉપરાંત, 'ધુરંધર' ભારતીય સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી 'A' રેટેડ ફિલ્મ પણ બની ગઈ.
    Click here to Read More
    Previous Article
    March in bloom: A guide to the season’s earliest and rarest flowers
    Next Article
    રાજ્યસભાની 11 બેઠકો પર મતદાન:બિહારમાં કોંગ્રેસના 3 ધારાસભ્યો મતદાન કર્યુ નહીં, ફોન પણ બંધ; ક્રોસ વોટિંગનો ડર

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment