Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ધુરંધર 2'માં નોટબંધીના દાવા પર વિશાલ દદલાણી લાલઘૂમ:RBIના આંકડા રજૂ કરી કહ્યું, 'ફિલ્મ માત્ર મનોરંજન માટે જુઓ, વાસ્તવિકતા અલગ છે'

    5 days ago

    રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’ બોક્સ ઓફિસ પર રેકોર્ડ્સ બ્રેક કરી રહી છે. એક તરફ બોલિવૂડ અને સાઉથ સ્ટાર્સ ફિલ્મના ડિરેક્શન અને સ્ટારકાસ્ટની એક્ટિંગના વખાણ કરી રહ્યા છે, ત્યારે કેટલાક સેલેબ્સ ફિલ્મની ટીકા પણ કરી રહ્યા છે. તાજેતરમાં સિંગર વિશાલ દદલાણીએ ફિલ્મની ટીકા કરી છે. તેણે સોશિયલ મીડિયા પર નામ લીધા વિના આદિત્ય ધરના ડિરેક્શન પર નિશાન સાધ્યું છે. 'હકીકત તો હકીકત જ હોય છે' વિશાલ દદલાણીએ ફિલ્મમાં દર્શાવવામાં આવેલા નોટબંધીના મુદ્દા પર લખ્યું કે, 'હકીકત તો હકીકત જ હોય છે. ફિલ્મ મનોરંજન માટે જુઓ, પરંતુ માહિતી સાચા સ્ત્રોતમાંથી લો. એ યાદ રાખવું જરૂરી છે કે, ફિલ્મ માત્ર મનોરંજન છે, હકીકતો તો હકીકતો જ હોય છે, ભલે ગમે તે થાય.' ફિલ્મમાં નોટબંધીને 'સીક્રેટ મિશન' જણાવવામાં આવ્યું ફિલ્મમાં વર્ષ 2016ની નોટબંધીને એક માસ્ટરસ્ટ્રોક તરીકે દર્શાવવામાં આવી છે. ફિલ્મ મુજબ, આ પીએમનું 'ઓપરેશન ગ્રીન લીફ' નામનું એક ગુપ્ત મિશન હતું, જેનો હેતુ દાઉદ ઇબ્રાહિમ અને જાવેદ ખનાનીના 60,000 કરોડ રૂપિયાની નકલી નોટોના નેટવર્કને નષ્ટ કરવાનો હતો. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે, આ નિર્ણયથી આતંકવાદી ફંડિંગ સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું. વિશાલે RBIના આંકડા જણાવ્યા વિશાલ દદલાણીએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આંકડાઓ અને ન્યૂઝ આર્ટિકલ્સના હવાલાથી દાવો કર્યો કે, 'નોટબંધી પછી 99.3% જૂની નોટો પાછી બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ હતી. નોટબંધી છતાં ટેરર ફંડિંગ અને આતંકવાદી હુમલા (જેમ કે 2019નો પુલવામા હુમલો) બંધ થયા નહોતા.' ફિલ્મે 4 દિવસમાં 750 કરોડ કમાયા ટીકાઓ છતાં, 'ધુરંધર 2' એ છેલ્લા 4 દિવસમાં વિશ્વભરમાં 750 કરોડની કમાણી કરી છે. ગઈકાલે એટલે કે રવિવારે ફિલ્મે ભારતમાં 114.85 કરોડ રૂપિયાની કમાણી કરી. 'પુષ્પા 2' (₹762 કરોડ) પછી આ ફિલ્મ ભારતીય સિનેમાની બીજી સૌથી મોટી ઓપનિંગ વીકએન્ડ ફિલ્મ બની ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    iPhone 17 now at cheapest price in India: Check all latest deals, discounts, exchange offers here
    Next Article
    લોકસભામાં થોડીવારમાં PM મોદીનું સંબોધન:મિડલ ઈસ્ટની પરિસ્થિતિ વિશે વાત કરશે: ગઈકાલે કહ્યું હતું- દેશમાં કાળાબજારી ચલાવી દેવામાં આવશે નહીં

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment