Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંબઈમાં મોદીના કાર્યક્રમ પહેલા 2 શંકાસ્પદ પકડાયા:એક પાસેથી પિસ્તોલ મળી, PMO અધિકારી બનીને પહોંચ્યો હતો; નકલી ID કાર્ડ મળ્યું

    7 hours ago

    મુંબઈમાં પીએમ મોદીની રેલી પહેલા 2 શંકાસ્પદ વ્યક્તિઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. બંનેને BKC ખાતે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરથી પકડવામાં આવ્યા છે. પીએમ મોદી પહોંચે તે પહેલા NMACCમાં એક 24 વર્ષનો યુવક પોતાને PMOનો અધિકારી ગણાવીને પહોંચ્યો. તેની સાથે હાજર બોડીગાર્ડ પાસેથી પોલીસે બંદૂક જપ્ત કરી. બંનેને કસ્ટડીમાં લઈને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. પીએમ મોદી સાંજે લગભગ 5.45 વાગ્યે ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (GFF) 2026નું ઉદ્ઘાટન કરશે. ગ્લોબલ ફિનટેક ફેસ્ટની સાતમી આવૃત્તિ 8 થી 11 સપ્ટેમ્બર સુધી મુંબઈમાં આયોજિત કરવામાં આવી રહી છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલ વ્યક્તિ ગઈકાલે નકલી ઓળખ કાર્ડ લઈને સ્થળની અંદર પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, આ દરમિયાન મુંબઈ પોલીસે તપાસ કરી અને તપાસમાં તેનું ઓળખ કાર્ડ નકલી હોવાનું જણાયું. BKC પોલીસ સ્ટેશનમાં બંને શંકાસ્પદ વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આજે વડાપ્રધાન બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC)ના જિયો વર્લ્ડ સેન્ટરમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026નું ઉદ્ઘાટન કરવાના છે. તેઓ અહીં કાર્યક્રમને પણ સંબોધન કરશે. ધરપકડ કરાયેલ વ્યક્તિનું નામ રોહન પારેખ છે અને તેની ઉંમર 24 વર્ષ છે. રોહન પાસે વડાપ્રધાન કાર્યાલયનું નકલી ઓળખપત્ર પણ હતું. સુરક્ષા તપાસ દરમિયાન તેનું ઓળખપત્ર નકલી હોવાનું જણાયું હતું. રોહન એક બોડીગાર્ડ સાથે ફરતો હતો, જેની પાસે પિસ્તોલ પણ હતી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ હવે આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. પીએમ મોદી આજે સાંજે મુંબઈની મુલાકાતે પીએમ મોદી મંગળવારે સાંજે મુંબઈમાં લગભગ 5.45 વાગ્યે ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (જીએફએફ) 2026નું ઉદ્ઘાટન કરશે. ગ્લોબલ ફિનટેક ફેસ્ટની સાતમી આવૃત્તિ 8 થી 11 સપ્ટેમ્બર સુધી મુંબઈમાં આયોજિત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Dhirendra Shastri Non-Veg Row:'मांसाहार' वाले बयान पर BJP नेताओं ने Baba Bageshwar को घेरा! Bengal
    Next Article
    PM મોદીએ માવાની વાત કરી:પ્યોર કાઠિયાવાડીમાં ધબધબાટી બોલાવી, રીલના ચક્કરમાં ઓવરબ્રિજ પરથી ઊંધે માથે પટકાયો યુવક, શૉકિંગ CCTV

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment