Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારત સામે પાકિસ્તાનની હાલત ખરાબ:ઈન્ડિયાએ ત્રીજી વિકેટ ઝડપી મળી, દીપ્તિએ 2, શ્રી ચરણીએ એક PAK બેટરને પેવેલિયન ભેગી કરી; સ્કોર 59/3

    23 घंटे पहले

    વુમન્સ T20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને 171 રનનો ટાર્ગેટ આપ્યો છે. બર્મિંગહામના એજબેસ્ટનમાં ભારતે ટૉસ જીતીને બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા છે. જવાબમાં પાકિસ્તાનનો સ્કોર 8 ઓવરમાં 59/3 છે. ટીમ તરફથી મુનીબા અલી અને નતાલિયા પરવેઝ ક્રિઝ પર છે. દીપ્તિ શર્માએ ગુલ ફિરોઝા અને આયશા ઝફરને આઉટ કરી ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ ફિફ્ટી ફટકારી. તેણે 44 બોલમાં 68 રન બનાવ્યા, જેમાં 9 ચોગ્ગા અને 2 સિક્સર પણ સામેલ છે. કેપ્ટન હરમનપ્રીત કૌરે 36 રનની ઇનિંગ્સ રમી. રિચા ઘોષે 17 બોલમાં 34 રન બનાવ્યા. પાકિસ્તાન તરફથી સાદિયા ઇકબાલ અને ફાતિમા સનાએ 2-2 વિકેટ લીધી. તસ્મિયા રુબાબ અને રામીન શમીમને 1-1 વિકેટ મળી. આ મેચમાં પણ ટૉસ દરમિયાન ભારત અને પાકિસ્તાનના કેપ્ટનોએ હાથ મિલાવ્યા નહોતા. પહેલગામ આતંકી હુમલા બાદ બંને દેશો વચ્ચે નો-હેન્ડશેક (હાથ ન મિલાવવાનો સિલસિલો) ચાલુ છે. આવું ચોથી વખત બન્યું છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ભારતી ફુલમાળી, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, અરુંધતિ રેડ્ડી, શ્રેયંકા પાટિલ, શ્રી ચરણી, ક્રાંતિ ગૌડ. પાકિસ્તાન (PAK): મુનીબા અલી (વિકેટકીપર), ગુલ ફિરોઝા, આયશા ઝફર, આલિયા રિયાઝ, સાયરા જબીન, નતાલિયા પરવેઝ, ફાતિમા સના (કેપ્ટન), રામીન શમીમ, નશરા સંધુ, તસ્મિયા રુબાબ, સાદિયા ઇકબાલ.
    Click here to Read More
    Previous Article
    TMC Split: TMC के बागियों के खिलाफ Mamata का एक्शन! Saayoni Ghosh vs Mamata | TMC Rebels List
    Next Article
    'દિવ્ય ભાસ્કર ગુજરાતી ફિલ્મ અવોર્ડ્સ 2026':શાનદાર પર્ફોર્મન્સ સાથે અવોર્ડ ફંક્શનની ધમાકેદાર શરૂઆત; મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અવોર્ડ એનાયત કરશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment