Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં બે અલગ ગુનાના વોન્ટેડ 2 આરોપી પકડાયા:LCB અને પેરોલ-ફર્લો સ્કવોર્ડે પશુ અત્યાચાર અને લૂંટના કેસમાં કાર્યવાહી કરી

    6 hours ago

    પંચમહાલ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસે કાર્યવાહી કરી છે. આ દરમિયાન બે અલગ-અલગ ગુનામાં વોન્ટેડ બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ પાવાગઢ પોલીસ સ્ટેશનના પશુ અત્યાચારના ગુનામાં વોન્ટેડ આરોપી અબ્દુલગની ફઝલેકરીમ મુગલને ગોધરાના સિંગ્નલ ફળિયા વિસ્તારમાંથી પકડ્યો. LCB ટીમે ચોક્કસ બાતમીના આધારે મીમ મસ્જિદ પાસે વોચ રાખી તેને ઝડપી પાડ્યો હતો. વધુ કાર્યવાહી માટે તેને પાવાગઢ પોલીસને સોંપવામાં આવ્યો. બીજી કાર્યવાહીમાં, પંચમહાલ પેરોલ-ફર્લો સ્કવોર્ડે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટના ગુનામાં વોન્ટેડ આરોપી મુસ્તકીમ ઉર્ફે દિલાવર રશીદ મલેકને પકડ્યો. હ્યુમન સોર્સિસથી મળેલી બાતમીના આધારે તેને ગોન્દ્રા સર્કલ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો. આગળની કાર્યવાહી માટે તેને ગોધરા શહેર બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 2,660 કેસ નોંધાયા:સપ્ટેમ્બર માસમાં 9.56 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો
    Next Article
    સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસનું શામળાજીમાં સ્વાગત:સાંસદ શોભનાબેન બારૈયાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો, પ્રવાસન અને ધાર્મિક યાત્રાને પ્રોત્સાહન મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment