Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ બાદ હવે અમદાવાદમાં ભાજપના 2 ઉમેદવાર બદલાયા:પાલડીમાં જૈનિક વકીલ ને જમાલપુરમાં પ્રિયંકા કહાર ફોર્મ ભરશે, સુરતમાં AAP-BJPના કાર્યકરોનો સામસામે સૂત્રોચ્ચાર

    15 hours ago

    સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે (11 એપ્રિલ) છેલ્લો દિવસ છે. ત્યારે સરકારી કચેરીઓમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. આજે સવારે 10 વાગ્યાથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ઉમેદવારો ઢોલ-નગારા સાથે રેલી કાઢી ફોર્મ ભરવા પહોંચ્યા છે. રાજકોટમાં ભાજપના વિજ્ય વિશ્વાસ સંમેલનમાં સ્ટેજ પર બેઠેલા ઉમેદવારની ટિકિટ કપાઈ ગઈ છે. વોર્ડ નંબર 7માં શૈલેષ જાનીના બદલે હવે બ્રહ્મ સમાજના જ પૂર્વ કોર્પોરેટર નેહલ શુકલા ચૂંટણી લડશે. સાથે જ વોર્ડ નં-11ના રક્ષિત કલોલા પણ બદલાઈ શકે છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ આલમ તીર્મીઝિએ પોલીસ જાપ્તા સાથે ફોર્મ ભર્યું હતું. તેમણે કહ્યું કે અમારા ધારાસભ્યોએ જ મને ટિકિટ ન મળે તે માટે કાવતરું રચ્યું છે. 3 વાગ્યા પહેલા પાર્ટી મને મેન્ડેટ આપી દેશે. જો મેન્ડેટ નહીં મળે તો હું ચૂંટણી લડીશ નહીં. જે બાદ હું ધારાસભ્ય પાછળ પડી જઈશ. ધારાસભ્યને હું હવે છોડીશ નહીં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસે વિવાદિત 12 વોર્ડના ઉમેદવારના નામની યાદી હજુ પણ જાહેર કરી નથી. દરિયાપુર, નિકોલ, સરસપુર, જમાલપુર, વાસણા, સરખેજ, મકતમપુરા, બહેરાપુરા, દાણીલીમડા, મણિનગર, ગોમતીપુર, રામોલ વોર્ડમાં ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી. આજે આ તમામ બેઠક પર ઉમેદવારોને સીધા મેન્ડેટ ફાળવી દેવામાં આવશે. ધારાસભ્યોના લોબિંગ અને સ્થાનિક સ્તરે વિરોધના નામની અંતિમ ઘડી સુધી નામની યાદી જાહેર કરવામાં આવી નથી. આજે અંતિમ ઘડીમાં કોંગ્રેસે અમદાવાદના વિરાટનગર અને બાપુનગર વોર્ડમાં ઉમેદવારોના નામની જાહેરાત કરી છે તો ગોમતીપુરથી ઝુલ્ફીકાર પઠાણને ટિકિટ આપી છે. ગોમતીપુર કોંગ્રેસ ઉમેદવાર વિરાટનગર કોંગ્રેસ ઉમેદવાર બાપુનગર કોંગ્રેસ ઉમેદવાર 15 મનપા સહિત પાલિકા-પંચાયતના ભાજપના 9500 ઉમેદવાર જાહેર, ધૂરંધરો સહિત 80 ટકાના પત્તા કપાયા, જુઓ લિસ્ટ
    Click here to Read More
    Previous Article
    વૃંદાવન દુર્ઘટનામાં 11 પ્રવાસીઓના મોત-4 ગુમ, ગઈકાલે બોટ પલટી હતી:યમુનામાં 250 તરવૈયાઓની ટીમ શોધી રહી છે; લોકોને મરતા છોડીને ભાગેલા બોટ માલિકની ધરપકડ
    Next Article
    અરભમભાઈ કારાવદરાએ ભાજપ છોડ્યું:14 વર્ષનો સાથ છોડી પૂરી પેનલ સાથે ‘આપ’માં જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment