Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચની યુવતી પર મુફ્તી દ્વારા દુષ્કર્મનો આરોપ:ધાર્મિક શિક્ષણ અને કોલેજના ખર્ચની લાલચ આપી; મુંબઈ મદ્રેસામાં અત્યાચાર ગુજારાયો; ટ્રસ્ટીની ધરપકડ; 2 દિવસના રિમાન્ડ

    2 days ago

    ભરૂચની 22 વર્ષીય યુવતીને ધાર્મિક શિક્ષણ આપવા અને કોલેજનો તમામ અભ્યાસ ખર્ચ ઉઠાવવાની પ્રલોભક લાલચ આપી પોતાની જાળમાં ફસાવી દુષ્કર્મ આચરવા તેમજ ધમકી આપી બ્લેકમેલ કરવાના ગંભીર ગુનામાં ભરૂચ પોલીસે મહારાષ્ટ્રથી એક મદ્રેસાના 55 વર્ષીય ટ્રસ્ટીની ધરપકડ કરી છે. મુંબઈ ખાતેથી ઝડપાયેલા આરોપી મુફ્તીને ભરૂચ લાવ્યા બાદ અદાલતમાં રજૂ કરવામાં આવતા અદાલતે બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. આ સમગ્ર શર્મનાક ઘટના સામે આવ્યા બાદ પોલીસ તંત્ર દ્વારા કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુફ્તી દ્વારા પરિવારનો વિશ્વાસ જીતી રચાયેલું કાવતરું ભરૂચ મહિલા પોલીસ મથકે નોંધાયેલી સત્તાવાર ફરિયાદ અનુસાર, મહારાષ્ટ્રના મુંબઈ સ્થિત "અંજુમને તકદીરૂનીશા અલ ઇસ્લામીયા લીલ બનાત" મદ્રેસાના ટ્રસ્ટી અને સંચાલક ૫૫ વર્ષીય મુફ્તી અલાઉદીન અબ્દુલ ગફ્ફાર અન્સારી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી મુફ્તીએ ભોગ બનનાર યુવતીના ભાઈના મોબાઈલ ફોનમાં યુવતીની તસવીર જોઈ હતી. ત્યારબાદ મુંબઈથી ખાસ ભરૂચ આવી યુવતીના પરિવાર સાથે આત્મીય સંબંધો કેળવી લીધા હતા. આરોપીએ યુવતીના પિતાને દીકરીના ધાર્મિક અને કોલેજ શિક્ષણનો સમગ્ર ખર્ચ પોતે ઉઠાવશે તેવી લાલચ આપી પૂર્ણ વિશ્વાસમાં લીધા હતા. મદ્રેસામાં દુષ્કર્મ અને અમાનવીય ગર્ભપાતની આચરવામાં આવેલી ક્રૂરતા પરિવારજનો વિશ્વાસમાં આવી જતાં યુવતીને ભરૂચથી મુંબઈ સ્થિત મદ્રેસામાં અભ્યાસ અર્થે મોકલવામાં આવી હતી. જ્યાં આરોપી મુફ્તીએ યુવતીની મરજી વિરુદ્ધ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ શારીરિક શોષણ દરમિયાન યુવતીને બે વખત ગર્ભ રહી જતાં, આરોપીએ બળજબરીથી ગોળીઓ ખવડાવી ગર્ભપાત કરાવ્યો હોવાનો પણ ગંભીર આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આરોપીના સતત માનસિક અને શારીરિક અત્યાચારથી કંટાળીને આખરે યુવતી મુંબઈથી પોતાના વતન ભરૂચ પરત ફરી આવી હતી. ખોટા નિકાહનામા, ફોટા વાયરલ કરવાની અને જાનથી મારવાની ધમકી યુવતી ભરૂચ પરત આવ્યા બાદ પણ આરોપી તેનો પીછો છોડતો ન હતો. આરોપી ટેલિફોન દ્વારા તથા ભરૂચ રૂબરૂ આવીને યુવતી પર પોતાની સાથે મુંબઈ આવવા સતત દબાણ કરતો હતો. યુવતીએ મક્કમતાથી ઇનકાર કરતાં, આરોપીએ તેની પાસે નિકાહનામું હોવાનો દાવો કરી બોગસ નિકાહનામામાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ ઉપરાંત, આરોપીએ યુવતીના અંગત ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની અને તેને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. પોલીસની ત્વરિત કાર્યવાહી અને આરોપીના બે દિવસના રિમાન્ડ આખરે યુવતીએ હિંમત ભેગી કરી સમગ્ર આપવીતી પોતાના માતા-પિતાને જણાવી હતી. આ અંગે મહિલા પોલીસ મથકના મહિલા પીએસઆઈ વૈશાલી આહીરના માર્ગદર્શન હેઠળ યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. કેસની ગંભીરતાને ધ્યાને લઈ વધુ તપાસ શહેર એ ડિવિઝન પોલીસ મથકને સોંપાઈ હતી. પીઆઈ આર. એમ. વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસની વિશેષ ટીમે મહારાષ્ટ્રમાં દરોડો પાડી આરોપી મુફ્તીને મુંબઈથી ઝડપી પાડ્યો હતો. આરોપીને ભરૂચ લાવી કોર્ટમાં રજૂ કરાતાં બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, અને એ ડિવિઝન પોલીસ વધુ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ઇન્ડિગો-ફ્લાઇટે જયપુરના આકાશમાં 44 મિનિટ ચક્કર લગાવ્યા:રનવેને સ્પર્શીને ફરી ઉડી, ખરાબ હવામાનને કારણે લેન્ડિંગ થઈ શક્યું નહીં; 120 મુસાફરો સવાર હતા
    Next Article
    દુબઇ-મુંબઈ ફ્લાઇટ રાજકોટથી રવાના થઈ:ઈમરજન્સી લેન્ડિંગ બાદ 2 દિવસ એરપોર્ટ પર રહી, મુસાફરો વિના વિમાન પહોંચતા ગંભીર ટેક્નિકલ ખામીની શક્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment