Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂના ઝઘડાનો ખાર રાખી સગીરને છરીના ઘા માર્યા:રાજકોટમાં મોટાભાઈ સાથેની માથાકૂટમાં નાના ભાઈ પર 2 શખ્સોનો હૂમલો : સજાના વોરંટનો આરોપી ઝડપાયો

    11 hours ago

    રાજકોટમાં જૂના ઝઘડામાં સગીર પર 2 શખ્સોએ છરીથી હૂમલો કર્યાની ઘટના સામે આવી છે. શહેરના ભગવતીપરા વિસ્તારમાં મોટાભાઈ સાથે થયેલા ઝઘડાનો ખાર રાખી તેના ઘરે જતા નાનો ભાઈ હાજર હોય તેને છરીના ઘા મારી ફરાર થઈ જતા બંને શખ્સો સામે પોલીસે ફરિયાદ નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. શહેરના ભગવતીપરા શેરી નં.11 માં રહેતા અને મજૂરી કામ કરતા રાજુભાઈ ભોજૈયાએ બી ડિવિઝન પોલીસ મથકમાં અલ્ફાજ અને જાવિદ ઉર્ફે જાવલો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, પુત્ર આયુષ સાથે જાવીદને ઝઘડો થયો હતો. જેનો ખાર રાખી બંને શખ્સો 21 માર્ચના રાત્રિના ચાકુ લઈ ઘરે આવ્યા હતા. તે વખતે 17 વર્ષીય પુત્ર કરણ ઘરે હતો. જેથી જાવિદે કરણને પકડી રાખ્યો હતો અને અલ્ફાજે પેટની ડાબી બાજુના પડખાના ભાગે છરીનો ઘા મારી દીધો હતો. જે બાદ તેના ડાબા પગના સાથળના ભાગે પણ છરી મારી દીધી હતી. જેથી ઇજાગ્રસ્ત હાલતમાં પુત્ર કરણને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે BNS ની કલમ 109(1), 352, 333, 54 તથા GP એક્ટ 135 મૂજબ ગૂનો નોંધી હૂમલો કરતા બંને શખ્સોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે આ કિસ્સાથી ખૂલ્લેઆમ છરી સાથે ફરી આતંક મચાવતા શખ્સો પર પોલીસની ધાક ઓછી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. સજાના વોરંટનો આરોપી 4 માસથી ફરાર હતો, પોલીસે ઝડપી પાડ્યો રાજકોટ કોર્ટના નેગોશીએબલ એકટના ગુન્હામાં સજાના વોરંટના આરોપીને એસ્ટ્રોન ચોક પાસેથી પોલીસે ઝડપી પાડ્યો હતો. મૂળ રાજકોટના અને હાલ મહેસાણામાં રહેતો આરોપી રાઘવેન્દ્ર પ્રજાપતી છેલ્લા 4 મહીનાથી સજાના વોરંટની બજવણીથી બચવા માટે નાસતો ફરતો હતો. જોકે ભક્તિનગર પોલીસે આ આરોપીને બાતમીના આધારે એસ્ટ્રોન ચોક પાસેથી ઝડપી પાડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    લો બોલો! મેચમાં દર્શકોને જ એન્ટ્રી નહીં:ઓપનિંગ સેરેમની પણ કેન્સલ; ખાલી સ્ટેડિયમમાં રમાશે પાકિસ્તાની લીગ; કંગાળ પાક. સરકાર આવી રીતે ખર્ચ ઘટાડશે
    Next Article
    સચિન-નવસારી હાઈવે પર ટ્રાફિકમાંથી મુક્તિ:સતવલ્લા બ્રિજ ખુલ્લો મુકાયો, સી. આર. પાટીલ હસ્તે રૂ.125 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment