Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં પોલીસની મોટી કાર્યવાહી:સેક્ટર-2 વિસ્તારમાં 72 કલાકમાં NDPSના 5 કેસ ઝડપાયા, લાખોના ડ્રગ્સ સાથે કુખ્યાત શખ્સો જેલના સળિયા પાછળ

    7 hours ago

    સુરત શહેરમાંથી માદક પદાર્થોની ગેરકાયદે હેરાફેરી અને છૂટક વેચાણને નેસ્તનાબૂદ કરવા સુરત શહેર પોલીસ દ્વારા શરૂ કરાયેલી સઘન ઝુંબેશ અંતર્ગત મોટી સફળતા સાંપડી છે. ગુજરાત રાજ્યભરમાં યુવાધનને નશાના રવાડે ચડાવતાં કેફી દ્રવ્યોના નેટવર્કને તોડી પાડવા માટે જિલ્લા સ્તરે વિશેષ એન્ટી નાર્કોટીક્સ વીંગની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત સુરત શહેર પોલીસના સેક્ટર-૨ વિસ્તારમાં સ્થાનિક પોલીસ અને એન્ટી નાર્કોટીક્સ વીંગની ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને માત્ર ૭૨ કલાકના ટૂંકા ગાળામાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળના પાંચ ગંભીર કેસો શોધી કાઢી સપાટો બોલાવ્યો છે. અઠવાલાઈન્સ, સચીન GIDC અને ઇચ્છાપોરમાં પોલીસની તવાઈ સુરત શહેરના અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશન, સચીન જીઆઈડીસી પોલીસ સ્ટેશન, ઇચ્છાપોર પોલીસ સ્ટેશન તેમજ એન્ટી નાર્કોટીક્સ વીંગની અલગ-અલગ ટીમો દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં બાજ નજર રાખવામાં આવી રહી હતી. ખાસ કરીને પ્રતિબંધિત માદક પદાર્થો અને કેફી વસ્તુઓનું છૂટક વેચાણ કરીને યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરતાં અસામાજિક તત્વો સામે પોલીસે સઘન વોચ ગોઠવી હતી. આ સંયુક્ત કાર્યવાહી દરમિયાન પોલીસે દરોડા પાડીને અલગ-અલગ સ્થળોએથી જીવલેણ MD ડ્રગ્સ, મેફેડ્રોન તેમજ વનસ્પતિજન્ય કેફી પદાર્થ એવા ગાંજાનો મોટો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એમ.ડી. ડ્રગ્સ અને ગાંજા સાથે 6 નશાના સોદાગરો જેલહવાલે પોલીસે વિવિધ વિસ્તારોમાંથી માદક પદાર્થોના વેચાણ અને હેરાફેરીમાં સંડોવાયેલા કુલ ૬ આરોપીઓને ઝડપી લીધા છે. અઠવાલાઈન્સ પોલીસ મથકની હદમાંથી એમડી ડ્રગ્સ અને મેફેડ્રોનના જથ્થા સાથે અયાઝ ફીરોઝ પટેલ, મોહમદ બીલાલ ગુલામ હુસેન અચ્છા તેમજ ગોપાલ લક્ષ્મીપ્રસાદ વર્મા નામના શખ્સોને રંગેહાથ દબોચી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત સચીન જીઆઈડીસી અને ઇચ્છાપોર વિસ્તારમાંથી ગાંજા સહિતના નશીલા પદાર્થો સાથે શૈલેન્દ્ર શ્યામલાલ વિશ્વકર્મા, અર્શદીપસિંઘ સુખવીન્દરસિંઘ ધિલ્લોન તથા ઇસ્તિખાર મોહમ્મદ સાફત ખાનની ધરપકડ કરવામાં આવી છે. માત્ર ત્રણ દિવસમાં ઉપરાછાપરી પાંચ કેસો શોધી કાઢવાની પોલીસની આ કડક કાર્યવાહીથી શહેરના ડ્રગ પેડલરો અને નશાના સોદાગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    વાવડી ક્રિકેટ ગ્રાઉન્ડમાં વ્યાસ શરદોત્સવની ઉજવણી:મોરબી સહિત અન્ય શહેરોમાંથી 3000થી વધુ લોકો ગરબાના રંગે રંગાયા
    Next Article
    Daylight Saving Time 2026: US Clock Change Dates And Details

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment