Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિવાર જમતો હતો'ને શાકમાંથી ગરોળી નીકળી:માતા અને 2 પુત્રોને સારવાર માટે ખસેડવાની ફરજ પડી, સુરતના પુણા વિસ્તારની વિચિત્ર ઘટના

    8 hours ago

    સુરતના પુણા વિસ્તારમાં આવેલ એસએમસી આવાસમાં એક ચોંકાવનારી અને ગભરાટ ફેલાવતી ઘટના સામે આવી છે. રાત્રિના સમયે ઘરે બનાવેલા મગના શાકમાંથી અચાનક ગરોળી નીકળતા જમવા બેઠેલા પરિવારના હોશ ઊડી ગયા હતા. શાક ખાધા બાદ ગરોળી હોવાની જાણ થતાં જ માતા અને બે પુત્રોમાં ફૂડ પોઇઝનિંગની ભીતિ સેવાઈ હતી. ત્રણેયની તબિયત ગભરાટ અને આશંકા વચ્ચે લથડતા તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સદ્નસીબે યોગ્ય સારવાર મળતા ત્રણેયનો બચાવ થયો હતો, જ્યારે ત્રીજો ભાઈ નોકરી પર હોવાથી અકસ્માતે બચી ગયો હતો. બીજી વાર શાક પીરસતી વખતે થાળીમાં ગરોળી દેખાતાં સન્નાટો છવાયો મળતી માહિતી પ્રમાણે, પુણા-ઉમરવાડા રોડ પર આવેલા લક્ષ્મીનગર એસએમસી આવાસમાં ૨૭ વર્ષીય સંકેત સુરેશભાઈ રાઠોડ તેમના પરિમાર સાથે રહે છે. સંકેતના પિતા સુરેશભાઈનું અવસાન થયું હોવાથી ઘરની જવાબદારી માતા ગીતાબેન (ઉ.વ.46) અને ત્રણ પુત્રો સંકેત, પિન્કેશ (ઉ.વ.31) તથા જિગ્નેશ પર છે. ત્રણેય ભાઈઓ હીરાના કારખાનામાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. થાળીમાં ગરોળી જોતાં જ પરિવારજનો સ્તબ્ધ બે દિવસ પહેલાં રાત્રિના સમયે ગીતાબેને ઘરે ચોખાના રોટલા અને મગનું શાક બનાવ્યું હતું. રસોઈ દરમિયાન અજાણતાં જ કડાઈમાં ગરોળી પડી ગઈ હતી, જેનો કોઈને ખ્યાલ રહ્યો નહોતો. નોકરી પરથી ઘરે પરત ફરેલા સંકેત અને પિન્કેશ માતા સાથે રાત્રે જમવા બેઠા હતા. પ્રથમ રાઉન્ડમાં શાક-રોટલો જમ્યા બાદ જ્યારે સંકેતની થાળીમાં બીજી વખત શાક પીરસવામાં આવ્યું, ત્યારે તેના ચમચામાં ગરોળીનો મૃતદેહ દેખાયો હતો. થાળીમાં ગરોળી જોતાં જ પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા અને ઘરમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. ખાનગી હોસ્પિટલમાંથી નવી સિવિલ રીફર કરાયા શાકનું સેવન થઈ ચૂક્યું હોવાથી ગરોળીનું ઝેર શરીરમાં ફેલાઈ જવાની અને ફૂડ પોઇઝનિંગ થવાની ભારે દહેશત ઊભી થઈ હતી. પરિવારજનોએ તુરંત આસપાસના પડોશીઓને એકઠા કર્યા હતા. પરિસ્થિતિની ગંભીરતા જોઈ સમય બગાડ્યા વગર ત્રણેયને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યાં પ્રાથમિક તપાસ બાદ તબીબે વધુ અને ગંભીર સઘન સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ જવાની સલાહ આપી હતી. 24 કલાક ઓબ્ઝર્વેશન બાદ રજા આપાઈ પરિવારના સભ્યો ત્રણેયને લઈ તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં પહોંચ્યા હતા. સિવિલના તબીબોએ પણ બનાવની ગંભીરતા સમજીને તાત્કાલિક ત્રણેયને પ્રાથમિક સારવાર આપી ઓબ્ઝર્વેશન વોર્ડમાં દાખલ કર્યા હતા. સતત ૨૪ કલાક સુધી તબીબી દેખરેખ હેઠળ રાખ્યા બાદ ત્રણેયની તબિયત સુધારા પર આવતાં અને કોઈ ગંભીર લક્ષણો ન જણાતાં આખરે હોસ્પિટલમાંથી રજા આપી ઘરે મોકલી દેવાયા હતા. નાનો ભાઈ મોડો આવતા અકસ્માતે બચી ગયો આ કાળજું કંપાવનારી ઘટના વચ્ચે પરિવાર માટે એક રાહતના સમાચાર એ પણ રહ્યા કે પરિવારનો ત્રીજો પુત્ર જિગ્નેશ તે સમયે રસોઈનો શિકાર બનતાં રહી ગયો હતો. જિગ્નેશ હીરાના કારખાનામાં મોડે સુધી નોકરી પર હોવાથી ઘટના સમયે ઘરે પહોંચ્યો નહોતો અને તેણે જમવાનું લીધું ન હતું. પરિણામે તે ફૂડ પોઇઝનિંગની આ આખી દુર્ઘટનામાંથી આબાદ બચી ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    તુલસીવાડી વિસ્તારમાં શાળા બહાર જ ખાડો!:નાના બાળકો અને વાલીઓ માટે ખતરો, શિક્ષણ સમિતિ સંચાલિત શાળા બહાર પાલિકાના કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી
    Next Article
    ઐતિહાસિક લાખાજીરાજ માર્કેટનું રીનોવેશન ફરી અટક્યું:સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્ત નામંજૂર કરી, ચાલુ વરસાદમાં 'જેટ પેચર' મશીનથી ખાડા બુરવા સહિત 108 કરોડનાં વિકાસકામો મંજૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment