Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સહકારી ક્ષેત્રના નેતા 2-5 વર્ષમાં ન થવાય':શંકર ચૌધરીનો સભામાં હુંકાર:જામકંડોરણામાં સહકારી સંસ્થાઓની સભામાં જયેશ રાદડિયાએ ખેડૂતો અને મંડળીઓ માટે કરી 6 મોટી જાહેરાતો

    12 hours ago

    રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે આજે જિલ્લા કક્ષાની સાત મહત્વપૂર્ણ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા (AGM) ભવ્ય માહોલમાં યોજાઈ હતી. આ સંયુક્ત સભામાં રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિ., રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ., રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિ., રાજકોટ જિલ્લા સહકારી સંઘ, રાજકોટ જિલ્લા કો-ઓપ. કોટન માર્કેટિંગ યુનિયન લિ., રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રણાલય લિ. તેમજ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપ. બેંક લિ.ના કર્મચારીઓની ધિરાણ મંડળી સામેલ થઈ હતી. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી તેમજ ધારાસભ્ય અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડિયા સહિતના અગ્રણી સહકારી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ઐતિહાસિક સિદ્ધિ, ₹200 કરોડથી વધુનો નફો સભાને સંબોધતા રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના સહકારી માળખાને આ ઊંચાઈએ પહોંચાડવામાં સ્વ. વલ્લભભાઈ પટેલ અને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાનો સિંહફાળો રહ્યો છે. સમગ્ર દેશમાં ટૂંકી મુદતનું અને 0% વ્યાજે ધિરાણ આપવાનો ઐતિહાસિક નિર્ણય વિઠ્ઠલભાઈના નેતૃત્વમાં થયો હતો, જેના પરિણામે આજે પણ 2.50 લાખ ખેડૂતોને 0% વ્યાજે ધિરાણ મળી રહ્યું છે. વર્ષ 2025ની સાધારણ સભામાં બેંકની ડિપોઝિટ ₹9,770 કરોડ હતી, જે આજે વધીને ₹11,400 કરોડ પર પહોંચી ગઈ છે. ચાલુ વર્ષે ₹7,213 કરોડનું ધિરાણ 0% દરે આપવામાં આવ્યું છે, જ્યારે અકસ્માત વીમા માટે ₹15 કરોડનું પ્રીમિયમ બેંકે જાતે ભર્યું છે. બેંકે ₹200 કરોડથી વધુનો નફો નોંધાવી મંડળીઓને 15% ડિવિડન્ડ ચૂકવ્યું છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા ખેડૂતો અને મંડળીઓ માટે 6 મોટી જાહેરાતો: ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન 25 ઓક્ટોબર સુધી લંબાવાયું: મંત્રી જીતુ વાઘાણી કાર્યક્રમ દરમિયાન કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતલક્ષી મોટી જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, રસ્તામાં ખેડૂતોના મગફળીના પાથરા જોતાં ટેકાના ભાવે ખરીદી માટેના રજીસ્ટ્રેશનની મુદત વધારવાનો નિર્ણય લેવાયો છે. ખેડૂતોના હિતમાં રજીસ્ટ્રેશનની તારીખમાં વધારાના 15 દિવસ ઉમેરીને હવે 25 ઓક્ટોબર સુધી ખેડૂતો ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે. 'વિઠ્ઠલભાઈના છોડને જયેશભાઈએ વટવૃક્ષ બનાવ્યો': શંકર ચૌધરી વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સંબોધનમાં જણાવ્યું કે, "હું જ્યારે બનાસ બેંકનો ચેરમેન બન્યો ત્યારે વિઠ્ઠલભાઈ રાદડિયા પાસેથી પ્રેરણા લીધી હતી. તેમણે વાવેલા વૃક્ષને આજે જયેશભાઈએ વટવૃક્ષ બનાવ્યું છે." સહકારી રાજકારણ અંગે સૂચક ટકોર કરતાં તેમણે ઉમેર્યું કે, સહકારી ક્ષેત્રના નેતા એકાદ-બે કે પાંચ વર્ષમાં બની શકાતું નથી, તેના માટે પોતાની જાત ઘસીને લોકો માટે જીવવું પડે છે અને ગામથી લઈને જિલ્લા સુધી સિંચન કરવું પડે છે. લોધીકા સંઘની ચૂંટણીના 20 દિવસ બાદ પણ સુકાની નક્કી નહીં એક તરફ સાધારણ સભામાં ઉત્સાહનો માહોલ હતો, ત્યારે બીજી તરફ રાજકોટ લોધીકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી ન થવાનો ગણગણાટ ચર્ચાના કેન્દ્રમાં રહ્યો હતો. લોધીકા સંઘનું પરિણામ આવ્યાને 20 દિવસ વીતી જવા છતાં સંઘ પ્રશાસન દ્વારા સરકારી તંત્રને ચૂંટણી યોજવા દરખાસ્ત મોકલવામાં ન આવતાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. નવા ચૂંટાયેલા ડિરેક્ટરો હવે સંયુક્ત સહી સાથે સરકારી ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે. જામકંડોરણા ખાતે ટોચના આગેવાનોની ઉપસ્થિતિમાં બંધબારણે બેઠક યોજી લોધીકા સંઘના સુકાનીઓ અંગે ટૂંક સમયમાં આખરી નિર્ણય લેવાય તેવી પ્રબળ શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    સોલાર કંપનીના નામે છેતરપિંડી: 3.20 કરોડના 47 વાહન રિકવર:સુરેન્દ્રનગર પોલીસે 4 આરોપીને પકડ્યા, ચોટીલામાં 6 ગુના નોંધાયા હતા
    Next Article
    વ્યાજમાફી યોજનાની મુદ્દત લંબાય તેવી શક્યતા:રાજકોટનાં વધુમાં વધુ કરદાતાઓ લાભ લઇ શકે તે માટે મનપા દ્વારા 1 મહિનાની મુદ્દત વધારવા માટે વિચારણા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment