Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:ઉ.ગુ.માં ભેળસેળનો કારોબાર, 2 વર્ષમાં રૂ.4.45 કરોડનું 1.30 લાખ કિલોથી વધુ ઘી-પનીર ઝડપાયું

    2 days ago

    ઉત્તર ગુજરાતમાં તમે જે ઘી, પનીર કે દૂધ ખાઓ છો તે શુદ્ધ જ હશે એવું માનતા હોવ તો ચેતી જજો! તાજેતરમાં વિધાનસભા સત્રમાં થયેલી પ્રશ્નોત્તરીમાં ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લા ભેળસેળનું હબ બની ગયા હોવાનું સામે આવ્યું છે. છેલ્લા બે વર્ષમાં ડૂડ વિભાગે લીધેલા 3546 નમૂના પૈકી 275 નમૂના ફેઈલ થયા છે. જ્યારે 320 નમૂના હજુ ચકાસણી હેઠળ છે. સૌથી ચોંકાવનારી વિગત એ છે કે, ભેળસેળયુક્ત 1.30 લાખ કિલો ઘી અને પનીર તેમજ અન્ય ખાદ્યપદાર્થો લોકોના પેટમાં જાય તે પહેલાં તંત્રએ આ ષડયંત્ર પકડી પાડ્યું હતું. ફેઈલ થયેલા નમૂનાઓની કાર્યવાહી હેઠળ, રૂ.3.78 કરોડનું 83,693 કિલો ઘી તેમજ રૂ.11.88 લાખનું 5,056 કિલો પનીર જપ્ત કરાયું છે. આ ઉપરાંત રૂ.1.62 લાખની કિંમતનું 4,793 લિટર દૂધ, રૂ.52.81 લાખના 41,772 કિલો અન્ય ખાદ્યપદાર્થો જપ્ત કરાયા છે. આ મામલે કુલ 154 એડજ્યુડીકેટીંગ કેસ અને 19 કોર્ટ કેસ કરાયા છે. આ કેસો અન્વયે અત્યાર સુધીમાં રૂ.1.51 કરોડનો દંડ ફટકારાયો છે. તેમજ 105 કેસોમાં કાર્યવાહી હાલ પ્રગતિ હેઠળ છે. મહેસાણામાં 1.43 કરોડના ખાદ્યપદાર્થો જપ્ત મહેસાણા જિલ્લામાં લેવાયેલા કુલ 807 નમૂનામાંથી 56 નમૂના ફેઈલ જાહેર થયા છે, જ્યારે 85 નમૂના હજુ તપાસ હેઠળ છે. કાર્યવાહી દરમિયાન રૂ.1.11 કરોડની કિંમતનું 25,591 કિલો ઘી, રૂ.8.24 લાખનું 3,517 કિલો પનીર તથા રૂ.24.46 લાખના 18,102 કિલો અન્ય ખાદ્યપદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે. આ મામલે 14 એડજ્યુડીકેટીંગ કેસ અને 10 કોર્ટ કેસ નોંધાયા છે તેમજ રૂ.19.05 લાખનો દંડ ફટકારાયો છે. હાલ વધુ 32 કેસોમાં કાર્યવાહી ચાલુ છે. અરવલ્લીમાં 22.03 લાખનું ઘી જપ્ત અરવલ્લી જિલ્લામાં લેવાયેલા 401 નમૂનામાંથી 12 નમૂના ફેઈલ જાહેર થયા છે. કાર્યવાહી હેઠળ રૂ.22.03 લાખનું 3,953 કિલો ઘી જપ્ત કરવામાં આવ્યું છે. આ મામલે 8 એડજ્યુડીકેટીંગ અને 4 કોર્ટ કેસ નોંધાયા છે અને રૂ.30 હજારનો દંડ ફટકારાયો છે. પાટણમાં 91.55 લાખના ખાદ્યપદાર્થો જપ્ત પાટણ જિલ્લામાં લેવાયેલા 703 નમૂનામાંથી 61 નમૂના ફેઈલ જાહેર થયા છે, જ્યારે 135 નમૂના તપાસ હેઠળ છે. કાર્યવાહી દરમિયાન રૂ.73.86 લાખનું 23,943 કિલો ઘી, રૂ.1.97 લાખનું 845 કિલો પનીર તથા રૂ.15.72 લાખના 14,757 કિલો અન્ય ખાદ્યપદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે. આ મામલે 38 એડજ્યુડીકેટીંગ કેસ નોંધાયા છે અને વધુ 23 કેસોમાં કાર્યવાહી ચાલુ છે. સાબરકાંઠામાં 1.83 લાખનું ઘી જપ્ત, 7.78 લાખ દંડ સાબરકાંઠા જિલ્લામાં લેવાયેલા 631 નમૂનામાંથી 17 નમૂના ફેઈલ જાહેર થયા છે. કાર્યવાહી હેઠળ રૂ.1.83 લાખનું 256 કિલો ઘી જપ્ત કરાયું છે. આ મામલે 11 એડજ્યુડીકેટીંગ અને 2 કોર્ટ કેસ નોંધાયા છે તથા રૂ.7.78 લાખનો દંડ ફટકારાયો છે. અન્ય 4 કેસો કાર્યવાહીમાં છે. બ.કાં.માં 1.85 કરોડના ઘી-દૂધ-પનીર જપ્ત‎ બનાસકાંઠા જિલ્લામાં લેવાયેલા 1004 નમૂનામાંથી 132 નમૂના ફેઈલ‎જાહેર થયા છે, જ્યારે 100 નમૂના તપાસ હેઠળ છે. કાર્યવાહી‎દરમિયાન રૂ.1.69 કરોડનું 29,949 કિલો ઘી, 4,793 લીટર દૂધ તથા‎694 કિલો પનીર જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રૂ.12.63‎લાખના અન્ય ખાદ્યપદાર્થો પણ જપ્ત કરાયા છે. આ કેસોમાં 83‎એડજ્યુડીકેટીંગ અને 3 કોર્ટ કેસ નોંધાયા છે તથા રૂ.1.24 કરોડનો દંડ‎ફટકારાયો છે. 46 કેસોમાં કાર્યવાહી હેઠળ છે.‎
    Click here to Read More
    Previous Article
    Blog: Live: Afghanistan Accuses Pakistan Of Deadly Airstrike On Kabul Hospital
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:ઉત્તર ગુજરાતની 180 કોલેજોની સૈદ્ધાંતિક મંજૂરી પૈકી ત્રણ માસમાં માત્ર 1 ને જ મંજૂરી, 79 પેન્ડિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment