Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:ઉત્તર ગુજરાતની 180 કોલેજોની સૈદ્ધાંતિક મંજૂરી પૈકી ત્રણ માસમાં માત્ર 1 ને જ મંજૂરી, 79 પેન્ડિંગ

    2 days ago

    પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન સૈદ્ધાંતિક મંજૂરી વગર ચાલતી 100 કોલેજો માટે માઠા સમાચાર સામે આવ્યા છે.જેમાં યુનિવર્સિટી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી માટે મોકલવામાં આવેલી 180 કોલેજોની દરખાસ્તો ( ફાઇલો ) પૈકી 100 જેટલી ફાઈલો રાજ્યના શિક્ષણ કમિશનર દ્વારા પરત મોકલવામાં આવી છે. આ ફાઈલોમાં જરૂરી શરતોનું પરિપાલન ન થયું હોવાનું અને પાયાના ડોક્યુમેન્ટ્સ ખૂટતા હોવાનું સામે આવતા કોલેજો દોડતી થઈ છે. પુનઃ જોડાણ માટેની પ્રક્રિયા સહિત પ્રવેશ પ્રક્રિયા આગામી મે માં શરૂ થતી હોય જો અંદાજે 45 દિવસની અંદર કોલેજો ખૂટતી બાબતોની પૂર્તતા કરીને કોલેજો દ્વારા સરકાર માંથી મંજૂરી લેવા માં નહિ આવે તો નવા શૈક્ષણિક વર્ષમાં પુનઃ જોડાણ સાથે પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. યુનિવર્સિટી દ્વારા કોલેજો પાસેથી તમામ વિગતો મેળવીને એકેડમીક વિભાગ દ્વારા કુલ 180 કોલેજોની સરકાર સમક્ષ સૈંધ્ધતિક મંજૂરી મેળવવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્રણ માસ પૂર્વે આ તમામ ફાઈલો સરકારમાં મોકલી દેવામાં આવી છે.જોકે સરકારી સ્તરે થયેલી ચકાસણીમાં આશ્ચર્યજનક રીતે માત્ર એક જ કોલેજને મંજૂરી મળી છે. બાકીની 179 પૈકી 100 ફાઈલો તો સીધી જ રિજેક્ટ કરીને પરત મોકલી દેવામાં આવી છે. આ ગંભીર બાબતને જોતા સરકારની વિશેષ કમિટી યુનિવર્સિટી ખાતે રૂબરૂ આવી હતી. આ કમિટી પાંચ દિવસ સુધી રોકાઈને દરેક ફાઈલનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો. કમિટીએ યુનિવર્સિટી પ્રશાસનને કડક સૂચના આપી છે કે, તમામ ક્ષતિઓ તાત્કાલિક દૂર કરી ફરીથી દરખાસ્ત મોકલવામાં આવે જેથી બાકી કોલેજોને ઝડપથી સૈદ્ધાંતિક મંજૂરી આપી શકાય છે. કમિશનર કચેરીના આદેશ બાદ હવે યુનિવર્સિટી દ્વારા જે-તે કોલેજોને પૂરતા ડોક્યુમેન્ટ્સ સાથે હાજર થવા અને ક્ષતિઓ દૂર કરવા તાકીદ કરવામાં આવી છે. જેથી કોલેજો હવે દોડતી થઈ ગઈ છે. આ કારણોસર ફાઈલો રિજેક્ટ થઈ?
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:ઉ.ગુ.માં ભેળસેળનો કારોબાર, 2 વર્ષમાં રૂ.4.45 કરોડનું 1.30 લાખ કિલોથી વધુ ઘી-પનીર ઝડપાયું
    Next Article
    ભાસ્કર વિશેષ:પાટણમાં પરંપરા જીવંત રાખવા લગ્ન ગીતોત્સવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment