Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્લાસ 2 અધિકારી હોવાનું કહીને આધેડ સાથે 40 લાખની ઠગાઈ:તલાટી, ફૂડ એન્ડ ડ્રગ્સમાં નોકરી અને LT કંપનીમાં કોન્ટ્રાક્ટ અપાવવાનું કહીને રુપિયા પડાવ્યા

    1 day ago

    અમદાવાદના નિકોલમાં રહેતા એક આધેડ અને તેના મિત્ર પાસેથી એક ગઠિયાએ પોતે સચિવાલયમાં સેક્શન ઓફિસર હોવાની ઓળખ આપી આઇડી કાર્ડ બતાવ્યું હતું. ત્યારબાદ તલાટી, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં સીધી નોકરી અને એલ એન્ડ ટી કંપનીમાં કોન્ટ્રાક્ટ અપાવવાનું કહીને ટુકડે ટુકડે 40 લાખ પડાવ્યા હતા. જે મામલે આધેડે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સચિવાલયમાં સેક્શન ઓફિસર હોવાનું કહીને આધેડ સાથે છેતરપિંડી નિકોલમાં રહેતા મનુભાઈ ડાભી ટેમ્પો ડ્રાઇવિંગ કરવાનું કામ કરે છે. મનુભાઈ અને તેના મિત્ર જીતેન્દ્ર સુરાણી ઓગસ્ટ 2025માં ધોળકા સ્વામિનારાયણ મંદિર ગયા હતા, ત્યાં તેમને ભોજનાલયમાં રાજેન્દ્ર જેકડિયા નામનો વ્યક્તિ મળ્યો હતો. રાજેન્દ્રે પોતાની ઓળખ સચિવાલયમાં સેક્શન ઓફિસર તરીકેની આપી હતી અને આઈકાર્ડ પણ બતાવ્યું હતું. રાજેન્દ્રે બંનેને જણાવ્યું હતું તેને ઘણા છોકરાઓને તલાટીની પરીક્ષામાં નોકરી અપાવી છે. આ ઉપરાંત આવાસ યોજનાના મકાન પણ આપ્યા છે અને એલ એન્ડ ટી કંપનીમાં કોન્ટ્રાક્ટ પણ આવ્યા છે, તો તમારે કોઈ કામ હોય તો કહેજો. દીકરાને સરકારી નોકરી અપાવાની લાલચમાં છેતરાયા મનુભાઈનો દીકરો સરકારી પરીક્ષાની તૈયારી કરતો હોવાથી મનુભાઈએ તલાટીમાં નોકરી માટે તપાસ કરી હતી, ત્યારે નોકરી માટે 9.50 લાખ રૂપિયા આપવા જણાવ્યું હતું. મનુભાઈની સાથે જીતેન્દ્રભાઈને પણ તેમના દીકરાને સરકારી નોકરી અપાવવાની હોવાથી તેમણે પણ નોકરી માટે વાત કરતા તેમણે પણ 9.50 લાખ રૂપિયા આપવા જણાવ્યું હતું. બંને ભેગા મળી શરૂઆતમાં 13.50 લાખ રૂપિયા આપ્યા હતા. આધેડ અને મિત્ર પાસેથી 40 લાખ પડાવ્યા રાજેન્દ્રએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં પણ નોકરી અપાવવાનું કરીને વધુ 5.50 લાખ રૂપિયા પડાવ્યા હતા.જે બાદ એલ એન્ડ ટી કંપનીમાં કોન્ટ્રાક્ટ આપવાનું કહીને 8.59 લાખ રૂપિયા લીધા હતા. ટુકડે ટુકડે અલગ અલગ નોકરી અને કોન્ટ્રાક્ટ આપવાનું કહીને કુલ 40 લાખ રૂપિયા પડાવ્યા હતા. તપાસ કરતા ભાંડો ફૂટ્યો, ફરિયાદ નોંધાઈ પૈસા પડાવ્યા બાદ પણ કોઈ નોકરી કે કોન્ટ્રાક્ટ અપાવ્યો નહોતો. મનુભાઈ તપાસ કરી તો રાજેન્દ્ર સચિવાલયમાં કોઈ નોકરી કરતો ન હતો જેથી મનુભાઈએ રાજેન્દ્ર જેકડિયા વિરોધમાં પાલડી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરા શહેર અને જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ:સુમનદીપ વિધાપીઠની હોસ્ટેલમાંથી 140 વિદ્યાર્થિની-વિદ્યાર્થીઓ સહિત 150નું રેસ્ક્યૂ, રાજલી પાસે પાણી ભરાતા વાહનવ્યવહાર બંધ
    Next Article
    વલસાડમાં ઔરંગા નદીમાં 3 યુવકો ફસાયા:પાણી જોવા ગયેલા યુવાનોનું રાત્રિના અંધારામાં રેસ્ક્યુ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment