Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જવાહર મેદાનમાં 2થી 4 સપ્ટેમ્બર સુધી લોકમેમેળો યોજાશે:30 હજાર બાળકોને ફ્રી રાઈડનો લાભ મળશે, સખી મંડળની બહેનોને ફ્રી સ્ટોલ મળશે, કલાકારો જમાવશે રંગ

    14 hours ago

    ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જવાહર મેદાન ખાતે તા.2 થી 4 સપ્ટેમ્બર સુધી સાતમ-આઠમના મેળા ને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, મેળા દરમ્યાન રાજયકક્ષા અને સ્થાનિક કલાકારો સુમધુર કંઠે પોતાની આગવી શૈલીમાં નગરજનોને રસપાન કરાવશે. મેળામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાના 30 હજાર બાળકો માટે વિનામૂલ્યે રાઈડનું આયોજન કરાયું છે, સાથે સખી મંડળની બહેનો માટે મેળામાં વિનામૂલ્યે સ્ટોલની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉર્વશી રાદડિયા, અપેક્ષા પંડ્યા સહિતના કલાકારો રંગ જમાવશે દરરોજ સાંજે 6 થી રાત્રે 12 વાગ્યા સુધી યોજાનારા આ લોકમેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો મુખ્ય આકર્ષણ રહેશે, જેમાં રાજ્યકક્ષાના જાણીતા કલાકારો બિરજુ બારોટ, ઉર્વશીબેન રાદડિયા, વિવેક સાંચલા અને અપેક્ષા પંડ્યા તેમજ સ્થાનિક કલાકારો પોતાની આગવી શૈલીમાં રજૂઆતો કરશે. મેળામાં બાળકો અને યુવાઓ માટે વિવિધ રોમાંચક રાઈડ્સ રાખવામાં આવી છે. સખી મંડળની બહેનોને ફ્રી સ્ટોલ મળશે આ ઉપરાંત, મેળામાં કુલ 24 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં ફૂડ કોર્ટ, આર્ટ-ક્રાફ્ટ તેમજ સખી મંડળની બહેનો દ્વારા ઉત્પાદિત વસ્તુઓ માટે વિનામૂલ્યે સ્ટોલની વ્યવસ્થા કરાઈ છે. નાગરિકોની સુવિધા માટે મહાનગરપાલિકાના વિકાસ કામોની પ્રદર્શની, મેડિકલ કેમ્પ અને પાર્કિંગની સુચારુ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીને લોકમેળાનું નિમંત્રણ આ આયોજનના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીને લોકમેળાનું નિમંત્રણ પાઠવવામાં આવશે. મેયર ઉષાબેન તલરેજા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશન મહેતાની ઉપસ્થિતિમાં યોજાયેલી પ્રેસ કોન્ફરેન્સમાં આ અંગેની માહિતી આપવામાં આવી હતી. આ મેળાનો મુખ્ય હેતુ નગરજનોને મનોરંજન પૂરું પાડવાનો તેમજ શાળાઓના બાળકો અને સખી મંડળની બહેનોને પ્રોત્સાહિત કરવાનો છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ ભાજપ SC મોરચા પ્રમુખ નારાયણ પરમારનું નિધન:62 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન, સંગઠનમાં શોક
    Next Article
    Samantha Ruth Prabhu Reacts After Fan Suggests 'Samraj' For Her And Raj Nidimoru's Baby

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment