Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઠગાઈ:હજીરાની 2 કંપનીમાં નોકરીના નામે દંપતીએ 32 લાખ ખંખેર્યા

    19 hours ago

    પાલ રહેતા વેપારીના પુત્રને હજીરાની બે કંપનીમાં ઊંચા હોદ્દા પર નોકરીની લાલચ આપી કતારગામના દંપતીએ નિર્મલ ધાનાણી અને કિંજલ ધાનાણી (વસનજી પાર્ક, કતારગામ) 32.40 લાખ પડાવ્યા છે. દંપતીએ હજીરાની બે મોટી કંપનીના બોગસ કન્ફરમેશન લેટર અને આઈડી કાર્ડ પણ બનાવી આપ્યા હતા, કંપનીના ગેટ પર સિક્યુરિટી ચેકિંગમાં ભાંડો ફૂટ્યો હતો. યુવકના પિતાની ફરિયાદ પર રાંદેર પોલીસે દંપતી સામે ગુનો નોંધ્યો છે. બંને ફરાર છે. પાલના વેપારીના પુત્રે સોસીયલ મીડિયા પર જાહેરાત જોઈ નિર્મલ ધાનાણીનો સંપર્ક કરતાં જ્યાં દંપતીએ રિલાયન્સ કંપનીમાં જોબ આપવાની વાત કરી હતી. જેના માટે વેપારીએ 10 લાખ આપ્યા હતા. કંપનીનો કન્ફરમેશન લેટર ગેટ પર ચેક કરતા બોગસ નીકળ્યો હતો. જેના માટે તેણે વિવિધ બહાના બનાવી ઓએનજીસીમાં નોકરી માટે 10 લાખ લીધા હતા. આ વખતે આપેલા જોઇનિંગ લેટર તપાસમાં બોગસ નીકળ્યા હતા. ફેન્સિંગનું કામ કરાવી 12.40 લાખ ન આપ્યા યુવકના પિતા ફેબ્રિકેશનનું કામ કરે છે. આથી દંપતીએ યુવકના પિતા પાસે વતનમાં ફેન્સિંગ કરાવ્યું હતું. જેમાં 12.40 લાખનું કામ કર્યુ હતું. આ રકમ પણ દંપતીએ પુત્રને નોકરી અપાવવાના ખર્ચમાં ગણી ચૂકવણી કરી ન હતી.
    Click here to Read More
    Previous Article
    હવામાન વિભાગની આગાહી:આગામી બે દિવસ ગરમીનો પારો 40 ડિગ્રી સુધી રહેવાની શક્યતા
    Next Article
    બાળકીનું સલામત રેસ્કયૂ કરાયું:અડાજણમાં દરવાજો લોક થતાં બાળકી ફસાઈ, ફાયરે રેસ્ક્યુ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment