Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાલાલા-ગીર ગઢડામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ:ઉત્તર-દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં બે દિવસ હળવા વરસાદની આગાહી, 2થી 3 દિવસમાં ગુજરાતમાંથી ચોમાસાની વિદાય શક્યતા

    14 hours ago

    રાજ્યમાંથી ચોમાસાની વિદાય પહેલા સતત બીજા દિવસે ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. આજે એક ઓક્ટોબરે બપોર બાદ ગીર ગઢડા અને તાલાલામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. તાલાલા પંથકના માધુપુર - જાંબુર સહિતના આસપાસના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. નૈઋત્યના ચોમાસાની વિદાય રેખા હાલ ઉત્તર ગુજરાતના ડીસા અને કચ્છના નલિયા પરથી પસાર થઈ ચૂકી છે. આગામી 2થી 3 દિવસ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસું વિધિવત રીતે વિદાય લે તે માટે પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે. વાતાવરણમાં ફેરફારને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. 2 ઓક્ટોબર પછી સમગ્ર રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટશે અને હવામાન સંપૂર્ણપણે સૂકું થઈ જશે. હળવા વરસાદ અને પવનની આગાહી આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને વાવ-થરાદ, દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવના છૂટાછવાયા વિસ્તારોમાં વીજળીના કડકા-ભડકા અને 30થી 40 કિમી/કલાકની ઝડપે ફુંકાતા પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ કે થંડરશાવર થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. શહેરોનું તાપમાન અને શુષ્ક હવામાન અમદાવાદ સહિત રાજ્યના બાકીના વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની સંભાવના છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 22.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જ્યારે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન સુરેન્દ્રનગરમાં 35.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
    Click here to Read More
    Previous Article
    જેડી મેજઠિયા ને આતિશ કાપડિયાની જોડીએ 'ચુંબક'માં મચાવી ધમાલ:બકબક કરતી માનસી પારેખ ને ટાઇગર મોમ બનતી ડેલનાઝ ઈરાનીનો અનોખો અંદાજ જોવા મળ્યો
    Next Article
    18-19 વર્ષના યુવાનો માટે મતદાર યાદીમાં નામ ઉમેરવાની ખાસ તક:ઓક્ટોબર-નવેમ્બરમાં ચાર ખાસ રવિવારે મતદાન મથકો પર કેમ્પ યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment