Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આ વખતે 2 આસો પૂનમ:શરદ પૂર્ણિમા 25 અને 26 ઑક્ટોબરે, લક્ષ્મી પૂજા કરવા અને ચંદ્રપ્રકાશમાં ખીર રાખવાની પરંપરા

    2 days ago

    રવિવાર, 25 ઑક્ટોબર અને સોમવાર, 26 ઑક્ટોબરે આશ્વિન મહિનાની અંતિમ તિથિ એટલે કે પૂર્ણિમા (શરદ પૂર્ણિમા) છે. તિથિના ઘટવા-વધવાની અસરને કારણે શરદ પૂર્ણિમા બે દિવસ રહેશે. 25 તારીખે સવારે લગભગ 11:55 વાગ્યે આ તિથિ શરૂ થશે અને 26 તારીખે સવારે લગભગ 9:41 વાગ્યે પૂર્ણ થશે. શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રપ્રકાશમાં ખીર રાખવાની પરંપરા છે, તેથી આ પરંપરા 25 ઑક્ટોબરની રાત્રે નિભાવવી જોઈએ, કારણ કે આ જ રાત્રે પૂર્ણિમાની તિથિ રહેશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ, એવી માન્યતા છે કે શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મી સ્વર્ગલોકમાંથી પૃથ્વી પર આવે છે અને પૃથ્વી પર વિચરણ કરે છે. મહાલક્ષ્મી જુએ છે કે આ તિથિની રાત્રે કોણ જાગીને પૂજા-પાઠ કરી રહ્યું છે. સંસ્કૃત શબ્દ ‘કોજાગર્તિ’ એટલે કે કોણ જાગી રહ્યું છે? આ શબ્દ પરથી જ આશ્વિન પૂર્ણિમાનું એક નામ કોજાગરી પૂર્ણિમા પડ્યું. જે લોકો રાત્રે જાગીને લક્ષ્મીપૂજન કરે છે, તેમના પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે. ભગવાન શ્રીકૃષ્ણના મહારાસની માન્યતા- પૌરાણિક કથાઓ અનુસાર, દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણે શરદ પૂર્ણિમાની ચાંદનીમાં જ વૃંદાવનની ગોપીઓ સાથે મહારાસ રચ્યો હતો. એવું કહેવાય છે કે આ રાત્રે ભગવાન શ્રીકૃષ્ણે માયાના બળથી અનેક રૂપ ધારણ કર્યા અને વૃંદાવનની તમામ ગોપીઓ સાથે રાસ રચ્યો. ભગવાનની આ લીલાના કારણે શરદ પૂર્ણિમાને રાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. શરદ પૂર્ણિમા સાથે જોડાયેલી પરંપરાઓ ચંદ્રના પ્રકાશમાં ખીર રાખવાની પરંપરા- શરદ પૂર્ણિમાની રાત્રે ગાયના દૂધ, ચોખા, સૂકા મેવા અને ખાંડમાંથી બનાવેલી ખીરને ઘરની બહાર ખુલ્લા આકાશ નીચે ચંદ્રના પ્રકાશમાં રાખવામાં આવે છે. ઘણા લોકો ચંદ્રના પ્રકાશમાં જ ખીર બનાવે છે. એવું માનવામાં આવે છે કે આ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર પોતાની સંપૂર્ણ 16 કળાઓ સાથે ઉદય પામે છે અને ચંદ્રનાં કિરણોમાં ઔષધીય અને અમૃત તત્ત્વોના ગુણો હોય છે. આ રાત્રે ઘરની બહાર રાખવામાં આવેલી ખીરમાં ચંદ્રનાં કિરણોના ગુણો ઉતરી આવે છે, આ ગુણો આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે. ચંદ્રપ્રકાશમાં થોડો સમય ખીર રાખ્યા પછી આ ખીરનો ભોગ મહાલક્ષ્મીને ધરાવવામાં આવે છે. લક્ષ્મીપૂજન કરવામાં આવે છે. પૂજાના પ્રસાદ તરીકે આ ખીર ખાવામાં આવે છે. શરદ પૂર્ણિમાએ કરી શકો છો આ શુભ કામ
    Click here to Read More
    Previous Article
    રાજાને એક સેવકનું જીવન સારું લાગી રહ્યું હતું:10 બાબતોનું ધ્યાન રાખશો, તો કામ સાથે જોડાયેલી બિનજરૂરી ચિંતા અને થાકથી બચી શકશો
    Next Article
    અધિકારીના ચહેરા પર ચલાન ફેંકવા બદલ ₹3 લાખનો દંડ:ખોટી જગ્યાએ કાર પાર્ક કરી હતી; કોર્ટે 40 ગણી વધુ પેનલ્ટી ફટકારી

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment