Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેળામાં ભક્તો માટે 2 કરોડથી વધુનો વીમો લેવાશે:પાટણમાં પદ્મનાભ ભગવાનનો મેળો 22થી 28 નવેમ્બર સુધી; પવિત્ર ક્યારાઓની મરામત શરૂ

    6 hours ago

    પાટણમાં 22થી 28 નવેમ્બર દરમિયાન પદ્મનાભ ભગવાનનો સપ્તરાત્રી રેવડિયા મેળો યોજાશે. આ વર્ષે પ્રથમ વખત દર્શનાર્થીઓની સુરક્ષા માટે 2 કરોડ રૂપિયાથી વધુની વીમા પોલિસી લેવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. વાડી પરિસરમાં પવિત્ર માટીના ક્યારાઓની મરામત પણ શરૂ થઈ છે. પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ પદ્મનાભ ભગવાનના વાર્ષિક મેળાની તૈયારીઓ મંદિર ટ્રસ્ટ, સમાજના આગેવાનો અને યુવાનો કરી રહ્યા છે. મેળાના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વાડી પરિસરમાં હરદેવજી ભગવાનના મંદિર તરફ આવેલા પવિત્ર માટીના ક્યારાઓની મરામત ભક્તો કરી રહ્યા છે. મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામીએ જણાવ્યું કે વિવિધ થડાના પરિવારજનો પોતપોતાના ક્યારાઓની મરામત કરી રહ્યા છે. મેળાના દિવસો નજીક આવતાં અન્ય ક્યારાઓનું કામ પણ પૂરું કરાશે. મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. તેમની સુરક્ષા અને વ્યવસ્થા માટે ટ્રસ્ટી મંડળ આયોજન કરી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો, 3 જવાન ઈજાગ્રસ્ત:બાઇક સવાર હુમલાખોરોએ CRPF જવાનો પર ગોળીબાર કર્યો
    Next Article
    ધ્રાંગધ્રાના પેડલ પ્રવાસી ગ્રુપે સાયકલિંગથી સ્વાસ્થ્યનો સંદેશ આપ્યો:સાડા ચાર વર્ષમાં 4.5 લાખ કિમીથી વધુ સાયકલિંગ કર્યું; તહેવારોની રજાઓમાં ફરવા જવાને બદલે ફિટનેસ પર ભાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment