Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તમિલનાડુ: હાઇવે બોર્ડ પર હિન્દી લખવા બદલ 2 અધિકારીઓ સસ્પેન્ડ:તમિલ-અંગ્રેજીમાં સ્થળોના નામ લખવાનો નિયમ; 2026માં ત્રીજી વખત હિન્દી શબ્દો ભૂંસી નાખવામાં આવ્યા

    2 days ago

    તમિલનાડુ સરકારે શુક્રવારે હાઈવે સાઇનબોર્ડ પર હિન્દી લખવાના મામલે બે અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા. બંને અધિકારીઓ હાઈવે વિભાગમાં સહાયક ઇજનેર છે. આ કાર્યવાહી તૂતીકોરિન જિલ્લાના સત્તાનકુલમ-નાઝરેથ સ્ટેટ હાઈવે (SH-93) પર લગાવવામાં આવેલા નવા સાઇનબોર્ડને લઈને કરવામાં આવી. તમિલનાડુની નીતિ મુજબ, સાઇનબોર્ડ પર માત્ર તમિલ અને અંગ્રેજીનો ઉપયોગ થવો જોઈએ. અધિકારીઓએ તેનું ઉલ્લંઘન કરીને નગરોનાં નામ હિન્દીમાં પણ લખાવ્યાં હતાં. સરકારને જાણ થતાં જ સાઇનબોર્ડ પરથી હિન્દીના શબ્દો ભૂંસી નાખવામાં આવ્યા. બંને અધિકારીઓ વિરુદ્ધ વિભાગીય કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. સરકારે આવા કિસ્સાઓમાં આગળ પણ કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. 2026માં હિન્દીમાં લખાયેલા નામો ભૂંસી નાખવાનો આ ત્રીજો કિસ્સો છે. આ પહેલાં માર્ચમાં તિરુચિરાપલ્લી ડિવિઝનલ રેલવે ઓફિસના નવા મકાનના ગેટ પર લખાયેલું કર્તવ્ય દ્વાર ભૂંસી નાખવામાં આવ્યું હતું. માર્ચમાં જ સિંગાનલ્લુર રેલવે સ્ટેશન પર હિન્દીમાં લખાયેલું સિંગાનલ્લુર દ્રવિડિયન પક્ષોના કાર્યકરોએ કાળું કરી દીધું હતું. તમિલનાડુની 'ટૂ-લૅંગ્વેજ ફોર્મ્યુલા' નીતિ તમિલ-અંગ્રેજીના ઉપયોગનો નિયમ- તમિલનાડુમાં લાંબા સમયથી ટૂ-લૅંગ્વેજ ફોર્મ્યુલા પોલિસી લાગુ છે. તેના હેઠળ સરકારી કામકાજ અને શિક્ષણમાં તમિલ અને અંગ્રેજીનો ઉપયોગ થાય છે. રાજ્ય સરકાર હિન્દીને સામેલ કરતી થ્રી-લૅંગ્વેજ નીતિનો વિરોધ કરતી રહી છે. 1965માં બનેલો કાયદો- તમિલનાડુની ભાષા નીતિનો આધાર 1956નો તમિલનાડુ સત્તાવાર ભાષા અધિનિયમ છે, જેમાં તમિલને રાજ્યની સત્તાવાર ભાષા બનાવવામાં આવી. ઇતિહાસ- 1965ના હિન્દી-વિરોધી આંદોલન બાદ 1968માં તત્કાલીન મદ્રાસ વિધાનસભાએ ત્રણ-ભાષા ફોર્મ્યુલા નકારીને તમિલ અને અંગ્રેજીને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કર્યો.
    Click here to Read More
    Previous Article
    વડોદરાની લાગણીઓ ‘ટાઈમ કેપ્સ્યૂલ’માં કેદ, 2051માં ખુલશે આજની યાદો:VCCI કોમર્શિયલ કોમ્પ્લેક્સ સામે ગ્રીન કોરિડોર ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે ટાઈમ કેપ્સ્યૂલ જમીનમાં ઉતારવામાં આવી, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ, લંડનમાં સ્થાન મળ્યું
    Next Article
    અમરેલીમાં વિફરેલી સિંહણ 12 કલાકે પાંજરે પૂરાઈ, વનવિભાગને હડકવાની આશંકા:એક બાદ એક 5 લોકો પર હુમલો, રેસ્ક્યૂ કરવા ગયેલા ગાર્ડને પણ લોહીલુહાણ કર્યો'તો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment