Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં વિફરેલી સિંહણ 12 કલાકે પાંજરે પૂરાઈ, વનવિભાગને હડકવાની આશંકા:એક બાદ એક 5 લોકો પર હુમલો, રેસ્ક્યૂ કરવા ગયેલા ગાર્ડને પણ લોહીલુહાણ કર્યો'તો

    3 दिन पहले

    અમરેલીમાં વિફરેલી સિંહણ 12 કલાકે પાંજરે પૂરાઈ છે. વડિયા તાલુકાના અરજણસુખ ગામ આસપાસ સિંહણે એક બાદ એક 5 લોકો પર હુમલો કરી લોહીલુહાણ કર્યા હતા. સિંહણને ટ્રાન્ક્યુલાઈઝ કરી પાંજરે પૂરાઈ હતી. હુમલા કેમ કર્યા તે જાણવા માટે સિંહણના હેલ્થની ચકાસણી થશે. ઉલ્લેખનીય છે કે સિંહણને રાત્રે 1 વાગ્યાની આસપાસ રેસ્ક્યૂ કરવા માટે ઓપરેશન શરૂ કરાયું હતું. ત્યારબાદ તે આજે બપોરે 1 વાગ્યાની આસપાસ પાંજરે પૂરાઈ હતી. હાલ સિંહણની વર્તણૂકને જોતા હડકવા હોવાની વનવિભાગને આશંકા છે. આ મામલે એનિમલ ડૉક્ટર તપાસ કરશે. અગાઉ જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ નજીક આવી વર્તણૂક કરી હુમલા કરી સિંહણનું મોત થયું હતું. તેની પહેલા રાજુલાના ધારેશ્વર ગામ પાસે પણ સિંહણની આવી વર્તણૂક જોવા મળી હતી અને સિંહણનું મોત થયું હતું. ગઇકાલે રાત્રિથી જ અરજણસુખ ગામ નજીક સિંહણે આતંક મચાવ્યો હતો. પાંચમ પતાવીને બાઇક પર પરત ફરી રહેલા બે યુવકો પર સિંહણે અચાનક હુમલો કર્યો. ત્યારબાદ વહેલી સવારે સીમ વિસ્તારમાં વધુ બે વ્યક્તિ પર હુમલો કર્યો. સાથે જ રેસ્ક્યૂ ઓપરેશન કરનાર વનવિભાગના ગાર્ડ અનિરુદ્ધ વાળા પર પણ સિંહણે હુમલો કરતા દોડધામ મચી હતી. સિંહણના હુમલાની તસવીરો બાઇક પર જતાં બે યુવકો પર રાત્રે હુમલો થયો 1 ઓક્ટોબરની રાત્રે આશરે 12 વાગ્યાના સુમારે તોરી ગામના મેહુલભાઈ મનુભાઈ વાજા અને ભગીરથભાઈ ગભરુભાઈ બસિયા અર્જુનસુખ ગામ પાંચેમમાં પ્રસંગ પતાવીને બાઇક પર પરત ફરી રહ્યા હતા. અર્જુનસુખ ગામથી અર્જુનસુખ પાટિયા વચ્ચે રસ્તામાં અચાનક સિંહણે તેમની પર હુમલો કરતા ગાડી નીચે પડી ગઈ હતી. આ હુમલામાં એક યુવકને હાથના ભાગે અને બીજાને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી. 108 મારફતે બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સવારે સીમ વિસ્તારમાં વધુ બે લોકો પર હુમલો મોડીરાતની ઘટના બાદ અરજણસુખની સીમમાં સિંહણે વધુ બે લોકો પર હુમલો કરતા સ્થાનિકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે. સિંહણ લોકોને જોઈને હુમલો કરવા દોડી રહી હોવાથી વન વિભાગના ACF રાજન જાદવ સહિતનો કાફલો રાતથી જ સ્કેનિંગ અને તપાસની કામગીરી કરી રહ્યો છે. સિંહણના સગડ મળી આવ્યા હોવાથી તેને પકડવા માટે ડોક્ટરોની ટીમ સાથે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મારી આગળની સીમના જ એક વ્યક્તિ પર હુમલો કર્યોઃ અતુલભાઈ બીજા હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા અતુલભાઈએ જણાવ્યું કે, હું મારી વાડીએ કામ કરતો હતો ને, ત્યાં સિંહણ અચાનક સીધી કપાસમાંથી દોડીને આવીને મારા ઉપર હુમલો કર્યો. જ્યારે હું 108માં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે, હું આ ચોથો વ્યક્તિ છું. મારી પહેલાં પણ ત્રણ લોકો પર આ સિંહણે જ હુમલો કર્યો છે. એક વ્યક્તિ મારાથી બીજી આગળની સીમનો છે. અમારા ચારેય પર હુમલો કરનારી એક જ સિંહણ છે અને મેં તેને જોઈ પણ છે. સિંહણ પાંજરે પુરાતા ભયનો માહોલ દૂર થયો: સરપંચ અરજનસુખ ગામના સરપંચ કાળુભાઈએ જણાવ્યું કે 24 કલાકથી અમે બીકમાં હતા. સિંહણ પાંજરે પુરાતા ભયનો માહોલ દૂર થઈ ગયો. હવે કોઈને ગભરાવવાની જરૂર નથી. સિંહણને ક્રાંકચ એનિમલ કેર સેન્ટર ખસેડી: ACF શેત્રુંજી ડિવિઝનના ACF રાજન જાદવે જણાવ્યું કે ગત રાત્રે પોણા બાર વાગ્યાની આસપાસ બે મોટરસાયકલ સવાર પર સિંહણે હુમલો કર્યો હતો, જેમાં એમને સામાન્ય ઈજા થઈ હતી. ત્યારથી વન વિભાગની 6થી 7 ટીમો વિસ્તારમાં સ્કેનિંગ કરતી હતી. આ દરમિયાન આજે સવારે પણ સમાચાર આવ્યા કે બીજા બે લોકોને અને એક અમારા સ્ટાફને પણ સામાન્ય ઈજા કરી છે અને એ બાબતે તમામ વિસ્તારમાં ફરી સિંહણનું લોકેશન મેળવી એને પકડવામાં અમે સફળ થયા છીએ. હવે વાડી-ખેતરમાં કામ કરતા લોકોને ગભરાવવાની જરૂર નથી. સિંહણને ક્રાંકચ એનિમલ કેર સેન્ટરે ખસેડીને અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો, ઉનામાં ઓસરીમાં સૂતેલા વૃદ્ધ પર સિંહનો હુમલો, કહ્યું- સાવજે પછાડ્યો, હાકલો કર્યો એટલે જતો રહ્યો પછી બીજો આવ્યો
    Click here to Read More
    Previous Article
    તમિલનાડુ: હાઇવે બોર્ડ પર હિન્દી લખવા બદલ 2 અધિકારીઓ સસ્પેન્ડ:તમિલ-અંગ્રેજીમાં સ્થળોના નામ લખવાનો નિયમ; 2026માં ત્રીજી વખત હિન્દી શબ્દો ભૂંસી નાખવામાં આવ્યા
    Next Article
    ગાંધી જયંતીને લઈ કાર્યક્રમોનું આયોજન:પોલીસ દ્વારા નશા મુક્તિ માટે જન જાગૃતિ કાર્યક્રમ કર્યો, પ્રદેશ પ્રમુખે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપી ખાદી ખરીદી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment