Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢમાં 2 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો,:સુખનાથ ચોક પાસે થયેલી બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી 2 રીઢા આરોપીઓની અટકાયત, કુલ ₹35,450નો મુદ્દામાલ જપ્ત

    1 day ago

    ​જૂનાગઢ શહેરના સુખનાથ ચોક અને ફરજાના હોલ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનોને નિશાન બનાવી તરખાટ મચાવતી તસ્કર ટોળકીને પકડી પાડવામાં જૂનાગઢ એ ડિવિઝન પોલીસ મથકની ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે અલગ-અલગ બે મકાનોમાંથી ચોરી થયેલા સોના-ચાંદીના દાગીના સહિતના તમામ મુદ્દામાલ સાથે બે રીઢા શખ્સોને દબોચી લીધા છે અને કાયદેસરની જેલહવાલે કરવાની તજવીજ હાથ ધરી છે. ​આ ચોરીના ગુનાઓની વિગત મુજબ, ગત તારીખ 28/05/2026ના રોજ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ મથકે મકાન તોડી ચોરી કરવા અંગેના બે ગુનાઓ રજિસ્ટર થયા હતા. પ્રથમ ગુનામાં અજાણ્યા આરોપીએ મકાનમાં ગેરકાયદે પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. જ્યારે બીજા ગુનામાં આરોપીએ રાત્રિના સમયે મકાનની દિવાલનો પથ્થર કાઢી અંદર પ્રવેશી ચોરીને અંજામ આપ્યો હતો. શહેરમાં વધતી ચોરીની ઘટનાઓને રોકવા અને ગુનાનો ભેદ ઉકેલવા એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એસ.કે. દેસાઈ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. ​પીઆઈની સૂચનાના પગલે સર્વેલન્સ સ્કોડના સબ ઇન્સ્પેક્ટર વાય.એન. સોલંકી અને તેમની ટીમ વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ અને હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સિસ કાર્યરત કરીને તપાસ ચલાવી રહી હતી. આ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ. ભદ્રેશભાઈ રવૈયા, કોન્સ્ટેબલ કલ્પેશભાઈ ચાવડા અને અનકભાઈ બોઘરાને ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે, કીમ કલરનું ટી-શર્ટ અને કાળું પેન્ટ પહેરેલો એક શખ્સ પોતાના સાગરીત સાથે ધારાગઢ દરવાજા વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં આંટાફેરા કરી રહ્યો છે. ​મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક વોચ ગોઠવીને ઘટનાસ્થળેથી આરોપી અંજુમશા ઇસ્માઈલશા રફાઈ (ઉં.વ. 26) અને તેની સાથેના અન્ય એક ઈસમ અફીદી ઉર્ફે લોચો ભીખુભાઈ કુરેશી (ઉં.વ. 19, રહે. ધારાગઢ દરવાજા, જૂનાગઢ)ને કોર્ડન કરીને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ બંને શખ્સોની કડક પૂછપરછ અને જડતી લેતા તેમની પાસેથી ચોરીમાં ગયેલી 2 જોડી સોનાની બુટ્ટી અને 1 જોડી ચાંદીના પાટલા સહિત કુલ ₹35,450ની કિંમતનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. ​પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલ મુખ્ય આરોપી અંજુમશા ઇસ્માઈલશા રફાઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની વિરૂદ્ધ અગાઉ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જ શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી સહિતના કુલ 12 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પે કહ્યું- ઈરાન પરમાણુ બોમ્બ નહીં બનાવે:અમેરિકા નાકાબંધી હટાવશે, હોર્મુઝમાં ટોલ પણ નહીં લાગે; સમજૂતી પર જલ્દી નિર્ણય લેશે
    Next Article
    ભાજપ અગ્રણી દીપક મિસ્ત્રીને ચેક બાઉન્સ કેસમાં સજા:કોર્ટે 1 વર્ષની જેલ અને રૂ. 7.5 લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment