Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટથી લંડન બાઈક પર સાહસિક સફર:ઈ વેસ્ટ જાગૃતિના સંદેશ સાથે 2 બાઇકર્સનું સાહસ, 18 હજાર કિલોમીટરની 18 દેશની યાત્રાનો શનિવારથી પ્રારંભ

    1 day ago

    રાજકોટના બે બાઇકર્સ 54 દિવસમાં 18,804 કિલોમીટરનું અંતર કાપી લંડન પહોંચશે. જેમાં બેટરી નિકાલ એટલે કે ઈ વેસ્ટ અંગે જાગૃતિ લાવવા માટે 18 થી 20 દેશોની યાત્રા કરશે. જે અંગે રાઇડર્સ જીવા પરમારે જણાવ્યુ હતુ કે, હું છેલ્લા 25 વર્ષથી બાઇક રાઇડિંગ કરું છું. મારી હોબી રાઈડ કરવાની છે. ઓલ ઇન્ડિયા ઉપરાંત ભુતાન અને નેપાળમાં ઇન્ટરનેશનલ રાઈડ કરેલી છે. હવે એવો વિચાર આવ્યો છે કે ઇન્ટરનેશન લાંબી રાઇડ કરવી છે. આ રાઇડ માટે અમે છેલ્લા છ મહિનાથી તૈયારી કરતા હતા. જેમાં દરેક કન્ટ્રીના વિઝા અને બાઈકની પરમિશન સહિતની બાબતો હતી. અમે અમારી યાત્રા દરમિયાન 20 જેટલા દેશો ક્રોસ કરશું. અમારી હાઈ માઉન્ટેઈન, મેડિસન અને ટૂલ કિટ્સ સહિતની ચીજ વસ્તુઓ લઈ જઈ રહ્યા છીએ. રસ્તામાં અમુક જગ્યાઓ એવી છે કે જ્યાં અમારે પેટ્રોલ લઈને જવું પડશે. જેમાં 400 કિલોમીટર સુધી પેટ્રોલ નહીં હોય. અમારે 6 રાઇડર છે. જેમાંથી 3 રાઇડર ચાઇના ક્રોસ કરી ચૂક્યા છે. અમે 2 રાજકોટ અને એક મુંબઈથી છે. 30 મે ના સવારે 5 વાગ્યે અમારી રાઈડ શરૂ થશે. BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE)ના વડા VVS લક્ષ્મણ રાજકોટની મુલાકાતે BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE)ના વડા અને દિગ્ગજ ક્રિકેટર VVS લક્ષ્મણએ આજે નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ચાલી રહેલા CoE અંડર 19 બોયઝ એલીટ કેમ્પ દરમિયાન મુલાકાત લીધી હતી. VVS લક્ષ્મણે કેમ્પના ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફ સાથે સમય વિતાવ્યો અને વાતચીત કરી. અંડર-19 બોયઝ એલીટ કેમ્પ દેશભરના આશાસ્પદ યુવા ક્રિકેટરોને એકસાથે લાવ્યા છે, જે તેમને અનુભવી વ્યાવસાયિકો હેઠળ અદ્યતન કોચિંગ, મેચ તૈયારી, ફિટનેસ તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડે છે. આ કેમ્પ ભારતીય ક્રિકેટરોની આગામી પેઢીને ઉચ્ચ સ્તરની સ્પર્ધા માટે તૈયાર કરવાના હેતુથી સઘન તાલીમ સત્રો અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમો સાથે ચાલુ રહે છે. VVS લક્ષ્મણે સ્ટેડિયમની ઉચ્ચ-ગુણવત્તાવાળી પ્રેક્ટિસ સુવિધાઓ, રમતની સપાટીઓ, ફિટનેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યુવા ક્રિકેટ પ્રતિભાને ઉછેરવા માટે અનુકૂળ એકંદર વાતાવરણની ખૂબ પ્રશંસા કરી છે. જામનગર રોડ પર નવો ફોરલેન બ્રિજ આગામી સપ્તાહે ખુલ્લો મુકાય તેવી શક્યતા જામનગર રોડ પર સાંઢીયા પુલની જગ્યાએ 74 કરોડના ખર્ચે બનેલા નવા ફોરલેન બ્રિજનું કામ લગભગ પૂર્ણ થઇ ગયું છે અને આગામી સપ્તાહે તેનું ઉદઘાટન કરવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. એસ.ટી. બસ સહિતના ભારે ટ્રાફિકને વહન કરતો જુનો પુલ તોડીને રાજકોટમાં આ નવો બ્રિજ બનાવવામાં આવ્યો છે, જે હાલ છેલ્લા ટચીંગની સ્થિતિમાં છે. રેલ્વે સાથે સંકલનમાં ઢીલ જેવા કારણોસર આ પ્રોજેક્ટ વિલંબિત થયો હતો, પરંતુ હવે તે રાત્રે લાઇટીંગથી ઝગમગવા લાગ્યો છે. ગઇકાલે મેયર નેહલ શુકલએ આ કામગીરીની સમીક્ષા કરી હતી અને આવતીકાલે ભાજપ પદાધિકારીઓની ટીમ પુલ સાઇટની મુલાકાત લેશે. મુલાકાત બાદ 2-3 દિવસમાં લોકાર્પણની તારીખ જાહેર કરવામાં આવશે. અઠવાડિયામાં આ નવો બ્રિજ ખુલ્લો મુકાતા જામનગર રોડ, 150 ફુટ રોડ, રૈયા રોડ, કાલાવડ રોડ અને મવડી રોડની ટ્રાફિક સમસ્યા પણ ઘણી હળવી થઇ જશે. રાજકોટમાં મનપાની 31 દુકાનોની હરાજી ત્રીજી વખત નિષ્ફળ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મવડી, 150 ફૂટ રિંગ રોડ અને સત્યપ્રકાશ વિદ્યાપીઠ સામે આવેલી ત્રણ આવાસ યોજનાના શોપિંગ સેન્ટરની બાકી રહેલી 31 દુકાનોની હરાજી આજે સતત ત્રીજી વખત નિષ્ફળ ગઈ છે. એસ્ટેટ શાખા દ્વારા કોન્ફરન્સ હોલમાં યોજાયેલી આ હરાજીમાં ભાગ લેવા માટે માત્ર 5 વેપારીઓ જ હાજર રહ્યા હતા. મોકાની જગ્યા અને ટાઈટલ ક્લિયર હોવા છતાં, મોટાભાગની દુકાનો પ્રથમ અને બીજા માળ પર આવેલી હોવાના કારણે મનપાને પૂરતા ખરીદદારો મળ્યા ન હતા. અંતે સ્પર્ધાત્મક ભાવો ન મળતા એસ્ટેટ અધિકારી મેહુલ ગાંધીએ હરાજી મુલત્વી રાખવાની જાહેરાત કરી હતી. આ હરાજીમાં મવડી સીતાજી ટાઉનશીપની બીજા માળની 19 દુકાનો માટે રૂ. 15 લાખથી રૂ. 15.30 લાખની અપસેટ કિંમત નક્કી કરાઈ હતી. આ ઉપરાંત શહીદ સુખદેવ ટાઉનશીપ અને કવિ કલાપી ટાઉનશીપની ગ્રાઉન્ડ ફ્લોર તથા બીજા માળની દુકાનોનો સમાવેશ થાય છે. હવે આ દુકાનો વેચવા માટે બે-ત્રણ મહિના પછી નિયમોમાં જરૂરી ફેરફારો સાથે નવો પ્રયત્ન કરવામાં આવે તેવી શક્યતા છે. આંગણવાડી વર્કરોને સંખ્યા વધારવા અધિકારીઓનું દબાણ રાજકોટ મહાપાલિકા સંચાલિત આંગણવાડીઓમાં બાળકોની સંખ્યા વધારવા માટે અધિકારીઓ દ્વારા અયોગ્ય દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ ગુજરાત આંગણવાડી સંગઠન દ્વારા કરવામાં આવી છે. આ અંગે સંગઠને મહાપાલિકાના સીડીપીઓ અને પ્રોગ્રામ ઓફિસરને લેખિત રજૂઆત કરી રોષ ઠાલવ્યો છે. આંગણવાડી કાર્યકરોએ જણાવ્યું કે નિયમ મુજબ વિસ્તારના ગર્ભવતી માતાઓ, ધાત્રી માતાઓ અને 0 થી 6 વર્ષના તમામ બાળકોની નોંધણી નિયમિત રીતે કરવામાં આવે છે. હાલમાં નવા લાભાર્થી ઉપલબ્ધ ન હોવા છતાં ટાર્ગેટ પૂરો કરવા માટે બહારના બાળકોના નામ ચડાવવા દબાણ કરાય છે. બહારના બાળકો દૂર હોવાથી કેન્દ્ર પર આવતા નથી, જેથી ઓનલાઇન આંકડા અને વાસ્તવિક સંખ્યામાં મોટો તફાવત સર્જાય છે. તંત્ર દ્વારા આવી ખોટી માહિતી દાખલ કરાવ્યા બાદ ભવિષ્યમાં સર્જાનારી કોઈ મુશ્કેલીની જવાબદારી વર્કરો પર ઢોળી દેવાય છે તે યોગ્ય નથી. હાલ રાજકોટમાં 350 કેન્દ્રો પર બાળકોની સંખ્યા 50 થી વધુ છે. આ સંખ્યાના આધારે કોર્પોરેશન કક્ષાએ નવા કેન્દ્રો ખોલવામાં આવે અને ભવિષ્યમાં આઈસીડીએસ યોજના સિવાયની કોઈ કામગીરી સોંપવી હોય તો લેખિત પરિપત્ર સાથે અપાય તેવી માંગ પણ કરવામાં આવી છે. પ્રેમલગ્ન કરનાર મહિલાને માનસિક, શારીરિક ત્રાસ આપતા પતિનું કાઉન્સેલિંગ કરાયું રાજકોટ જિલ્લામાં એક પરિણીત મહિલાના ઘરેલુ વિવાદના પ્રકરણમાં 181 મહિલા હેલ્પલાઇન અભયમ ટીમ દ્વારા સમયસર હસ્તક્ષેપ કરી કુશળ કાઉન્સેલિંગ મારફતે પતિને પરિવાર પ્રત્યેની જવાબદારીનું ભાન કરાવી ઘરસંસાર પુનઃ ધબકતો કર્યો હતો. હાલમાં જ બનેલા આ કિસ્સામાં પીડિત મહિલાએ હિંમતપૂર્વક 181 મહિલા હેલ્પલાઇન પર સંપર્ક કર્યો હતો. જેમાં તેના પતિ દ્વારા સતત હેરાનગતિ કરવામાં આવતી હોવાનું જણાવ્યું હતું. મહિલાના પતિ રોજગાર બાબતે બેદરકારી દાખવતા હોવાથી તેમનાં પારીવારિક જીવન પર પ્રતિકૂળ અસર પડી રહી હતી. મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, તેમણે પ્રેમલગ્ન કર્યા હતા અને લગ્નજીવનને અંદાજે ત્રણ વર્ષ પૂર્ણ થયેલ છે. દંપતીને એક વર્ષનું સંતાન પણ છે. પીડિતાના જણાવ્યા અનુસાર, છેલ્લા છ માસથી તેમના પતિ નિયમિત રીતે કામ પર જતા નહોતા અને ઘણીવાર માતાના ઘરે જઈ સમય પસાર કરતા હતા. બનાવના દિવસે મહિલાએ પતિને કામ પર જવા માટે કહેતા પતિ ઉશ્કેરાઈ જઈ તેની સાથે મારપીટ કરી હતી. જોકે 181 મહિલા હેલ્પલાઇને મહિલાના પતિ તેમજ સાસુ-સસરાનું વિસ્તૃત કાઉન્સેલિંગ કર્યું હતું. જેથી પતિએ પોતાની ભૂલ સ્વીકારી ભવિષ્યમાં પત્ની ઉપર હાથ નહીં ઉપાડવાની ખાતરી આપી હતી. ઉપલેટામાં ડાલ્ડા ઘીની ભઠ્ઠી સીલ, કોટડાસાંગાણીમાં ગૌચરની જમીન પરથી દબાણ દૂર થશે રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું આયોજન કરાયું હતું. આજે કલેકટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લામાંથી આવેલા અરજદારોની 17 અરજીઓનું સકારાત્મક નિરાકરણ કરાયું હતું.જેમાં ઉપલેટા ખાતે ગેરકાયદે ચાલતી ડાલ્ડા ઘીની ભઠ્ઠીને સીલ મારવા, કોટડા સાંગાણીના રામપરા ગામના ગૌચરની જમીન અને સાર્વજનિક પ્લોટ પરના દબાણ દૂર કરવા સહિતની અરજીઓનું સ્થળ પર નિરાકરણ કરાયું હતુ. કુલ 41 અરજદારોએ વ્યક્તિગત અને જનહિતનાં પ્રશ્નો સંદર્ભે અરજી કરી હતી. જે પૈકી 25 અરજદારો આજે સ્વાગત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સંકલન બેઠકમાં ગરમાવો:પોલીસ કમિશનર સામે ટ્રાફિક, પાણી માફિયા અને અશાંત ધારાની ફાઈલોનો ખડકલો, ધારાસભ્યો દ્વારા આક્રમક રજૂઆત
    Next Article
    Vaibhav Sooryavanshi Out For 96 Vs Gujarat Titans In Qualifier 2, His Slowest Half-Century In IPL — Watch

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment