Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2 દિવસમાં 18 ઈંચ વરસાદે સુરતની 'સૂરત' બગાડી નાખી:સ્લમ વિસ્તારથી લઈ પોશ વિસ્તાર સુધી જળબંબાકાર, આજે શાળા-કોલેજો અને કાપડ માર્કેટ બંધ

    2 days ago

    ડાયમંડ અને ટેક્સટાઈલ સિટીની ઓળખ ધરાવતા સુરતમાં 6 અને 7 જુલાઈએ વરસેલા 18 ઈંચ વરસાદે ચારેકોર પાણી પાણી કરી દીધું. શહેરમાંથી પસાર થતી પાંચમાંથી ચાર ખાડી ઓવરફ્લો થતા સ્લમ વિસ્તારથી લઈ પોશ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.બે દિવસ દરમિયાન વીજકરંટ લાગતા, ઝાડ પડતા અને વીજળી પડવાના કારણે 9 લોકોએ જીવ ગુમાવ્યો છે. તો બીજી તરફ વરસાદી પાણી દુકાનો અને ઘરમાં ઘૂસી જતા કેટલું નુકસાન થયું તેનો આંક તો પાણી ઓસર્યા બાદ જ સામે આવશે. આજે પણ સુરત અને ઉપરવાસમાં વરસાદની શક્યતા હોય તંત્રએ સલામતીના ભાગરૂપે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ફોસ્ટા દ્વારા શહેરની કાપડ માર્કેટ પણ 8 જુલાઈએ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. શહેરમાં રસ્તાઓ પર એટલા પાણી હતા કે, વાહનોની જગ્યાએ બોટ ચાલતી જોવા મળી હતી. જેના કારણે 7 જુલાઈએ સિટી, BRTS અને એસટી બસના પૈડા થંભી ગયા હતા. 18 ઈંચથી વધુ વરસેલા વરસાદે શહેરની હાલત બગાડી 6 જુલાઈએ બપોરના 3 વાગ્યાથી સુરત શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. 6 જુલાઈએ 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ 7 જુલાઈએ સવારે ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો સાંજ પડતા પડતાં વરસાદનો આંક 13 ઈંચ સુધી પહોંચી ગયો હતો. શહેરના કેટલાક ઝોન તો એવા હતા કે જ્યાં માત્ર બે કલાકના ગાળામાં 5 થી 9 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. સુરત શહેરમાં 7 જુલાઈએ સવારે 6 વાગ્યા સુધીમાં 17 ઈંચ વરસાદ વરસ્યો હતો. 7 જુલાઈએ દિવસ દરમિયાન 13 ઈંચ વરસાદ વરસતા હવે સિઝનનો 30 ઈંચ વરસાદ થઈ ચૂક્યો છે. શહેર અને જિલ્લાના વરસાદના કારણે 4 ખાડી ઓવરફ્લો સુરત શહેરમાં તો ધોધમાર વરસાદ વરસ્યો જ. પણ સાથે જિલ્લાના કામરેજ, પલસાણા સહિતના વિસ્તારમાં પણ સાંબેલાધાર વરસાદ પડતા સુરત શહેરમાંથી પસાર થતી પાંચમાંથી ચાર ખાડી ઓવરફ્લો થઈ ગઈ અને ભયજનક સપાટીથી ઉપર વહેવા લાગી. જેના કારણે ખાડીની આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોનું સલામત સ્થળે રેસ્ક્યૂ કરવાની ફરજ પડી હતી. શહેરના આ વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા બે દિવસ દરમિયાન ભારે વરસાદના કારણે જે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ તેમાં સ્લમા વિસ્તાર હોય કે પોશ કોઈ બાકાત ન રહ્યા. શહેરના કેટલાક વિસ્તાર એવા પણ છે કે જ્યાંના લોકોએ પહેલીવાર જળબંબાકારની સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. બે દિવસમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા શહેરમાં બે દિવસ દરમિયાન વરસેલા ધોધમાર વરસાદના કારણે વીજકરંટ લાગતા, વીજળી પડતા અને ઝાડ પડવાના કારણે નાના બાળકો, પરિણીતા અને યુવકો સહિત 9 લોકોના જીવ ગયા હતા. આજે શાળા-કોલેજોમાં રજા જાહેર સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા 8 જુલાઈએ શહેર અને જિલ્લાની તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. આજે કાપડ માર્કેટ પણ બંધ રહેશે સુરત શહેરમાં સતત થઈ રહેલા ભારે વરસાદ અને વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને 'ફેડરેશન ઓફ સુરત ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસિએશન્સ' (FOSTTA) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે 8 જુલાઈ (બુધવાર)ના રોજ સુરતના તમામ કાપડ માર્કેટ સંપૂર્ણપણે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ વેપારીઓ માટે વિશેષ સૂચના જાહેર કરવામાં આવી છે કે જે વેપારીઓની દુકાનો બેઝમેન્ટ કે લોઅર ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી હોય, અથવા જેમને માલસામાનની સુરક્ષા માટે તેને અન્ય સ્થળે શિફ્ટ કરવો હોય કે કોઈ અતિ આવશ્યક દસ્તાવેજી કામ માટે દુકાન ખોલવી અનિવાર્ય હોય, તેઓએ સંબંધિત માર્કેટ એસોસિએશનની પૂર્વ મંજૂરી મેળવ્યા બાદ જ દુકાન ખોલવાની રહેશે. સિટી, BRTS અને એસટી બસોના પૈડા થંભી ગયા સુરતમાં જળબંબાકારના કારણે રસ્તા પર બસ ચલાવવી શક્ય ન હોવાના કારણે 7 જુલાઈએ સિટી અને BRTS બસ બંધ કરી દેવામાં આવી હતી. એસટી બસો પણ બંધ કરી દેવામાં આવી હતી. આ તમામ બસો પાણી ઓસર્યા બાદ સ્થિતિની ચકાસણી કર્યા બાદ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. સુરત શહેરમાં હવે પછી શું? શહેરમાં બે દિવસ દરમિયાન વરસાદી આફતનો સામનો કરનારા લોકોના મનમાં એક જ સવાલ છે કે હવે શું થશે? હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો આજે (8 જુલાઈએ) યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 9 જુલાઈએ વરસાદની શક્યતા નહીંવત છે. આગામી 48 કલાકની આગાહી જોતા તો શહેરીજનોને રાહત મળવાની શક્યતા છે. સુરત શહેરની સાથે જિલ્લામાં પણ વરસાદનો વિરામ જરુરી સુરત શહેરની સ્થિતિ એવી છે કે, પાંચમાંથી ચાર ખાડી ભયજનક સપાટીને પાર કરી ગઈ હોય. જો શહેરમાં વરસાદ ન વરસે અને જિલ્લામાં ચાલુ રહે તો પણ ખાડીમાં પાણીની આવક થતા શહેરમાંથી પસાર થતી ખાડીની આસપાસના વિસ્તારોની મુશ્કેલી વધી શકે છે. હાલ તો તંત્ર દ્વારા 700 લોકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. ભવિષ્યમાં પણ જરુર પડે તો સ્થળાંતરની તૈયારી કરી રાખી છે.
    Click here to Read More
    Previous Article
    આજે 3 જિલ્લામાં ઓરેન્જ અને 7 જિલ્લામાં યલો એલર્ટ:સુરતના કામરેજ અને પલસાણામાં આભ ફાટ્યું, અનેક સોસાયટીઓમાં પાણી ભરાતા કાર-બાઈકો ડૂબ્યા
    Next Article
    Ravi Mohan Takes Back Decision To Quit Acting Amid Divorce Battle With Aarti: 'Won't Betray My Fans'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment