Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના 2 લાખ ગરીબો જન્માષ્ટમી - દિવાળીમાં ખાંડથી વંચિત રહેશે!:રાજ્યના 17 હજારમાંથી 35% સસ્તા અનાજના દુકાનધારકો ઈ - ચલણ ભરી ન શકતા મૂશ્કેલી

    1 day ago

    ગુજરાતમાં હાલ એક તરફથી ખાંડના ભાવ બમણા થતા લોકોના જીવનમાં કડવાશ ફેલાઈ છે ત્યારે રાજ્યના 2 લાખથી વધુ ગરીબ રાશનકાર્ડ ધારકોને જન્માષ્ટમી અને દિવાળીમાં ખાંડ ચાખવા નહીં મળે કારણકે રાજ્યની 17 હજારમાંથી 35 ટકા દુકાનધારકો ખાંડ મેળવવા માટેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ઈ ચલણ ભરી શક્યા નથી. જેથી સપ્ટેમ્બરમાં આવતા તહેવારોમાં રાજકોટની 700 માંથી 250 થી વધુ સસ્તા અનાજની દુકાનોમાં ખાંડ નહીં મળે. એક દુકાનમાં ખાંડ મળશે અને અન્ય દુકાનમાં ખાંડ નહીં મળે તો ગ્રાહકો વેપારીઓ સાથે ગજગ્રાહ કરશે. જેથી ગુજરાતનું ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના હોદ્દેદારો ગરીબોને ખાંડ વિતરણ માટે આવતીકાલે પુરવઠા નિયામક ગૌરવ પારઘી અને સચિવ શાહિદ મહમદને આવેદન આપી રજૂઆત કરવામાં આવશે. ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ એસોસિએશનના મહામંત્રી હિતુભા જાડેજાએ જણાવ્યું હતું કે, કોઈપણ માસ માટે જ્યારે ખાંડનું વિતરણ કરવાનું હોય છે ત્યારે તેના 15 દિવસ પહેલા પરમીટ આપવી, ચલણ જનરેટ કરવું, પૈસા ભરવા અને ગોડાઉનથી દુકાન સુધી જથ્થો પહોંચતો હોય છે. આ જ રીતે સપ્ટેમ્બર માસ માટે 21 થી 25 ઓગસ્ટ દરમિયાન ખાંડ વિતરણ માટે પૈસા ભરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. જોકે ટૂંકી મદદ ના કારણે ગુજરાત રાજ્યના 35% ખાંડ ધારોકો ચલણ ભરી ન શક્યા. જે બાદ રાશન વિતરણ માટે ચલણ જનરેટ કરવાની મુદતમાં એક્સટેન્શન આપવામાં આવ્યું અને તે તારીખ 25 થી 31 ઓગસ્ટ રાખવામાં આવી પરંતુ તેમાં ખાંડને બાકાત રાખવામાં આવી. જેથી ગુજરાત રાજ્યમાં 65% દુકાનદારોને ખાંડ મળશે જ્યારે 35% દુકાન ધારકોને ખાંડનો જથ્થો નહીં મળે. જેથી એવું બનશે કે એક જ શહેર કે વિસ્તારનું બે દુકાનોમાંથી એક દુકાનમાં ખાંડ મળતી હશે અને બીજી દુકાનમાં ખાંડ નહીં મળતી હોય. રાજ્ય સરકાર પોતાની કલ્યાણકારી યોજનાઓ દ્વારા દાળ, મીઠું, ચણા, તેલ અને ખાંડનો જથ્થો પૂરો પાડતી હોય છે. ખાંડના ભાવ જ્યારે બે ગણાથી વધુ વધી ગયા છે ત્યારે અમે એવું માનીએ છીએ કે સરકારે ખાંડનું રેશનીંગ કરવું જોઈએ. એટલે કે સસ્તા દરે લોકોને ખાંડ આપવી જોઈએ. હાલ અંત્યોદય યોજનાના લાભાર્થીઓને રૂ.15 માં તો બીપીએલ લાભાર્થીઓને રૂ.22 માં ખાંડ વિતરણ કરવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં જન્માષ્ટમી અને દિવાળીના તહેવારો આવી જઈએ છે ત્યારે જે ગરીબ રાશનકાર્ડ ધારકો છે તેમના મોઢેથી સરકાર ખાંડ ઝૂંટવી રહી હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ શહેરમાં 175 સહિત જિલ્લામાં 700 સસ્તા અનાજના દુકાનદારોને ત્યાંથી ખાંડનુ વિતરણ કરવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં અઢી લાખમાંથી અંદાજે 50 હજાર જેટલા રાશનકાર્ડ ધારકો ખાંડથી વંચિત રહેશે. અમારા જાણવા પ્રમાણે ગોડાઉન ખાતે પૂરો જથ્થો પડેલો છે કે જેથી રાજકોટ શહેર અને જિલ્લામાં સો ટકા દુકાનદારોને ત્યાં ખાંડ વિતરણ કરી શકાય.
    Click here to Read More
    Previous Article
    યુવક 18.48 લાખની ચોરી કરી ફરાર, CCTV:શાહીબાગમાં વેપારીના ઘરે નામ-ઓળખ બદલી ઘરઘાટી તરીકે રહેતો, સિવિલની પુસ્તિકા મળતા નામ બદલ્યું હોવાનો ખુલાસો થયો
    Next Article
    US Open 2026: Djokovic In Tears After First Opening Round Exit In 20 Years

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment