Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવક 18.48 લાખની ચોરી કરી ફરાર, CCTV:શાહીબાગમાં વેપારીના ઘરે નામ-ઓળખ બદલી ઘરઘાટી તરીકે રહેતો, સિવિલની પુસ્તિકા મળતા નામ બદલ્યું હોવાનો ખુલાસો થયો

    1 day ago

    શહેરના શાહીબાગ વિસ્તારમાં રહેતા વેપારીના ઘરે મૂળ રાજસ્થાનના યુવકે ઓળખ છુપાવીને ઘરઘાટી તરીકે રહીને 14.48 લાખના સોનાના દાગીના અને ચાર લાખ રૂપિયા રોકડા મળી 18.48 લાખ રૂપિયા ચોરી કરી ફરાર થઈ ગયો છે. ઓળખ છુપાવીને ઘરઘાટી તરીકે રહેનારા યુવકે ચોરી કરી થેલો લઈ ફરાર થતો હોવાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. વેપારીને ઘરની પાછળની જાળી અને તેના રૂમનો દરવાજો ખુલ્લો હોવાની જાણ થઈ હતી અને જે બાદ તેમણે ઘરઘાટીનો સંપર્ક કરતા સંપર્ક થયો ન હતો અને ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. શાહીબાગ પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે. ઓળખ છુપાવીને ઘરઘાટી મકાનના રૂમમાં રહેતો હતો શાહીબાગમાં નવીનચંદ્ર પાર્ક સોસાયટીમાં હિતેશ જૈન તેમના પરિવાર સાથે રહે છે અને ન્યુક્લોથ માર્કેટમાં ભવરલાલ ધનરા નામથી કાપડનો વેપાર કરે છે. મૂળ રાજસ્થાનના ડુંગરપુરમાં અને હાલમાં સુરતના ઉમરગામ ખાતે રહેતો કમલેશ નામનો વ્યક્તિ છેલ્લા સવા મહિનાથી તેમના ત્યાં ઘરઘાટી તરીકે નોકરી કરતો હતો અને મકાનના પાછળના ભાગે રૂમમાં રહેતો હતો. 29 ઓગસ્ટના રોજ હિતેશભાઈના પત્ની કલકત્તા કાપડની ખરીદી કરવા ગયા હતા અને પોતે દુકાને ગયા હતા. ઘરઘાટી કમલેશે ફોન ન ઉપાડ્યો અને ગુમ હતો બપોરના સમયે તેઓ દુકાને પહોંચ્યા હતા અને બાદમાં 3:30 વાગ્યાની આજુબાજુ તેમના ફોનમાં ઘરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં જોતા ઘરની પાછળના ભાગે અને કમલેશના રૂમનો દરવાજો ખુલ્લો હતા. જેથી આ બાબતે કમલેશને ફોન કર્યો તો પરંતુ તેનો ફોન લાગ્યો ન હતો. ત્યારબાદ તેમની પત્નીને ફોન કરી અને કહ્યું હતું કે કમલેશ ફોન ઉપાડતો નથી જેથી તેઓએ પણ ફોન કરતા ફોન ઉપાડ્યો ન હતો. પડોશમાં રહેતા વ્યક્તિને હિતેશભાઈએ ફોન કરી અને ઘરના દરવાજા બંધ કરવા કહ્યું હતું ને બાદમાં જ્યારે તેઓ ઘરે આવ્યા ત્યારે જોયું તો ઘરના દરવાજા ખુલ્લા જ હતા. પુસ્તિકા મળતા નામ જયંતીલાલ હોવાનું સામે આવ્યું ઘરમાં તપાસ કરતા રૂમમાં કબાટના દરવાજા અને ડ્રોઅર ખુલ્લું હતું. ધંધાના રોકડા રૂપિયા અને લગ્નમાં તેમ જ પ્રસંગોપાત ખરીદવામાં આવેલા સોનાના દાગીના ગાયબ હતા. સોનાના દાગીના અને રોકડા રૂપિયા 4 લાખની ચોરી થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. બાકી કોઈ ચીજ વસ્તુની ચોરી થઈ ન હતી. તેઓએ કમલેશના રૂમમાં જઈને તપાસ કરતા સિવિલ હોસ્પિટલની એક પુસ્તિકા આવી હતી જેમાં દર્દીનું નામ જયંતીલાલ અને રહેવાસી રાજસ્થાન જોધપુર લખેલું હતું. 18.48 લાખના દાગીના-રોકડની ચોરી કરી ફરાર કમલેશે અગાઉ જણાવ્યું હતું કે તેને પાઇલ્સની તકલીફ છે જેથી આ પુસ્તિકા મળી આવ્યા બાદ ધ્યાનમાં આવ્યું હતું તે કે તેનું અસલી નામ જયંતીલાલ હતું અને તેણે ઘરમાંથી ચોરી કરી હતી. ઓળખ છુપાવીને ઘરઘાટી તરીકે કામ કરનારા વ્યક્તિએ ચોરી કરતા શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    6,6,6,6,6,6,6...વૈભવની સેમીફાઇનલમાં આક્રમક બેટિંગ:સદી ચુકી ગયો પણ બોલરોને બરાબરના ધોયા, દુલીપ ટ્રોફીમાં 7 ચોગ્ગા-7 છગ્ગા ફટકારી બનાવ્યો મોટો રેકોર્ડ
    Next Article
    ગુજરાતના 2 લાખ ગરીબો જન્માષ્ટમી - દિવાળીમાં ખાંડથી વંચિત રહેશે!:રાજ્યના 17 હજારમાંથી 35% સસ્તા અનાજના દુકાનધારકો ઈ - ચલણ ભરી ન શકતા મૂશ્કેલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment