Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશ્ચિમ વિસ્તારના 2 બંગ્લોમાં તસ્કરો ત્રાટક્યા:સેટેલાઇટના વૃદ્ધ દંપતીના અમેરિકા ગયા'ને 16.75 લાખની ચોરી, બોડકદેવમાં વકીલના બંગલોમાંથી તસ્કરો એન્ટિક વસ્તુ અને દાગીના ઉઠાવી ગયા

    1 day ago

    અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં તસ્કરોએ બંધ બે મકાનને ટાર્ગેટ કરીને કુલ રૂ. 21.92 લાખનો મુદ્દામાલ ચોરી ફરાર થઇ ગયા હતા. જેમાં સેટેલાઇટમાં અમેરિકા ગયેલ વૃદ્ધ દંપતીના મકાનમાંથી ચોર રૂ. 16.75 લાખનો મુદ્દામાલ અને બોડકદેવમાં વકીલના બંગલોમાંથી તસ્કરો એન્ટિક વસ્તુ અને દાગીના સહિત કુલ રૂ. 5.17 લાખનો મુદ્દામાલ ચોરી ફરાર થઇ ગયા હતા. બને બનાવમાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. સામાન વેરવિખેર હતો અને તાળા તૂટેલા સેટેલાઇટમાં આવેલા માણેકબાગ પાસે શ્રેયસ ટેકરા ગોલ્ડન તુલીપ બંગ્લોઝમાં રહેતા 62 વર્ષીય આશિકભાઈ ગોવિંદભાઈ પટેલ પત્ની સાથે નિવૃત્ત જીવન જીવે છે. ગત 18 એપ્રિલે તેઓ પત્ની સાથે અમેરિકા ખાતે રહેતી તેમની દીકરીઓને મળવા ગયા હતા અને ઘર બંધ હતું. આ દરમિયાન 19 જુલાઈએ તેમના પાડોશી આશિષભાઈએ ફોન કરીને જાણ કરી કે તેમના ઘરમાંથી એક દોરડું લટકી રહ્યું છે. શંકા જતા આશિકભાઈએ તેમના નાના ભાઈ પ્રતિમભાઈને તપાસ કરવા મોકલ્યા ત્યારે ઘરનો સામાન વેરવિખેર હતો અને તાળા તૂટેલા હોવાથી અમેરિકા ગયેલા વૃદ્ધ દંપતીના ઘરમાં ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. 12 તોલા સોના સહિત 16.75 લાખના મુદ્દામાલની ચોરી જેમાં તપાસ કરતા તસ્કરો ધાબા પરની ગ્રીલ તોડી નીચે ઉતરીને ઘરમાં ઘૂસ્યા હતા. બાદમાં બેડરૂમમાં તિજોરી તોડીને સેફ લોકરમાંથી રોકડા રૂપિયા 4 લાખ અને બેન્કના લોકરની ચાવી ચોરી લીધી હતી. આ ઉપરાંત 12 તોલા સોનું ચોર્યું હતું. આમ કુલ રૂ. 16.75 લાખનો મુદ્દામાલની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. વૃદ્ધએ અમેરિકાથી પરત આવીને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વકીલના બંગલોમાંથી તસ્કરો એન્ટિક વસ્તુ અને દાગીના ઉઠાવી ગયા બીજી તરફ ​ગુલબાઈ ટેકરા પાસે હાઇલેન્ડ પાર્ક સોસાયટીમાં રહેતા 34 વર્ષીય મૌનીલભાઈ યાજ્ઞિક વકીલાત કરે છે. તેઓ પરિવાર સાથે અગાઉ બોડકદેવના રાજપથ રંગોલી રોડ પર શ્રીલક્ષ્મીવાડી ખાતે રહેતા હતા. ત્યારે શહેરમાં ભારે વરસાદ પડવાના કારણે પરિવાર ગુલબાઈ ટેકરા ખાતેના મકાનમાં શિફ્ટ થયો હતો. જેથી બોડકદેવવાળા મકાને અવારનવાર સાફ-સફાઈ કરવા માટે જવાનું થતું હતું. નાળિયેરીના ઝાડ પરથી ચોરોએ પહેલા માળની ગેલેરીમાં પ્રવેશ કર્યો ગત 6 ઓગસ્ટે મૌનીલભાઈના પિતા જયન્તભાઈ બોડકદેવવાળા મકાને સાફ-સફાઈ કરવા ગયા હતા બાદમાં મકાનને લોક મારીને ગુલબાઈ ટેકરા આવ્યા હતા. બીજા દિવસે સાંજે તે ફરી મકાને ગયા ત્યારે રસોડાની જાળીનું બહારનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. તેમજ ​એક્ઝોસ્ટ ફેન પણ તૂટેલી હાલતમાં હતો. જેથી ઘરમાં જઈને તપાસ કરતા ઘરની પાસે આવેલા નાળિયેરીના ઝાડ પરથી ચોરોએ પહેલા માળની ગેલેરીમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ત્યાં લગાવેલો એક્ઝોસ્ટ ફેન ખોલીને ચોર ઘરમાં ઘૂસ્યા હોવાનું સામે આવ્યું હતું. 5. 17 લાખનો મુદ્દામાલ ચોરીને ફરાર થઇ ગયા બાદમાં ચોરોએ પહેલા માળના બેડરૂમમાં રાખેલી તિજોરી તોડીને તેમાં મુકેલા દાગીના તેમજ ઘરના મંદિરમાંથી કિંમતી સામાનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જ્યારે તસ્કરો સોના ચાંદીના દાગીના, એન્ટિક સામાન 4 ઘડિયાળ, 1 થી 21 મુખીના 12 દુલર્ભ રુદ્રાક્ષ, પંચમુખી રુદ્રાક્ષની માળાઓ, નીલકંઠ વર્ણીની પિત્તળની મૂર્તિ, ઇમિટેશન જ્વેલરી, કલેક્શન કરેલા જૂના સિક્કા, જૂની ચલણી નોટો અને અમેરિકન ડોલર સહિત કુલ રૂ. 5. 17 લાખનો મુદ્દામાલ ચોરીને ફરાર થઇ ગયા હતા. આ અંગે મૌનીલભાઈ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    ઘણાં દિવસે પત્નીના ચહેરા પર 'સ્મિત' દેખાયું:5 દિવસથી પતિની પડખે ઢાલ બની ઊભી છે સોનલ, સ્મિત મચ્છરના સસરાએ કહ્યું-પરિવારને રાહત થઈ
    Next Article
    Akali Dal Leader Shot Dead In Punjab, Family Claims Brother Killed Him For Land

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment