Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપા ઇલેક્શન ‘ડે-2‘:હર્ષ સંઘવીના વોર્ડમાં ટિકિટ માટે 'મહાભારત', એક બેઠક માટે લાઈન લાગી; બે દિવસમાં 1580 દાવેદારો મેદાને

    5 days ago

    સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. શહેર ભાજપ કાર્યાલય ખાતે બીજા દિવસે પણ ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો, જ્યાં નિરીક્ષકો સમક્ષ વધુ 12 વોર્ડના કાર્યકરોએ ટિકિટ માટે પોતાની દાવેદારી રજૂ કરી હતી. ગત દિવસની સરખામણીએ આજે કાર્યકરોનો ઉત્સાહ અને ભીડ વધુ જોવા મળી હતી, જેના કારણે ભાજપના મોવડી મંડળમાં પણ આશ્ચર્યની લાગણી જોવા મળી છે. વોર્ડ નંબર-20 બન્યો આકર્ષણનું કેન્દ્ર બીજા દિવસની સેન્સ પ્રક્રિયામાં સૌથી વધુ ચર્ચા વોર્ડ નંબર 20 (ખટોદરા-મજુરા-સગરામપુરા) ની રહી હતી. આ વિસ્તાર નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીનો મતવિસ્તાર હોવાથી અહીં ટિકિટ મેળવવા માટે જાણે હોડ જામી હોય તેમ રેકોર્ડબ્રેક 104 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. મજુરા વિધાનસભા હેઠળ આવતા આ વોર્ડમાં એક બેઠક દીઠ અનેક સક્ષમ કાર્યકરો મેદાનમાં આવતા સંગઠન માટે પસંદગી કરવી હવે એક મોટો પડકાર બની રહેશે. બે દિવસમાં 1580 ફોર્મ ભરાયા આંકડાકીય વિગતો પર નજર કરીએ તો, બે દિવસની પ્રક્રિયામાં કુલ 30 વોર્ડ પૈકી 24 વોર્ડ માટે 1580 જેટલા દાવેદારોએ પોતાનું ફોર્મ સબમિટ કર્યું છે. બીજા દિવસે જે 12 વોર્ડની સેન્સ લેવાઈ તેમાં કુલ 778 કાર્યકરોએ ઈચ્છા વ્યક્ત કરી હતી. ખાસ કરીને વેસુ, ભટાર અને ઉધના જેવા વિસ્તારોમાં દાવેદારોની સંખ્યા 80 થી વધુ નોંધાઈ છે, જે સૂચવે છે કે શહેરી વિસ્તારોમાં ભાજપની ટિકિટ મેળવવા માટે સખત સ્પર્ધા છે. ત્રણ-ત્રણ નામોની પેનલ તૈયાર થશે દાવેદારીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે આગામી તબક્કો શોર્ટલિસ્ટિંગનો રહેશે. શુક્રવારે બાકીના 6 વોર્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બપોરે 12 વાગ્યે ભાજપ કાર્યાલય ખાતે હાઈપ્રોફાઈલ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં શહેર પ્રમુખ, નિરીક્ષકો, ધારાસભ્યો અને સાંસદો સાથે મળીને દરેક બેઠક માટે લાયક ઉમેદવારોના નામ પર મંથન કરશે અને આખરે દરેક વોર્ડ દીઠ ત્રણ સભ્યોની પેનલ તૈયાર કરવામાં આવશે. આખરી મહોર પ્રદેશ કક્ષાએ લાગશે આગામી દિવસોમાં આ પેનલ પ્રદેશ સ્તરે મોકલવામાં આવશે, જ્યાં આખરી મહોર મારવામાં આવશે. 1500થી વધુ દાવેદારો હોવાથી અનેક જૂના જોગીઓના પત્તા કપાય એવી પણ શક્યતા સેવાઈ રહી છે, જ્યારે નવા અને યુવા ચહેરાઓને તક આપવાની ભાજપની રણનીતિ આ વખતે પણ જોવા મળી શકે છે. હાલમાં તો સુરતના રાજકારણમાં કયા કાર્યકરનું નસીબ ખુલશે અને કોને 'નો-રિપીટ થિયરી'નો સામનો કરવો પડશે તે અંગે અટકળો તેજ બની છે.
    Click here to Read More
    Previous Article
    શુક્રવારનું રાશિફળ:કન્યા-મકર રાશિના જાતકો નવી સિદ્ધિઓ હાંસલ કરશે, સિંહ-વૃશ્ચિક રાશિના જાતકોએ સ્વાસ્થ્ય બાબતોમાં સાવધ રહેવું
    Next Article
    પુણાગામમાં હાઈવોલ્ટેજ ડ્રામા:રૂમનો દરવાજો અચાનક લોક થઈ જતાં 2 વર્ષના જુડવા દેવ-દેવિકા ફસાયા, ફાયર બ્રિગેડે લોક તોડી બચાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment