Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલીતાણાના તળાજા રોડ પાસે જુગાર રમતા 2 શખસો ઝડપાયા:રૂ. 14,500 તેમજ 2 મોબાઈલ મળી કુલ 50 હજારનો મુદામાલ પોલીસે કબ્જે કર્યા

    9 hours ago

    પાલીતાણા ટાઉન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે તળાજા રોડ પર રેડ પાડી હતી, જેમાં મોબાઈલની લાઈટમાં જુગાર રમતા બે શખસોને ₹14,500ની રોકડ અને બે મોબાઈલ સહિત કુલ ₹49,500ના મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી લીધા હતાં. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભીલવાસમાં જૂગાર રમતા બે શખસો ઝડપાયા તળાજા રોડ વિસ્તારમાં આવેલ ભીલવાસ કિકાકો કંપની પાછળની ખુલ્લી જગ્યામાં કેટલાક શખસો એકઠા થઈ ગંજીપત્તા વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ માહિતી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર ઓચિંતી રેડ પાડતા, મોબાઈલ ફોનના અજવાળે તીન પત્તીનો જુગાર રમતા વિષ્ણુ જીવરાજભાઈ રાઠોડ (રહે. ભીલવાસ, પાલીતાણા) અને ભાવિક ભરતભાઇ બારૈયા (રહે. વાંણદ સોસાયટી, પાલીતાણા) નામના બે શખસો ઝડપાઈ ગયા હતા. 50 હજારનો મુદ્દામાલ જપ્ત, જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધાયો પોલીસે ઘટનાસ્થળેથી જુગારના સાધનો ઉપરાંત ₹14,500ની રોકડ રકમ અને ₹35,000ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન કબ્જે કર્યા છે. આ સમગ્ર મામલે પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં જુગારધારા એક્ટ 12 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આ પ્રવૃત્તિમાં સંડોવાયેલા અન્ય પાસાઓ અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    REELનાં ચક્કરમાં 5 બાળકો 60 ફૂટ ઊંચી પાણીની ટાંકીએ ચઢ્યા:ઊતરતી વખતે સીડી તૂટતાં 3 નીચે પટકાયાં, 1નું મોત; 2 બાળકો 16 કલાક ઉપર જ ફસાતા એરફોર્સના હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરાયું
    Next Article
    ઘોડી નચાવતો હતો ને મોત આવ્યું, VIDEO:જૂનાગઢમાં લગ્નના ફુલેકા પૂર્વે બ્રેન સ્ટ્રોક આવતા જ યુવક ઢળી પડ્યો, ​એકના એક દીકરાના મૃત્યુથી પરિવાર પર આભ ફાટી પડ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment